1. Home
  2. Tag "cm gehlot"

રાજસ્થાનના સીએમ ગહલોતે સરદારપુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

જયપુર – દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અનેક રાજ્યમાં નેતાઓ પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે રાજસ્થાનના સીએમ ગહલોતે આજરોજ સરદારપુરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી . ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ 6 નવેમ્બર છે. છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરનારાઓમાં ભારે ભીડ દેખાવા લાગી […]

સીએમ ગેહલોતની જાહેરાત: ‘બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે’

પટના: બિહાર સરકારે તાજેતરમાં જાતિ ગણતરીના આંકડા રજૂ કર્યા હતા. આ આંકડાઓને લઈને રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે. ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે. વસ્તી ગણતરીના ડેટાના આધારે જ સહભાગિતા નક્કી કરવામાં આવશે. CMએ કહ્યું કે રાજસ્થાનની આગામી વિધાનસભા […]

વિપક્ષોએ પોતાના કારનામા છુપવા માટે ગઠબંધનનું નામ બદલી નાખ્યું : પીએમ મોદી

જયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના સીકર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી ગઠબંધન I-N-D-I-A પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમે કહ્યું, સિમીના નામમાં પણ ઈન્ડિયા હતું, તેણે તેનું નામ બદલીને પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) કર્યું હતું. આ કાર્યક્રમમાં નાદુરસ્ત આરોગ્યને […]

બંધારણના સિદ્ધાંતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો પર નિર્ધારિત કરાયા છેઃ રાષ્ટ્રપતિ

જયપુરઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જયપુર ખાતે રાજસ્થાન વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે બંધારણના સિદ્ધાંતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો પર નિર્ધારિત કરવામાં આવ્યા છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આ બંધારણીય આદર્શો તમામ ધારાસભ્યો માટે માર્ગદર્શક સિદ્ધાંતો હોવા જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં સંસ્કૃતિ અને સંસ્કૃતિના દરેક પાસાઓમાં […]

રાજસ્થાનના સીએમ ગહેલોતની મોટી જાહેરાત – રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રીમાં અપાશે

રાજસ્થાનના સીએમ ગહેલોતની મોટી જાહેરાત  રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રી આપાવાની કરી ઘોષણા જયપુરઃ-  રાજસ્થાનના રાજકરણમાં ઘમાસણ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જનતા માટે મહત્વની જાહેરાત કરી છએ,તેમણે રાજ્યની જનતાને 100 યુનિટ વિજળી ફ્રીમાં આપવાનું મોટૂ એલાન કર્યું છે. રાજ્યની જનતાને વિજળી ફ્રીમાં આપવા બાબતે તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું, આ બાબતે  જાહેરાત […]

રાજસ્થાન: CM ગહેલોત સામે સચિન પાયલોટે મોરચો ખોલ્યો, એક દિવસના ઉપવાસ ઉપર બેઠા

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા ફરી એકવાર કોંગ્રેસ સરકારમાં આંતરીક જૂથબંધી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતાની સરકારની સામે જયપુરમાં શહીદ સ્મારક ઉપર એક દિવસના અનશન ઉપર બેઠા છે. પૂર્વ સીએમ વસંધરા રાજે સરકારના ખનન અને એક્સાઈઝ કૌભાંડની તપાસ માટે સચિન […]

રાજસ્થાનના 15 જેટલા જીલ્લાઓ લમ્પી વાયરની ઝપેટમાં – વાયરસની ગંભીરતા સમજીને નિવારણના લેવાઈ રહ્યા છે પગલાઓઃ સીએમ

રાજસ્થાનમાં લમ્પી વાયરસો કહેર અત્યાસ સુધી ઘણી ગાયોના મોત જયપુર- દેશભરમાં લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ લમ્પી વાયરસ 15 જેટલા જીલ્લાોમાં ફએલ્યા ચૂક્યો છે અત્યાર સુધી આ વાયરસ સામે અનેક પ્રકારના પગલાઓ લેવામાં આવી ચૂક્યા છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું છે કે રાજ્યના 15 જિલ્લાઓમાં જાનવરોમાં ચામડીમાં ફેલાતો આ […]

હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ નહીં તો અન્ય નિર્દોશોને મારી નાખશેઃ મૃતક કન્હૈયાલાલની પત્ની

જયપુરઃ ઉદેયપુરમાં શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાધાત પડ્યાં છે. દરમિયાન હત્યારાઓએ એક બે નહીં 26 જેટલા ઘા મારીને ક્રુરતાપૂર્વક હત્યા કર્યાંનું ખૂલ્યું છે. દરમિયાન મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, હત્યારાઓને ઝડપી લઈને ફાંસીની સજા આપવી જોઈએ નહીં તેઓ અન્ય કોઈ નિર્દોશને મારી નાખશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક કન્હૈયાલાલના મૃતદેહનું પીએમ કર્યાં બાદ […]

રાજસ્થાનમાં ગહેલોતના શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડીઃ 6 મહિનામાં કોમી તણાવના 4 બનાવ

જયપુરઃ રાજસ્થાનના ઉદેપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનારા કન્હૈયાલાલ નામના દરજી શ્રમજીવીની કટ્ટરપંથીઓએ કરેલી ઘાતકી હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાનમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તેમ માત્ર છ મહિનાના સમયગાળામાં સાંપ્રદાયિક તણાવના ચાર જેટલા બનાવો બન્યાં છે. એટલું જ નહીં ગહેલોત સરકારને 3 વખત કરફ્યુ લગાવવાની ફરજ પડી હતી. સુત્રોના જણાવ્યા […]

રાજસ્થાનમાં કટ્ટરવાદીઓ બેખોફઃ નુપુર શર્માના સમર્થન મુદ્દે યુવાનની ઘાતકી હત્યા

ઉદેપુરઃ રાજસ્થાનના ઉદેપુર શહેરમાં ધાનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટમાં 3 વ્યક્તિઓએ એક યુવાનની સરાજાહેર હત્યા કરી હતી. પૈગમ્બર વિવાદમાં ફસાયેલા નુપુર શર્માના સમર્થનમાં મોબાઈલમાં સમર્થન કરવા મુદ્દે કટ્ટરવાદીઓએ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. યુવાનના આઠ વર્ષના દીકરીએ સોશિયલ મીડિયા ઉપર નુપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ મુકી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code