1. Home
  2. Tag "Cmo"

ગુજરાતઃ દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા પોલીસે રણનીતિ તૈયાર કરી

અમદાવાદઃ દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. બીજી તરફ દરિયાકાંઠાની સુરક્ષા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ સહિતની પ્રવૃતિઓને અટકાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સંદીપસિંઘે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારે ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ […]

‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’સ્કીમની જાહેરાત

અમદાવાદઃ ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની આ ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં જાહેર કરી હતી. વડાપ્રધાને આગામી 2047માં દેશ આઝાદીની શતાબ્દી મનાવે ત્યાં સુધીમાં આત્મનિર્ભર ભારતનો કોલ સાકાર કરવાનું વિઝન આપ્યું છે. તેમણે આયાત પર નિર્ભરતા ઘટાડવા સાથે ઊર્જા સ્વનિર્ભરતા વધારવાનો અને કોરોના મહામારી પછીના […]

ગુજરાત દેશનું પ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી બનાવનાર રાજ્યઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે પોતાની સેમિકન્ડકટર પોલીસી બનાવી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ અને સ્પાર્ટઅપ્સ સાથે મળીને ગુજરાત ટેકડેમાં પ્રવેશ કરવામાં મદદ કરી શકે છે. તેમ સુરેન્દ્રનગરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું કે […]

ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકે તે માટે સરકારે પેરા સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવી જોઈએઃ ભાવિના અને સોનલ પટેલ

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 સમિટ 2022ના આજે બીજા દિવસે ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરનાર ખેલાડી સોનલ પટેલ અને ભાવિના પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ખેલાડીઓને વધુ સારી સુવિધા પુરી પાડવાની સાથે નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે પેરા સ્પોટર્સ પોલીસી જાહેર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ […]

સરદાર પટેલની વિશાળ પ્રતિમા પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની ફિલસૂફી છેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુજરાતના કેવડિયા ખાતે પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની સામે દેશના પર્યાવરણીય વિકાસની વિશિષ્ટ હસ્તકલા અને સ્થાપત્યની સાથે વિકાસની આ ફિલસૂફી જોઈને તમામ મંત્રીઓ અને અધિકારીઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે તે ચોક્કસપણે એક પ્રકારની એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના છે. […]

રાજ્યના 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહતદરે સીંગતેલનું વિતરણ

અમદાવાદઃ જરૂરિયાત મંદ લોકોને નિયમિત રાશન મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગરીબ પરિવારનો સીંગતેલનું વિતરણ કરશે. રાજ્યના લગભગ 71 લાખ રાશન કાર્ડ ધારકોને રાહતદરે સીંગતેલનો લાભ મળશે. દિવાળીના તહેવારો દરમિયાન સરકાર દ્વારા ગરીબ પરિવારોને રાહત દરે એક કિલો સિંગતેલ આપવામાં આવશે. અન્ન નાગરિક […]

ગુજરાતમાં નવા 40 સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે

અમદાવાદઃ રાજયમાં પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવીને કહ્યું હતું કે, રાજ્યમાં સામાન્ય, આદિજાતિ અને અનુસુચિત જાતિ વિસ્તારમાં અનુક્રમે 20, 10 અને 10 એમ કુલ 40 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે. જેમાં પશુચિકિત્સા અધિકારી તેમજ એટેન્ડેન્ટ અને પટાવાળાની જગ્યાઓ પણ મંજુર કરવામાં […]

પ્રથમ નોરતે અમદાવાદીઓને મળશે મેટ્રો ટ્રેનની ભેટઃ PM મોદી શુભારંભ કરાવે તેવી શકયતા

અમદાવાદઃ શહેરમાં ગણા વર્ષોથી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે અને કામગીરી પૂર્ણતાના આરે છે, દરમિયાન આગામી દિવસોમાં શહેરીજનોને મેટ્રો ટ્રેનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. નવરાત્રિ મહોત્સવના પ્રથમ નોરતે જ શહેરીજનોને મેટ્રો સેવાનો લાભ મળતો થવાની શકયતા છે. PM મોદી નવરાત્રિના પહેલા દિવસે જનતાને મેટ્રો ટ્રેનની ગિફટ આપશે. અમદાવાદ શહેરમાં મેટ્રો […]

અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન: પીએમ નરેન્દ્ર મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું કે, અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન છે. ‘કેન્દ્રની અને રાજ્યની એમ ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો જનતાને મળી રહ્યા છે. આવી જનહિતની યોજનાઓના કરોડો લાભાર્થીઓના આશીર્વાદ […]

ભાદરવી પૂનમનો મેળોઃ અંબાજીમાં 3 દિવસમાં 8.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં

અમદાવાદ : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યાં છે. એટલું જ નહીં અંબાજી તરફના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યાં છે. બનાસકાંઠામાં મા અંબાનાં ધામે ભક્‍તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. ત્‍યારે અંબાજીમાં ત્રીજા દિવસે 2.56 લાખથી વધુ શ્રદ્વાળુઓએ દર્શન કર્યા છે. ત્રણ દિવસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code