1. Home
  2. Tag "Cmo"

ગુજરાતઃ તમામ યાત્રાધામો હવે સોલાર વીજળીથી ઝળહળી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામો ઉપર દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. આ દર્શનાર્થીઓની સુવિધાને લઈને યાત્રાધામોમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. હવે આ યાત્રાધામો સોલાર વીજળીથી ઝગમગતા જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના મોટાભાગના યાત્રાધામોમાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 3 […]

વડોદરાઃ બે વર્ષમાં ફરતા પશુ દવાખાના મારફત 1.07 લાખ પશુઓની નિશુલ્ક સારવાર કરાઈ

અમદાવાદઃ રાજ્યના પશુપાલન વિભાગે પશુ આરોગ્યની રક્ષા માટે GVKEMRI ના સહયોગથી 108 જેવી સેવાઓ આપતાં ફરતા પશુ દવાખાના સમગ્ર રાજ્યમાં ચાલુ કર્યા છે. એક મોબાઈલ એનિમલ ડિસ્પેન્સરી સાથે 10 ગામ જોડવામાં આવ્યા છે જેની નિર્ધારિત સમય પ્રમાણે મુલાકાત લઈને આ દવાખાના પશુ આરોગ્ય રક્ષાની સેવા વિનામૂલ્યે આપે છે. વડોદરા જિલ્લામા પશુઓની જીવાદોરી  સમાન ફરતા પશુ […]

મહારાષ્ટ્રઃ શિવસેનાએ મુખપત્ર સામનામાં બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સામે બઢાપો કાઢ્યો હતો. તેમજ લખ્યું હતું કે, રાજનીતિમાં બધું જ અસ્થિર હોય છે અને બહુમત તેનાથી પણ વધારે ચંચળ હોય છે. શિવસેનાની ટિકિટ અને પૈસા ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો બીજેપીની માયાજાળમાં ફસાઈ ગયા છે. મુખપત્રમાં બળવાખોરોને સવાલ કરવામાં આવ્યો […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યોની હાજરી

રાજકીય સંકટ વચ્ચે બેઠક યોજાઈ બેઠકમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર રાજકીય સંકટ ઉભુ થયું છે દરમિયાન શિવસેનાના નારાજ 42 જેટલા ધારાસભ્ય પોતાની સાથે હોવાનો એકનાથ શિંદેએ દાવો કર્યો હતો. તેમજ સાત જેટલા અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યાનો દાવો કર્યો છે. દરમિયાન હવે ઉદ્ધવ ઠાકરે સાથે આંગળીના વેઢે ગણી […]

ગાંધીનગરઃ બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટે રૂ. 40 કરોડના કામોની દરખાસ્તને મંજૂરી

અમદાવાદઃ ગુજરાત સરકારે બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટેની રૂ. 40 કરોડની દરખાસ્તને માત્ર 1 જ મહિનાના ટુંકા સમયગાળામાં મંજૂરી આપી છે. આ માર્ગને ફોરલેન કરવાના કામો માટેની આપેલી મંજૂરીને પરિણામે ગાંધીનગર જિલ્લાના 6 ગામની અંદાજે 2.31 લાખ જનસંખ્યાને ભવિષ્યમાં અવર-જવર માટે વધુ સુવિધાસભર માર્ગ મળશે. એટલું જ નહિ, મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, […]

સત્તા મેળવવા અને જાળવી રાખવા અમે હિન્દુત્વ મામલે સમાધાન નહી કરીએઃ એકનાથ શિંદે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ ધારાસભ્યો સહિત 46 એમએલએએ બળવો પોકાર્યો છે અને આ ધારાસભ્યો સુરતથી આજે સવાર જ ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે સત્તા મેળવવા અને સત્તાને બચાવી રાખવા માટે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સમાધાન નહીં કરીએ. સુરતથી આજે એકનાથ શિંદે સહિતના શિવસેનાના […]

મુસ્લિમ તૃષ્ટીકરણના આક્ષેપનો સામનો કરતી કોંગ્રેસ અને NCPથી શિવસેનાના ધારાસભ્યો નારાજ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો વધારે ઘેરાયેલા છે, શિવસેના જ ધારાસભ્ય એકનાથ શિંદે સહિત 40 જેટલા ધારાસભ્યોએ સરકાર સામે બળવાનું રણશીંગુ ફુક્યું છે. મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે, એનસીપીના શરદ પવાર અને કોંગ્રેસમાં બેઠકોનો દર શરૂ થયો છે. દરમિયાન શિવસેના ઉપરાંત એનસીપી અને કોંગ્રેસના પણ 70 જેટલા ધારાસભ્યો પણ […]

બનાસકાંઠામાં પાણીની વિકટ સમસ્યા, દરરોજ ટેન્કરના 100થી વધારે ફેરા મારફતે પાણી પુરુ પડવાના પ્રયાસ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, બીજી તરફ ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદ ખેંચાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ બનાસકાંઠાના અનેક ગામોમાં પાણી અને ઘાસચારાની સમસ્યા ઉભી થઈ છે. જેથી રાજ્યમાં ટેન્કર રાજ ખતમ થયાના વાદાઓ વચ્ચે બનાસકાંઠામાં ટેન્કર મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહ્યાંનું જાણવા મળે છે. લગભગ 35 જેટલા […]

ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. […]

ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવી શરૂઃ પાંચેક દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડે છે. રાજ્યમાં ગણતરીના દિવોસમાં જ મેઘરાજાની એન્ટ્રી થશે. પાંચેક દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં પ્રી-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ચોમાસાની આગાહી પૂર્વે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રી-મોનસુનના આયોજન ઉપર કામગીરી તેજ કરાઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code