દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂં 2023-24 નું બજેટ છેઃ CM ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વર્ષ 2023-24ના અંદાજપત્રને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખનારૂં બજેટ ગણાવ્યું છે. નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં સતત બીજીવાર રજુ કરેલા બજેટને મુખ્યમંત્રીએ કોઇપણ નવા કરવેરા વિનાના પ્રજાલક્ષી બજેટ તરીકે આવકારતા કહ્યું કે, કેપિટલ એક્સપેન્ડીચરની જોગવાઇમાં ગયા વર્ષની તુલનાએ 91 ટકાનો વધારો રાજ્યની વિકાસ યાત્રામાં સિમાચિન્હ […]