1. Home
  2. Tag "CM Bhupendra Patel"

આઝાદીના શતાબ્દી પર્વે ગુજરાતને 1 ટ્રીલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં આયોજિત FICCIની નેશલન એક્ઝિક્યુટિવ કમિટિ મિટિંગને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ સમિટના વીસ વર્ષ પૂરા થવા પર “સમિટ ઓફ સક્સેસ”ની ઉજવણી થઈ. તેમણે કહ્યું કે, વાયબ્રન્ટ સમિટ બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડિંગની વડાપ્રધાનશ્રીની લાગણીને FICCIએ ખરા અર્થમાં સાર્થક કરી છે. ત્યારે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત માટે […]

પોરબંદરમાં કિર્તિ મંદિર અને અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધી જ્યિંતિની ઉજવણી

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ગાંધી જ્યંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે કિર્તિ મંદિરમાં બાપુને શ્રદ્ધા સુમન અપર્ણ કરી હતી. જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે સવારે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. […]

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ

ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ રહી છે. રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. […]

ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યાઃ રાષ્ટ્રપતિજી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ આજે દેશની પ્રથમ ઈ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગ્રે રાષ્ટ્રપતિજીએ ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિજીએ ગુજરાતના સપૂતોએ ગુજરાત અને દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ સંબોધનની શરુઆત ઉમાશંકર જોશીની કવિતાથી કરી હતી. […]

ગુજરાતઃ ધો-1થી 8ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 2.8 ટકા પર પહોંચ્યો

અમદાવાદઃ સમાજમાં સાક્ષરતાના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘પ્રમોટિંગ લિટરસી ફોર અ વર્લ્ડ ઇન ટ્રાન્ઝિશન: બિલ્ડીંગ અ ફાઉન્ડેશન ફોર સસ્ટેનેબલ એન્ડ પીસફુલ સોસાયટીઝ’ (પરિવર્તનશીલ વિશ્વ માટે સાક્ષરતાને પ્રોત્સાહન આપવું: ટકાઉ અને શાંતિપૂર્ણ સમાજ માટે પાયાનું નિર્માણ) ના થીમ સાથે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય […]

શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરને  શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની 135મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ.રાધાકૃષ્ણનના મહાન […]

સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે, રાજકોટમાં જ મળશે સારવાર

રાજકોટઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે આજરોજ રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદયરોગની આધુનિક સારવાર  રાજકોટ ખાતે જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી […]

નર્મદા મુખ્ય નહેરની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનો 18 ગામના ખેડૂતોને લાભ મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે  સૌને પ્રતિબધ્ધ બનવા આહવાન કરી જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતોની સાથે રહી છે અને તેમની  સાથે […]

G 20 ના પ્રતિનિધિઓ મોઢેરા સૂર્યમંદિરના શિલ્પ-સ્થાપત્ય નિહાળીને પ્રભાવિત થયા

અમદાવાદઃ ભારતના યજમાનપદે જી -20 ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. બેઠકોની આ શૃંખલામાં દિનાંક 27 થી 29 ઓગષ્ટ દરમિયાન ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સની બીજી બેઠક યોજાઇ રહી છે. G-20 ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદની બેઠકના પ્રથમ દિવસે પ્રતિનિધિઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી […]

રાજ્યમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા થયાં

અમદાવાદઃ ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વર્ષ 2018માં ‘ગોબર ધન યોજના‘ અમલમાં મૂકી હતી. ગુજરાતમાં ‘ગોબર ધન પ્રોજેકટ‘ થકી ક્રાંતિ આવી છે. ગુજરાતમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં કુલ 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code