1. Home
  2. Tag "CM RUPANI"

કોરોના વોરિયર્સની તપસ્યાથી કોરોના હારશે અને ગુજરાત જીતશેઃ CM રૂપાણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના વોરિયર્સ તબીબો અને મેડિકલ સ્ટાફ સતત 24 કલાક કામગીરી કરી રહ્યો છે. કોરોના વોરિયર્સની આ કામગીરીને મુખ્યમંત્રીએ તપસ્યા સમાન ગણાવી હતી. તેમજ કોરોના હારશે અને ગુજરાત જીતશે તમારા ઉપર સૌને આશા છે તેમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય […]

ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવીઃ પોઝિટિવ કેસ ઓછા હોય તો ઈન્જેક્શનની માગ વધુ કેમ?

અમદાવાદ:    ગુજરાતમાં કોરોના અંગે ઊભી થયેલી સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે ગુરૂવારે વધુ સુનાવણી  હાથ ધરવામં આવી હતી. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. […]

ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, ધો-10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આરોગ્યને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ધો-10 અને ધો-12ની બોર્ડની […]

મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછતઃ ગુજરાત સપ્લાય કરશે ઓક્સિજન

મહારાષ્ટ્રને 100 મેટ્રીક ટન ઓક્સિજન સપ્લાય કરશે છત્તીસગઢ પણ 100 મેટ્રીક ટન ઓક્સિજન પુરો પાડશે મહારાષ્ટ્રમાં સરકારે આકરા નિયંત્રણો નાખ્યાં અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. દર્દીઓ માટેના ઓક્સિજનની અછતથી પણ હોસ્પિટલો પ્રભાવિત છે. ત્યારે ગુજરાત  […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જ્ઞાન સાથે કૌશલ્યનું સમાયોજનઃ PMએ વાઇસ ચાન્સેલર કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ

અમદાવાદઃ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટે ‘ઈમ્પિલિમેન્ટિંગ NEP 2020 ટુ ટ્રાન્સફોર્મ હાયર એજ્યુકેશન ઈન ઈન્ડિયા’ની થીમ સાથે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક બેઠક અને નેશનલ વાઇસ ચાન્સેલર કોન્ફરન્સનો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ-શુભારંભ કરાવાયો હતો. ડૉ બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી અવસરે એસોશિએશન ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીઝ સહયોગથી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના યજમાન […]

ગુજરાતમાં હવે કોરોના પીડિત દર્દીને હોસ્પિટલમાંથી મળશે રેમડેસિવિર ઈન્જેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી છે. તેમજ દર્દીઓના સજાઓ કલાકો સુધી લાઈનમાં ઉભા કરીને મેડિકલ સ્ટોરમાંથી ઈન્જેકશન મેળવે છે. દરમિયાન રાજ્ય સરકારે રેમડેસિવિર ઈજન્કેશનના જથ્થાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર સમક્ષ અરજી કરનારી હોસ્પિટલને મંજૂરી પ્રમાણે ઈન્જેકશન આપવામાં આવશે. તેમજ કોઈપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે […]

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ગુરૂવારે હાઈકોર્ટમાં એફિડેવિટ સાથે જવાબ રજુ કરશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટે સુઓમોટા દાખલ કરીને સરકાર પાસે જવાબ માગ્યો હતો. જેની વધુ સુનાવણી આવતીકાલ તા. 15મી એપ્રિલનો રોજ હાથ ધરાશે.રાજ્ય સરકાર દ્વારા કોવીડ સારવાર માટે કરેલી કામગીરીનો અહેવાલ રજુ કરવા માટે થઈને આરોગ્ય વિભાગ અને કાયદા વિભાગ દિવસ રાત એક કરીને જવાબ તૈયાર કરી રહી છે. આ મુદ્દે ગુજરાત રાજ્યના […]

શહેરોમાં ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધારે સુદ્રઢ બનાવવા CM રૂપાણીએ કરી તાકીદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચિંતામાં મુકાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આઠેય કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. કોરોના ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધારે સુદ્રઢ બનાવવા સૂચના આપી હતી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી. […]

કોરોનાનું સંક્રમણ વધી ગયા બાદ દર્દી હોસ્પિટલ આવતા મોત વધ્યાઃ સીએમ રૂપાણી

ધન્વંતરી રથનું કર્યું લોકાર્પણ રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે અમદાવાદઃ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યાં બાદ દર્દીઓ હોસ્પિટલ આવે છે જેના કારણે મોત થાય છે. જેથી જો પહેલા જ ટેસ્ટ કરાવી લેવાને સારવાર શરૂ કરવામાં આવે તો મૃત્યુ ઘટાડી શકાય છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. સંક્રમિતોને તાત્કાલિક સારવાર મળે તે સરકારની પ્રાથમિકતા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા CM રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને લખ્યો પત્ર

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કરી અપીલ અગાઉ કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ હતી રજૂઆત ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે.  20 જેટલા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે. ઘણા શહેરોમાં તો વેપારી મંડળોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યો છે આવી સ્થિતિમાં તા.18મી એપ્રિલનો રોજ  યોજાનારી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવા કોંગ્રેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code