1. Home
  2. Tag "china"

પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાને પડી રહી છે ચીનની દોસ્તી ભારે,દેશનું સોનું વેચવા માટે મજબૂર

શ્રીલંકાની આર્થિક સ્થિતિ વધુ બગડી દેશનું સોનું વેચીને જીવવા મજબૂર ચીન પાસેથી લીધી છે મોટી રકમની લોન દિલ્હી: પાકિસ્તાન બાદ શ્રીલંકાની પણ હવે આર્થિક હાલત બગડી છે. જાણકારી અનુસાર શ્રીલંકા હાલ મોટી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને હવે તેની હાલત એવી થઈ ગઈ છે કે,દેશની સરકાર રિઝર્વમાં પડેલું સોનું પણ વેચવા તૈયાર થઈ […]

શ્રીલંકાના દરિયા કિનારે ચીન ઉભુ કરી રહ્યું છે વિશાળ શહેર

દિલ્હીઃ શ્રીલંકામાં કોલંબો પોર્ટ સિટીને મોટાભાગના અધિકારીઓ એક ઈકોનોમિક ગેમ ચેન્જર માને છે. શ્રીલંકાની રાજધાનીના સમુદ્ર કિનારે વસેલુ એક ભવ્યનગર છે. કોલંબો નજીકમાં સમુદ્રની રેત ઉપર વસેલા વિશાળકાય શહેરને એક હાઈટેક સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. દુબઈ, મોનાકો અને હોંગકોંગ સાથે ઓફશોર આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો, રહેણાંક વિસ્તારો અને દરિયાઈ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ સિટીનું […]

ચીનમાં વસ્તીવૃદ્વિ દર સળંગ પાંચમાં વર્ષે ઘટ્યો, અર્થતંત્ર પર કટોકટીનો ખતરો

નવી દિલ્હી: ચીનની વસ્તીમાં વધારાને બદલે ઘટાડો થઇ રહ્યો છે. તેની વસ્તીમાં માત્ર પાંચ લાખ લોકોની જ વૃદ્વિ થઇ છે જે અગાઉના વર્ષે 10 લાખથી વધારે હતી. આમ સળંગ પાંચમાં વર્ષે તેની વસ્તી સતત વધી છે. વિશ્વના બીજા નંબરના અર્થતંત્ર પર કટોકટીનો ખતરો તોળાઇ રહ્યો છે. નેશનલ બ્યૂરો ઑફ સ્ટેટેસ્ટિક્સ અનુસાર, વર્ષ 2021ના અંતે ચીનની […]

લદ્દાખ સરહદે તણાવ વચ્ચે પણ ભારત-ચીન વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર, આંકડો જાણીને નવાઇ લાગશે

ભારત-ચીન તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર વર્ષ 2021માં બંને દેશો વચ્ચે 125 અબજ ડોલરનો વેપાર થયો ભારતથી ચીનમાં થતી નિકાસ પણ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર […]

‘ચીને જો યુદ્વનો પ્રયાસ કર્યો તો ભારતનો જ વિજય થશે’, આર્મી ચીફનું નિવેદન

ચીનને લઇને આર્મી ચીફનું મોટું નિવેદન જો ચીન યુદ્વ લાદશે તો જીત ભારતની જ થશે LAC પર સ્થિતિ સ્થિર છે અને ભારતના નિયંત્રણમાં છે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે હજુ તણાવ ચાલી રહ્યો છે અને ચીન અનેક વાર કોઇને કોઇ કાંકરીચાળો કરી રહ્યું છે ત્યારે આર્મી ચીફ એમએમ નરવણેનું એક નિવેદન સામે આવ્યું છે. […]

ભારત અને ચીન વચ્ચે 14માં કમાન્ડર સ્તરની મંત્રણા, આ મુદ્દાઓના નિરાકરણની આશા

ભારત અને ચીન વચ્ચે આજે 14માં તબક્કાની મંત્રણા થશે આ વાટાઘાટો દરમિયાન પારસ્પરિક અનેક મુદ્દાઓ પર થશે વાતચીત બંને દેશોને સાર્થક વાતચીતની આશા નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખના સરહદી વિસ્તારોમાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષ વચ્ચે આજે ભારત અને ચીન વચ્ચે 14માં કોર કમાન્ડર સ્તરની મંત્રણા થશે. 20 મહિનાના લાંબા વિવાદ બાદ બંને […]

ચીનના જુઠ્ઠાણાના પર્દાફાશ, LAC પર રોબોટની તૈનાતીનો દાવો પોકળ, ચીની સૈનિકો કાતિલ ઠંડીમાં હજુ ઠુંઠવાઇ રહ્યાં છે

LAC પર રોબોટની તૈનાતીનો ચીનનો દાવો પોકળ સાબિત થયો ચીનના સૈનિકો હજુ ત્યાં કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે ગલવાન ઘાટીમાં ઝંડો ફરકાવવાના જુઠ્ઠાણાની પણ પોલ ખુલી નવી દિલ્હી: LAC પર ચીને પોતાના સૈનિકોને ઠંડીથી બચાવવા માટે સૈનિકોને બદલે રોબોટ તૈનાત કર્યા હોવાની વાત હવે પોકળ સાબિત થઇ છે. ચીનના આ દાવા હવે પોકળ સાબિત થયા […]

ચીનમાં ત્રીજી સદીમાં પતંગની શોધઃ પતંગના ઇતિહાસમાં વિવિધ માન્‍યતાઓ, પરંપરાઓની વાહક

અમદાવાદઃ  ઇ.સ. પૂર્વે ત્રીજી સદીમાં ચીનમાં પતંગની શોધ થઇ હતી. પતંગ બનાવવા માટે જરૂરી સામગ્રી જેવી કે પતંગ ઉડાડવા માટેનો મજબૂત દોરો, તેને અનુરૂપ હલ્‍કુ ને મજબૂત વાંસ તથા રેશમનું કપડુ ચીનમાં ઉપલબ્‍ધ હતું. દુનિયાની પ્રથમ પતંગ એક ચીની દાર્શનિક મોડીએ બનાવી હોવાનું કહેવાય છે. ચીન પછી પતંગનો ફેલાવો જાપાન, કોરીયા, થાઇલેન્‍ડ, બર્મા, ભારત, અરબ, […]

ચીનની ઉશ્કેરણીજનક હરકત, હવે 60 હજાર સૈનિકો ખડક્યાં, ભારતે પણ જવાબ આપવા સૈનિકોની કરી તૈનાતી

ફરી બોર્ડર પર નવાજૂનીના એંધાણ ચીને લદ્દાખ સીમા પર પોતાની બાજુ 60 હજાર સૈનિકો ખડક્યા ભારતે પણ તૈયારી તરીકે મોટા પાયે સૈનિકોની તૈનાતી કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા પર ચાલી રહેલા તણાવ અને વિવાદ વચ્ચે ચીન સતત કેટલીક ઉશ્કેરણીજનક હરકતો દોહરાવી રહ્યું છે. હવે ચીને લદ્દાખ સીમા પર પોતાની સાઇડ પર […]

ભૂકંપના જોરદાર આંચકાથી તાઈવાન હચમચી ઉઠ્યું,રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ

તાઈવાનમાં ભૂકંપના આંચકા 6.2ની નોંધાઈ તીવ્રતા રાજધાનીમાં પણ ભૂકંપના આંચકા તાઈપે:તાઈવાનમાં સોમવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હતી. સેન્ટ્રલ વેધર બ્યુરોએ જણાવ્યું કે,દેશના પૂર્વ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકોએ રાજધાની તાઈપે સુધી આંચકા અનુભવ્યા. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકશાનના અહેવાલ નથી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code