1. Home
  2. Tag "Cmo"

ભાભરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો જોડાયાં

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રાની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના કેમ્પસથી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર દામીનીબેન સોની અને કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી […]

પશ્ચિમ બંગાળના 8 IPS અધિકારીઓને કોલસા કૌભાંડમાં ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે બીજી તરફ હવે કોલસા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ આઠ આઈપીએસ અધિકારીઓને સમન્સ જારી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ આવતા અઠવાડિયે હાજર રહેવા તાકીદ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ કૌલસામાં આઠ આઈપીએસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવતા તરેહ-તરેહની […]

પાલિતાણાની સર માનસિંહજી હોસ્પિટલ હવે બનશે અત્યાધુનિક

અમદાવાદઃ પાલિતાણાની સરકારી હોસ્પિટલ-સર માનસિંહજી હોસ્પિટલને તમામ સ્વાસ્થ્ય -સુવિધા સાથે અપગ્રેડ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કર્યો છે. આજે નવી દિલ્હી ખાતે આ માટે રૂ. 45 કરોડની ફાળવણી માટે સંમત્તિ આપી દેવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત કરી હતી અને તેની સાથે જ તેને […]

દેવભૂમિદ્વારકાઃ 1200 વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં સુધારો થવાની સાથે ખાનગી સ્કૂલ સંચાલકોથી મનમાનીથી કંટાળેલા વાલીઓ પોતાના સંતાનોને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 1200થી વધારે વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે. જેમાં જામકલ્‍યાણપુર તાલુકામાં 333, દ્વારકા તાલુકામાં 182, ખંભાળિયા તાલુકામાં 483 તથા ભાણવડ તાલુકામાં 223 સમાવેશ […]

ગુજરાતમાં મેઘમહેરઃ અત્યાર સુધીમાં સિઝનનો 76 ટકા વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને રાજ્યના મોટાભાગના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 76 ટકા સુધી વરસાદ વરસી ચુક્યો છે. દરમિયાન 24 કલાકમાં 100થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ […]

અમદાવાદ, સુરત, ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂર

અમદાવાદઃ રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને સરકારે મંજૂર કરી છે. તેમાં સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની 1 ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 27 ભટાર-મજૂરા, […]

રાજ્યમાં સીઝનનો કુલ 76.21 ટકા વરસાદ વરસ્યો, ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય […]

ગુજરાતઃ તરણેતરના લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન કરાયું

લમ્પી વાયરસને પગલે પશુમેળો નહીં યોજાય બે વર્ષ બાદ તરણેતરના મેળાનું કરાયું આયોજન અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં હજારીની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેમજ હરણેતરના મેળાની ખ્યાતિ માત્ર ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફેલાયેલી છે. દરમિયાન તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આગામી 1લી સપ્ટેમ્બર થી 3જી સપ્ટેમ્બર દરમિયાન 17મા ગ્રામીણ ઓલમ્પિકનું […]

ગુજરાતમાં 20 જિલ્લામાં લમ્પી વાયરસનો હાહાકાર, અત્યાર સુધી 1400થી વધારે પશુના મોત

અમદાવાદઃ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસએ હાહાકાર મચાવ્યો છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 1400થી વધારે પશુઓના મોત થયાં હતા. બીજી તરફ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં રાજ્યના 20 તાલુકામાં 1935 ગામમાં લમ્પી વાયરસના કેસ સામે આવ્યાં છે. તેમજ 8 લાખથી વધારે પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું […]

અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવનો વિકાસ કરાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code