1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાતમાં જન્મ અને મરણનો દાખલો હવે ઓનલાઈન મળશેઃ સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લોકોને જન્મ અને મરણના પ્રમાણપત્રો માટે સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે. જન્મ અને મરણનો દાખલો ઘરે બેઠા-બેઠા મોબાઈલમાં જ મળી જશે. તેમજ કોવિડને પગલે જન્મ અને મરણની નોંધણીમાં લેટ ફી પણ નહીં વસુલવાના નિર્ણય સરકારે કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતમાં કોરોનાને નાથવા સરકાર હવે આયુર્વેદ અને હોમિયોપેથીનો લેશે સહારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે તેમજ અનેક દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે. બીજી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની આ બીજી લ્હેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જિતવાની […]

તબીબોની ખેંચને પહોંચી વળવા માટે બોન્ડેડ તબીબોને ત્વરિત હાજર થવા આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોવીડના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં  વધારાના તબીબોની આવશ્યકતા ઊભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ […]

ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને નિ:શુલ્ક વેક્સિન અપાશે, સરકારે 1.50 કરોડ ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી

ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને ફ્રી વેક્સિન અપાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય આ માટે સરકારે 1.50 કરોડ રસીકરણના ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે મે મહિનાથી યુવાવર્ગ માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે ત્યારે રાજ્યમાં પણ આગામી 1લી મેથી 18 થી 45 વર્ષની વયના લોકો […]

રાજ્યના વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ ના હોય તો તેઓ પાસેથી ઉચ્ચક દંડની જ વસૂલાત કરાશે

રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય પૂરતા દસ્તાવેજ ના હોય તો વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલાશે આ રીતે વાહન ચાલકોને એક રીતે રાહત મળશે અમદાવાદ: હાલમાં કોરોના સંક્રમણના સંજોગોમાં રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલાત કરવાની સૂચનાઓ સીએમ રૂપાણીએ આપી છે. આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું […]

કોરોનાને લીધે સરકારે તુવેર, રાયડો, અને ચણાની ટેકાની ખરીદી 10મે સુધી સ્થગિત કરી

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. સરકારી તંત્ર કોરોનાને કાબુમાં લેવામાં રોકાયેલું છે. ત્યારે હાલમાં ચાલતી તુવેર ,રાયડો અને ચણાની ટેકાના ભાવે થતી ખરીદી આગામી તા.10 મેં સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 13,105 કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે હજુ પણ આ કેસ ઘટે તેવી કોઈ આશા દેખાતી નથી. ત્યારે રાજય સરકારે એપીએમસીમાં […]

કોરોનાનો સાથે મળીને સામનો કરીશું તો આપણી જીત નિશ્વિત છેઃ મુખ્યપ્રધાન રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત […]

અમદાવાદમાં કોરોનાની સામે તંત્ર સાબદુઃ 1200થી વધારે સંજીવની રથ દોડતા કરાયાં

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ કાર્યકરી રહી છે. સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવાની સાથે ઓક્સિજનની અછત દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલ 30 હજાર જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં 20 હજારથી વધારે મેડિકલ ટીમો […]

કેન્દ્ર સરકાર ગુજરાતને કોરોનાના દર્દીઓ માટે 1,63,500 રેમડેસિવિરના ઈન્જેક્શનનો જથ્થો આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000થી વધુ નોંધાય રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરતો જથ્થો ન હોવાની બુમરાણ વધી રહી છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતા નહીં હોવી બુમો ઊઠી છે.  જેનાથી દર્દીઓ તેમજ પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે  કેન્દ્ર સરકારે દેશનાં 19 રાજ્યમાં આગામી 10 દિવસમાં  રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે, જેમાં […]

સરકાર લોકડાઉન કરવાના મુડમાં નથી, બીજી તરફ જનતાનો સ્વૈચ્છિક લોકડાઉનનો મીજાજ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ પ્રતિદિન 12000ને વટાવી રહ્યા છે. સત્તાધિશો આ વખતે લોકડાઉન કરવાના મુડમાં નથી. બીજીબાજુ લોકોમાં કોરોનાના સંક્રમણનો ડર સતાવી રહ્યો છે. ત્યારે હવે લોકો સ્વૈચ્છાએ જ લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. હાલમાં ગુજરાતના 10 ટકાથી વધુ વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ સિવાય મોટા ભાગના વેપાર ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતનાં ચાર મોટાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code