1. Home
  2. Tag "CM Kejriwal"

દિલ્હીમાં કેજરિવાલ સરકારની કેબિનેટમાં ફેરબદલ, આતિશીને સોંપાઈ મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની કેજરિવાલ સરકારે કેબિનેટમાં ફેરબદલ કરીને આતિશીને નાણા અને મહેસુલ વિભાગની જવાબદારી સોંપી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના જેલમાં ગયા બાદ કૈલાશ ગેહલોતને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પણ આતિશીને સોંપવામાં આવી છે. કેબિનેટમાં ફેરબદલ સંબંધિત ફાઇલ એલજી વિનય સક્સેનાને મોકલવામાં આવી […]

વિપક્ષ એકતા: મમતા બેનરજી, માયાવતી અને અરવિંદ કેજરિવાલના અલગ સૂરથી વિપક્ષી પાર્ટીઓમાં ચિંતા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષીપક્ષો દ્વારા વિપક્ષ એકતાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 23 જૂને બિહારની રાજધાની પટનામાં બિન-ભાજપ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલથી લઈને કેજરીવાલ અને મમતાથી લઈને અખિલેશ સુધી લગભગ 15 વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામ પક્ષો માત્ર એક જ ઉદ્દેશ્ય […]

નવી શરાબ નીતિ મામલે હવે CBI એ કેજરિવાલને નોટિસ પાઠવી, 16મીએ થશે પૂછપરછ

નવી દિલ્હીઃ નવી શરાબ નીતિ મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે, હવે આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલ સામે કાનૂની ગાળિયો સીબીઆઈ કસશે. દરમિયાન અરવિંદ કેજરિવાલને પૂછપરછ માટે સીબીઆઈએ નોટિસ પાઠવી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવી શરાબ નીતિ કેસની સીબીઆઈ તપાસ […]

કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ,દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત દિલ્હી : કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો છે. 10મીએ મતદાન થવાનું છે અને 13મીએ પરિણામ આવશે. હવે આ જાહેરાત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી કર્ણાટકની દરેક […]

એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં તપાસનીશ એજન્સી હવે પૂછપરછ માટે કેજરિવાલને બોલાવે તેવી શકયતાઓ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડને ખોટો કેસ માની  માની રહ્યાં છે, પરંતુ જે રીતે આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવા એકત્રિત કરી રહી છે, તે ભવિષ્યમાં કેજરીવાલ સરકાર માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. મનીષ સિસોદિયાની પૂછપરછ બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ CBI-ED તપાસ અર્થે ઓફિસ […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈએ રિમાન્ડ મેળવ્યાં હતા. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં […]

દિલ્હીઃ કથિત શરાબ કૌભાંડમાં EDએ CM કેજરિવાલના PAને પૂછપરછ માટે બોલાવાયા

નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ અગાઉ આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનિષ સિસોદીયાની પણ પૂછપરછ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. જ્યારે CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બીજી વખત નોટિસ મોકલીને […]

ભારતઃ સૌથી શ્રેષ્ઠ CM તરીકે યોગી અને વિપક્ષના નેતા તરીકે કેજરિવાલ લોકોની પ્રથમ પસંદ

નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર દેશમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. જ્યારે બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. દેશમાં વિપક્ષના નેતા તરીકે સૌથી વધારે લોકોએ અરવિંદ કેજરિવાલને પસંદ કર્યાં હતા. જ્યારે બીજા ક્રમે મમતા બેનર્જી અને ત્રીજા ક્રમે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. એક […]

મહાઠગ સુકેશનો વધુ એક લેટર બોમ્બ, કેજરીવાલને પોલીગ્રાફ ટેસ્ટ માટે પડકાર ફેંક્યો

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. સુકેશે પોતાના વકીલ અશોક સિંહ મારફતે આ પત્ર જાહેર કર્યો છે. જેમાં સુકેશ ચંદ્રશેખરે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે અને કહ્યું છે કે સત્યેન્દ્ર જૈન અને કેજરીવાલ પર લાગેલા આરોપો પર મારો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાના સૂચનનું […]

દિલ્હી દારૂ કૌભાંડમાં 100 કરોડ રૂપિયાની લાંચ અપાયાનો EDનો દાવો

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો હતો કે, દિલ્હીમાં નવી દારૂ વેચાણ નીતિ સંબંધિત એક કેસમાં 100 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપર ગંભીર આરોપ લાગ્યાં છે. એજન્સીએ દાવો કર્યો હતો કે, સિસોદિયા સહિત ત્રણ ડઝનથી વધુ વીઆઈપીઓએ કથિત રીતે ડિજિટલ પુરાવાનો નાશ કરવા માટે 140 મોબાઈલ ફોન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code