1. Home
  2. Tag "CM NITISH KUMAR"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 જૂને ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે. 18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. સાંજે લગભગ 7 વાગ્યે પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીના સાક્ષી બનશે. રાત્રે લગભગ 8 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. 19મી […]

બિહારમાં નિતિશ કુમારે વિશ્વાસ મત જીત્યો, વિપક્ષનું વોકઆઉટ

પટણાઃ બિહારમાં સીએમ નિતીશ કુમારની સરકારે વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત હાંસલ કર્યો હતો. વિશ્વાસ મતમાં આરજેડીના 3 ધારાસભ્યોએ પણ નીતિશ સરકારને સમર્થન આપ્યું હતું. વિધાનસભા ગૃહમાં એનડીએ સરકારને 129 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે આરજેડી સહિત વિપક્ષના ધારાસભ્યોએ વિશ્વાસ મત પહેલા હંગામો મચાવીને વોકઆઉટ કર્યું હતું. જેથી મતદાન સમયે તમામ નીતિશ સરકારના સમર્થનમાં પડ્યાં હતા. […]

બિહારમાં 75 ટકા અનામતનો લાભ મળશે, નીતિશ કુમાર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

પટણાઃ બિહારની જનતાને હવે 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશ કુમારની સરકારે આ અંગે એક ગેઝેટ પ્રકાશિત કર્યું છે. એટલે કે હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવારથી તેનો અમલ કરવામાં આવ્યો છે. બિહાર સરકારે અનામત મર્યાદામાં 15 ટકાનો વધારો કર્યો છે. બિહાર સરકારે વિધાનસભાના […]

પટના હાઈકોર્ટનો નિર્ણય નીતિશ સરકારના પક્ષમાં – હવે બિહારમાં જાતિ ગણતરી થશે

પટનાઃ- છેલ્લા કેટલાક સમયથી પટનામાં જાતિ ગણનાને લઈને મથામણ ચાલી રહી છે તેના પર રોક લગાવવામાં આવી હતી ત્યારે આજરોજ બિહારની રાજધાની પટાની હાઈકોર્ટે નિતીશ સરકારના પક્ષમાં ચૂકાદો સંભાળ્યો છે. છેવટે રાજ્ય સરકારજી હાઈકોર્ટ સામે જીત નોંધાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આજરોજ મંગળવારે હાઈકોર્ટે નીતિશ […]

કટિહારામાં વીજળી મામલે દેખાવો કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસ ફાયરિંગનું એકનું મોત

પટણાઃ કટિહાર જિલ્લામાં વીજળી મામલે વિરોધ કરી રહેલા ગ્રામજનોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. રોષે ભરાયેલા લોકો વીજળીની ઓફિસમાં ઘૂસી ગયા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ટોળાને વિખેરવા બળ પ્રયોગ કર્યો હતો દરમિયાન લોકોએ ભારે પથ્થરમારો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાનું જાણવા મળે છે. જ્યારે […]

બિહારઃ લઠ્ઠાંકાડના પડઘા વિધાનસભામાં પડ્યાં, સરકારને બરખાસ્ત કરવાની વિપક્ષની માંગણી

પટણાઃ બિહારના સારણ (છપરા)માં નકલી દારૂના કારણે 59 લોકોના મોત બાદ હવે સિવાનમાં પણ મોતનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. અહીં, બેગુસરાયના તેઘરામાં એકનું મોત થયું છે અને એકની હાલત ગંભીર છે. બિહારમાં નકલી દારૂના કારણે કુલ મૃત્યુઆંક 65 પર પહોંચી ગયો છે. આ મુદ્દે વિધાનસભામાં સતત ત્રીજા દિવસે […]

બિહારમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધવાની શકયતા, નકલી દારૂના વેપારીઓ સામે કાર્યવાહી

પટણાઃ બિહારના સારણ જિલ્લામાં હૂચ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 37 થયો છે કારણ કે વધુ ત્રણ લોકોના મોત થયા છે. મસરખ બ્લોકમાં સૌથી વધુ 23 મૃત્યુ નોંધાયા છે, જ્યારે બાકીના 14 લોકોનો મોત ઇસુપુર, અમનૌર અને મરહૌરા વિસ્તારોમાં થયા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે કારણ કે 19 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે જેમાંથી છની હાલત […]

હવે આ જન્મમાં તો હું ફરી ભાજપ સાથે જોડાણ નહી જ કરું : નીતિશ કુમાર

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને લાલુ અને કોંગ્રેસ સાથે મળીને ફરીથી સત્તાની બારડોર સંભાળી છે. ભાજપનો સાથ છોડ્યા બાદ નીતિશ પટેલ દ્વારા વિપક્ષને એક કરવાના પ્રયાસોની સાથે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હુંકાર કર્યો છે કે, હવે આ જનમમાં તો હું ફરી ભાજપ […]

ગંભીર આરોપો બાદ કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય છીનવાયુ,હવે CM નીતિશે આ જવાબદારી સોંપી 

કાર્તિકેય સિંહ પાસેથી છીનવાયુ કાયદા મંત્રાલય હવે CM નીતિશે કાર્તિકેય સિંહને આ જવાબદારી સોંપી અપહરણનો મામલો – અનંત સિંહ સાથે મિત્રતા ભારે પડી   પટના :બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કાર્તિકેય સિંહ પાસેથી કાયદા મંત્રાલય પાછું લઈ લીધું છે. કાર્તિકેય સિંહ અનંત સિંહની નજીક માનવામાં આવે છે.કોર્ટે આરજેડી ધારાસભ્ય કાર્તિકેય સિંહ વિરુદ્ધ જૂના અપહરણ કેસમાં વોરંટ જારી […]

બિહારઃ સરકારી એન્જિનિયરના નિવાસ સ્થાન સહિતના સ્થળો ઉપર દરોડા, 5 કરોડની રોકડ મળી

પટનાઃ બિહારમાં સીબીઆઈ અને ઈડીના દરોડાની કાર્યવાહી બાદ હવે વિજિલન્સ ટીમે લાંચિયા સરકારી બાબુના નિવાસ સ્થળ અને ઓફિસ ઉપર દરોડા પાડ્યાં હતા. ગ્રામીણ વિકાસ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અંગત સહાયક તથા અન્ય એક વ્યક્તિના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રૂ. 5 કરોડની કેશ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે વિજિલન્સની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code