ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં કૂલપતિઓની નિમણૂંકના મુદ્દે સરકારની અણઘડ નીતિઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાતની આઠ સરકારી યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણુક ના થાય તે પ્રકારે શિક્ષણ વિભાગની અણઘડ અને રગશિયા કામગીરીથી શિક્ષણ વ્યવસ્થાને મોટું નુકશાન થઈ રહ્યું છે. તેમ પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ પર કબજો જમાવવાની માનસિકતા દ્વારા બહુમતીના જોરે પસાર કરેલા કાયદાથી […]