1. Home
  2. Tag "CM patel"

અમદાવાદઃ નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

અમદાવાદઃ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે  મેટ્રો રેલના બીજા તબક્કાના […]

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૨૫મી સપ્ટેમ્બરે થશે

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત ૧૦મી ઓક્ટોબરે થશે અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બર, […]

ભારતમાં જળ સંરક્ષણ એ એક નીતિ નહીં પરંતુ પ્રથા છેઃ નરેન્દ્ર મોદી

ગુજરાતમાં જળ સંયત જનભાગીદારી પહેલ શરૂ કરાઈ પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયાં કાર્યક્રમમાં નવી દિલ્હીઃ વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે […]

સરકારી કર્મચારિઓએ કર્મયોગી એપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે

અમદાવાદઃ સરકારની નવી ગાઈડ લાઇન બહાર આવી ગઈ છે જેને લઈને સચિવાલયના કર્મચારિઓને હવે કર્મયોગી એપલિકેશનમાં રજિસ્ટર્ડ કરાવું ફરજિયાત બન્યું છે. સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ […]

ગુજરાતઃ 3 વીજ મથકોને સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ વીજ મથકોમાં 800 મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં 800 મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં 2400 મેગાવોટનો વધારો થશે. હાલ 24962 મેગાવોટ પરંપરાગત અને […]

ગુજરાતઃ નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

નડિયાદના પરેડ ગ્રાઉન્ડ હજારોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા તિરંગો લહેરાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કર્યાં હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ અમદાવાદઃ આજે નડિયાદ ખાતે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો. નડિયાદના પરેડ ગ્રાઉન્ડ […]

ગુજરાતમાં ડ્રગ્સ નાબુદી અભિયાન તેજ બન્યું, સાત દિવસમાં રૂ. 836 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદઃ ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામે મક્કમતાથી આરપારની લડાઈ લડવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી દીધી છે. છેલ્લા એક અઠવાડીયામાં એટલે કે તા.1લી ઓગષ્ટથી તા.7મી ઓગષ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 […]

ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ભૂપેન્દ્ર પટેલે તાગ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત  સાત જિલ્લાઓના કલેક્ટરો  અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું […]

ગુજરાતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 136 જેટલી રથયાત્રાઓ યોજાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું […]

ગુજરાત: પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો

અમદાવાદઃ જળવ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન (SSJA) નો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે, અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો કર્યો છે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code