1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસીઃ આગામી વર્ષોમાં 528 જેટલા ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું કરાશે

અમદાવાદઃ ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. તેવો આશાવાદ વ્યક્ત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-2021ની જાહેરાત કરી છે. તેમજ રાજ્ય સરકાર ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ. 10 હજારની સબસિડી આપશે. મુખ્યમંત્રી […]

માછીમારોને વધુ સહાય આપવા સરકાર કંઈ કરતી નથી, સરકારના મંત્રીએ જ બળાપો કાઢ્યો

ગાંધીનગર : ગુજરાત ભાજપમાં શિસ્તને કારણે અસંતોષ હોય તો પણ કોઈ મંત્રી કે પક્ષના ધારાસભ્ય સરકાર સામે ભાગ્યે જ બળાપો ઠાલવતા હોય છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ માછીમારોના પ્રશ્ને સરકાર સામે જ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં માછીમારોને કશું આપવામાં આવતું જ નથી. ગુજરાતના માછીમારોની સમસ્યા અને તેમને સહાય મુદ્દે ગુજરાત […]

ગુજરાતમાં માસ્કનો દંડ રૂપિયા 1000થી ઘટાડીને 500 કરવા સરકાર હાઈકોર્ટમાં રજુઆત કરશે

અમદાવાદઃરાજ્યમાં છેલ્લા સવા મહિનાથી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે. કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધી છે. કોરોનાનો ત્રીજો વેવ આવે તેવી શક્યતા પણ છે. ત્યારે કોરોનાનું સંભવિત સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવું જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ માસ્ક ન પહેરનારા પાસેથી હાલ રૂપિયા 1000નો દંડ વસુલવામાં આવે છે. હવે ગુજરાત […]

ગુજરાતના 14 આદિજાતિ જિલ્લાના સવા લાખ ખેડૂતોને ખાતર-બિયારણની ટૂલ કિટ અપાશે

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના 14 આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. 31 કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે. રાજ્ય સરકારે પાછલા એક દશક એટલે કે 10 […]

હવે ગુજરાત બનશે પ્રદુષણ મૂક્તઃ- સીએમ રુપાણી એ ઈ-વાહનોને લઈને 4 વર્ષ માટે આ ખાસ પોલિસી જાહેર કરી

સીએમ રુપાણીએ કરી મોટી જાહેરાત ઈવ્હિકલ માટે મળશે હવે સબસિડી આ યોજના 4 વર્ષ માટે અમલી બનશે ગુજરાતને પ્રદૂષણ મૂક્ત બનાવવાની પહેલ   ગાંઘીનગરઃ– આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગાંઘીનગર ખાતે એક ખાસ પ્રેસ કોન્ફોરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ઈ-વાહનોને લઈને મોટી જાહેરાત કરી છે,ઉલ્લેખનીય છે કે જે રીતે હાલ પેટ્રોલ અને ડિઝલના […]

ગુજરાતમાં 18 થી 44 વર્ષની વય જૂથની વ્યક્તિઓને પણ હવેથી વૉક-ઈન વૅક્સિનેશનઃ CM રૂપાણી

અમદાવાદઃ  કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા તા. 21મી જૂનને સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વેક્સિનેશન માટે સહુ સજાગ થાય અને હર એક વ્યક્તિ વેક્સિન લે એટલું જ નહીં વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. તેમ મુખ્યમંત્રી વિજય […]

જુલાઈ મહિનામાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવાની વિચારણા, મોદી સરકારે વિવિધ રાજ્ય સરકારો પાસેથી લેશે અભિપ્રાય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ધબકતું થયું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાથી સ્કૂલો ફરીથી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવી […]

ગુજરાત સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણનો CM રૂપાણીએ કર્યો ઈન્કાર

રાજ્યભરમાં યોગ દિવસની ઉજવમી બોર્ડ-નિગમમાં નિમણુંકનો કર્યો ઈન્કાર અમદાવાદ: ગુજરાતની મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રી મંડળનું વિસ્તરણ અને બોર્ડ-નિગમમાં નિમણુંકની ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકીને જણાવ્યું હતું કે, હાલ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નથી. આ ઉપરાંત બોર્ડ નિગમમાં પણ હાલ કોઈ નિમણૂકો નહીં થાય. […]

વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો

અમદાવાદઃ પરંપરાગત ખેતીની દિશા બદલવામાં નેનો ટેકનોલોજીથી બનેલું નાઇટ્રોજન યુક્ત નેનો યુરિયા લિક્વિડ ખાતર ધરતીપુત્રો માટે ઉપયોગી બનશે તેવો મત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ઇફકો-કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ એવા પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુરિયાની વ્યાપક […]

અંબાજીમાં માતાજીના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા દર્શન

અમદાવાદઃ મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં માતાજીની આરતી કરી સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃધ્ધિ અને સલામતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંજલિબહેન રૂપાણી સાથે આદ્યશકિત મા અંબેના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code