1. Home
  2. Tag "Cmo"

નર્મદા ડેમની જળસપાટી 137.13 મીટર ઉપર પહોંચાઈ, 97 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતની જીવાદેરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન જળસપાટી 137.13 મીટર પહોંચી છે. નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, હાલ ડેમ લગભગ 97 ટકા જેટલો ભરાયેલો હોવાનું જાણવા મળે છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક ઘટી […]

પંજાબ સરકારના અનેક વિભાગના કર્મચારીઓને હજુ સુધી નથી મળ્યો પગાર !

નવી દિલ્હીઃ પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા ગરીબો અને અન્ય લોકોને વીજળી સહિતની વસ્તુઓમાં રાહત આપવામાં આવી રહી છે, આ વિવિધ લ્હાણીનો મુદ્દો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, એટલું જ નહીં રેવડી કલ્ચર અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. દરમિયાન પંજાબ સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને હજુ સુધી પગાર મળ્યો નહીં હોવાનું જાણવા […]

ઢોર નિયંત્રણનો કાયદો રદ કરાવવા માલધારી સમાજના એક લાખ લોકો ગાંધીનગરમાં ઉમટી પડશે

ગાંધીનગરઃ રાજ્યના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરના ત્રાસને લીધે હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝૂબંશને કારણે માલધારી સમાજ સરકાર સામે નારાજ થયો છે. તાજેતરમાં અમદાવાદમાં માલધારી સમાજની રેલી પણ યોજવામાં આવી હતી. માલધારી સમાજના અનેક પ્રશ્નો જેવા કે, રખડતા ઢોર નિયંત્રણ કાયદો, ગૌચર જમીન પરના દબાણો દૂર […]

પપૈયાના વાવેતરની દૃષ્ટિએ દેશના તમામ રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ગુણકારી ફળપાક એવા પપૈયાની ખેતી વિવિધ સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્નો કરે છે. જેથી રાજ્યના ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાકની ખેતી દ્વારા સારી આવક ઊભી કરી પોતાની આવક બમણી કરી શકે. તેમણે ઉત્પાદન અંગે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં […]

ગુજરાતઃ 35 હજાર હેકટર પિયત વિસ્તારને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવાશે

અમદાવાદઃ ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35,000 હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે પુરતી પાણી મળી રહેશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે 35 હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ […]

નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારોઃ 1.61 લાખ ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 1.61 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં […]

છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં સરકારે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણનો નિર્ણય કર્યો હતો. દરમિયાન છોટાઉદેપુર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુરમાં સુચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડીંગ, સ્ટાફ […]

ગુજરાતના 140 તાલુકામાં વરસાદ વરસ્યો, લખપતમાં ચાર ઈંચ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સિઝનના બીજા રાઉન્ડમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 93 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યના 140 તાલુકામાં ધમધોકાર વરસાદ નોંધાયો હતો. લખપતમાં 4 ઇંચ, અબડાસા અને રાપરમાં દોઢ […]

ઝારખંડઃ 3 વર્ષના સમયગાળામાં વિવિધ એન્કાઉન્ટરમાં 51 નક્સલવાદી ઠાર મરયાં, 1526ની ધરપકડ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નકસલી પ્રવૃતિને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન ઝારખંડમાં 2019થી 2022 સુધીના 3 વર્ષના ગાળામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં કુલ 51 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે ઘણા ટોચના કમાન્ડરો સહિત 1526 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક નીરજ સિન્હાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક મારઃ દૂધના ભાવમાં લીટરે રૂ. 2નો વધારો

નવી દિલ્હીઃ દેશમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે મોંઘવારીમાં પીસાતી જનતાની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. હવે સૌથી મોટી દૂધ સપ્લાય કરતી કંપનીઓમાંની એક અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ દૂધનું વેચાણ કરે છે, તેણે અમૂલ દૂધના ભાવમાં 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code