1. Home
  2. Tag "CM Bhupendra Patel"

ગુજરાતના વિકાસની હરણફાળમાં સામાજિક-ધાર્મિક સંસ્થાઓનું મોટું પ્રદાન: ભૂપેન્દ્ર પટેલ

રાજકોટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લામાં વિંછીયા ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સંસ્થા ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.  આ પ્રસંગે સંસ્થાના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિતોને ઉદબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, […]

વિંછીયામાં CM ભૂપેન્દ્ર પટેલ આજે સૌની યોજના લિંક-4ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તા.16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના […]

ગુજરાત સરકરે 3.32 લાખ કરોડનું બજેટ રજુ કરાયું, અનેક પ્રજાલક્ષી જાહેરાતો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રૂ. 3,32,4654 કરોડનું બજેટ રજુ કર્યું છે. આ બજેટ રાજ્યનું સૌથી વધારે હોવાનું મનાય રહ્યું છે. આ ઉપરાંત 10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ હતી. આ યોજના માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક ન્યાય અધિકાર વિભાગ માટે રૂ. 6193 કરોડની જોગવાઈ […]

કેન્દ્રીય બજેટ વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારુંઃ ભુપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે.  લોકસભામાં રજુ થયેલુ આ વચગાળાનુ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો […]

75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની જૂનાગઢમાં ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી

અમદાવાદઃ સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75મા  પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ તકે વાયુદળના બે હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ધ્વજને સલામી બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી  […]

કરૂણા અભિયાન: અમદાવાદના બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની CM ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપીકરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સરે રૂમ તથા વાઈલ્ડ લાઈફ […]

“પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ”નાં વિઝનથી ગુજરાત આગળ વધી રહ્યું છેઃ ભુપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત પોર્ટ-લેડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સથી પ્રોસ્પેરીટીનો નવો ઇતિહાસ રચાયો છે ગુજરાત પણ તેમાં ‘‘પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ’’નાં વિઝનથી આગળ વધીને યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.  મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ જાપાનના મંત્રી અને પ્રતિનિધિ મંડળે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મીટીંગ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે […]

અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો […]

CM ભૂપેન્દ્ર પટેલે ટોક્યોમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી ગુજરાતમાં મૂડી રોકાણ માટે આમંત્રણ આપ્યું

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાવાનું છે જેની તૈયારીઓને તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ હાલ જાપાનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અનેક રાજકીય મહાનુભાવો અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી હતી. તેમજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબર સમિટમાં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code