અમદાવાદની સિટી સિવિલ કોર્ટનો બનાવટી ઈ-મેઈલ મોકલીને નાણા માંગતા સાયબર ક્રાઈમને ફરિયાદ
અમદાવાદઃ રાજ્યમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદની સિટી સિવિલ કોર્ટના નામે ફેક આઈડી બનાવીને અરજદાર યુવતીને ઈમેઈલ કરીને નાણા ભરવાની નોટિસ આપવામાં આવી હતી નાણા નહીં ભરે તો ગુનોં નોંધવાની પણ ચિમકી આપવામાં આવી હતી. આ અંગે યુવતીએ સિટી સિવિલ કોર્ટમાં તપાસ કરતા આવો કોઈ ઈમેઈલ કરાયો નથી તેની જાણ થઈ હતી. […]