1. Home
  2. Tag "cm yogi"

ઉત્તરપ્રદેશઃ હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ, 50ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી જતા મહિલાઓ અને બાળકો સહિત 50 વ્યક્તિના મોત થયાનું આશંકા વ્યક્ત થઈ રહી છે. સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે, તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ દૂર્ઘટનાને પગલે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. સમગ્ર […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક દરમિયાન 121 વૈદિક બ્રાહ્મણોનું નેતૃત્વ કરનાર મુખ્ય પૂજારી કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે વારાણસીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ લગભગ 86 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. આચાર્યના નિધનના સમાચાર મળતાં જ કાશીના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતની ગણતરી કાશીના વરિષ્ઠ વિદ્વાનોમાં થાય […]

હેડલાઈનઃ ઉત્તરપ્રદેશના સીએમ યોગીની સુરક્ષામાં કરાશે વધારો

સ્કૂલવાન સંચાલકોની હડતાળ સમેટાઈ ગુજરાતમાં વાલીઓને મળી મોટી રાહત…. સ્કૂલવાન સંચાલકોએ હડતાળ સમેટી…. આરટીઓ પાર્સિંગ મામલે સ્કૂલવાન સંચાલકોને મળી છૂટ ટેટ-ટાટ ઉમેદવારો મામલે સીએમ પટેલે યોજી બેઠક ગુજરાતમાં ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક, શિક્ષણ વિભાગના સચિવ હસમુખ અઢિયા પણ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત…. નીટની પરિક્ષા મામલે કોંગ્રેસ આક્રમક નીટ પરીક્ષામાં કથિત ગેરરીતી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 જૂને ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 અને 19 જૂન, 2024ના રોજ ઉત્તરપ્રદેશ અને બિહારની મુલાકાત લેશે. 18મી જૂને સાંજે 5 વાગ્યે પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. સાંજે લગભગ 7 વાગ્યે પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીના સાક્ષી બનશે. રાત્રે લગભગ 8 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે. 19મી […]

ઉત્તરપ્રદેશમાં બકરી ઈદના પર્વ પર રસ્તા ઉપર નમાઝ નહીં પઢી શકાય, CM યોગીએ અધિકારીઓને આપ્યાં આદેશ

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા તથા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભક્તો માટેની સુવિધાઓ અંગે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તહેવારોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સીએમ યોગીએ અધિકારીઓને જરૂરી નિર્દેશો આપ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે, 16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરી ઈદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં […]

સપાના સાંસદ અફઝલ અન્સારીએ સીએમ યોગીના કર્યાં વખાણ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થયો છે, તેમજ ભાજપાની બેઠકો ઘટીને 240 જેટલી થઈ છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપાનું ભારે નુકશાન થયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપાને જે બેઠકો મળી છે, તે મામલે સમાજવાદી પાર્ટીના નેતા અફઝલ અંસારીને સીએમ યોદી આદિત્યનાથની પ્રશંસા કરી છે. સપાના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું કે, યોગી આદિત્યનાથના ચહેરા, પ્રયાસો અને […]

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની પત્ની સાથે મંગવાલના એક ગામમાં મતદાન કર્યું હતું. […]

ગોરખપુરમાં મતદાન કર્યા બાદ સીએમ યોગીએ ભાજપની જીતનો દાવો કર્યો

ગોરખપુરઃ શનિવારે અહીં મતદાન કર્યા બાદ સીએમ યોગીએ પત્રકારોને કહ્યું કે, “દેશની જનતાના મજબૂત સમર્થન અને આશીર્વાદથી જ્યારે લોકસભા ચૂંટણીના વિવિધ તબક્કામાં મતદાનનો નિર્ણય 4 જૂને આવશે, ત્યારે ફરી એકવાર મોદી સરકાર આવશે. જંગી બહુમતી સાથે રચાશે. “જનતાએ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ […]

ઉત્તરપ્રદેશમાં ભાજપને સમર્થન કરતી મુસ્લિમ મહિલા અને તેના પરિવારજનો ઉપર હુમલો

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને ભાજપના સમર્થન કરનાર મુસ્લિમ મહિલા કાર્યકર્તા અને તેમના પરિવાર સાથે મારા-મારીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, સબા નાજ નામની મહિલાનો દીકરો અને દીકરી ઘરની બહાર બેસીને સાંજના સમયે લોકસભા ચૂંટણી મામલે વાત […]

લોકસભા ચૂંટણીઃ રાજનાથસિંહે રોડ-શો યોજીને લખનૌ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code