1. Home
  2. Tag "CM RUPANI"

અમદાવાદની રથયાત્રા-2021: સીએમ રૂપાણીએ કરી મંદિરમાં આરતી, Dy.CM નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળી મુખ્યમંત્રી રૂપાણીએ કરી મંદિરમાં આરતી સાથે Dy.CM નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથ શહેરની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે ભગવાન યાત્રા પર નીકળે તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ મંદિરમાં આરતી કરી છે અને તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ […]

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાને જગન્નાથ મંદિરની મુલાકાત કરી દર્શન-અર્ચન કર્યા

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સીએમ અને નાયબ મુખ્યમંત્રીએ જગન્નાથજી મંદિરની મુલાકાત કરી જગ્ન્નાથ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા રથયાત્રાએ ધાર્મિકની સાથોસાથ લોકોત્સવ પણ છે: CM રૂપાણી અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના સીએમ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જગ્ન્નાથ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક આરતી અને દર્શન અર્ચન કર્યા હતા. તેમણે […]

સુરતમાં CM રૂપાણીએ 115માં બ્રિજનું કર્યું લોકાર્પણ, કહ્યું – અમે લોકોને ઘરનું ઘર આપવા ઠાલા વચનો આપીને છેતર્યા નથી

આજે સુરતની મુલાકાતે છે સીએમ વિજય રૂપાણી સીએમ રૂપાણીએ અનેક પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ આ દરમિયાન કોંગ્રેસ અને આપ પર પણ નિશાન સાધ્યું સુરત: આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ ત્યાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. સુરતા પાલ ઉમરા બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 90 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના કારણે […]

અમદાવાદ અષાઢી બીજના દિવસે જગન્નાથજીમય બનશેઃ સરકારે રથયાત્રાને આપી શરતી મંજૂરી

અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢાષી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ રથયાત્રામાં માત્ર પાંચ વાહનો સામેલ થઈ શકશે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં. અમદાવાદમાં દર વર્ષે […]

કોરોના રસીની અછતઃ ગુજરાતમાં 3 દિવસ માટે રસીકરણ અભિયાનને લાગી બ્રેક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકારે કમર કસી છે કોરોનાને ડામવા માટે માત્ર રસી જ રામબાણ ઈલાજ છે. જેથી સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, વેક્સિનના સ્ટોકના અભાવે રસીકરણ અભિયાન હાલ 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. આ […]

કેન્દ્ર સરકાર દ્વારા અલાયદું સહકારી મંત્રાલય બનાવવાના નિર્ણયને CM રૂપાણીએ આપ્યો આવકાર

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટના વિસ્તરણ પહેલાં એક નવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કો-ઓપરેશન બનાવ્યું છે. મોદી સરકાર આ મંત્રાલયની મદદથી પોતાના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરશે. આ મંત્રાલય દેશમાં સહકારી આંદોલનને મજબૂત કરવા માટે અલગથી પ્રશાસનિક, કાયદાકીય અને નીતિગત માળખું ઉપલબ્ધ કરાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મંત્રાલયને લઈને ટ્વિટ કરી હતી. રૂપાણીએ ટ્વિટમાં […]

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીએ બંધ બારણે શું ગુફતેગુ કરી ?

ગાંધીનગરઃ રાજ્યમાં ભાજપ સરકાર અને ભાજપના સંગઠન વચ્ચે કોઈ તાલમેલ ન હોય આ મુદ્દે સંગઠમાં જ ફરિયાદો ઊઠી હતી. પ્રદેશના પ્રભારીએ પણ આ મુદ્દે નોંધ લીધી હતી. અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ બાબતે સુચના આપી હતી. આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પક્ષના પ્રમુખ પાટીલ મળવા માટે ગયા હતા. બે કલાક સુધી બંધ […]

ગુજરાતમાં વિપક્ષને કોઈ મુદ્દો ન મળે તે માટે ભાજપ સરકાર દરેક જિલ્લામાં લોકપાલની નિમણૂંક કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ દેરાતંબુ તાણીને લોકસંપર્ક શરૂ કરી દીધો છે. આપના ગુજરાત પ્રવેશથી ભાજપ સરકાર એક્શન મોડ પર આવી ગઈ છે અને ‘આપ’ ને કોઈ રાજકીય મુદ્દો જ ના મળે અને એના સુપ્રીમો કેજરીવાલની ભૂતકાળની લડતનું ભૂત ગુજરાતમાં પણ ફરી ના સળવળે એ […]

યુગાન્ડાના ભારત સ્થિત હાઈકમિશનરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીધી મુલાકાત

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનરએ ગાંધીનગરમાં  સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના એમ.એસ.એમ.ઇ સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈકમિશનરની ટીમને ગુજરાતના […]

ગુજરાતઃ હવે દર બુધવારે કોરોનાની વેક્સિન નહીં અપાય, જાણો કેમ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝબેશ આદરી છે. ત્યારે અમદાવાદ સહિતનાં શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ ‘મમતા દિવસ’એ બાળકોનું રસીકરણ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code