1. Home
  2. Tag "Cmo"

સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતના યાત્રિકોને રૂ. 15,000 ની આર્થિક સહાય અપાશે

અમદાવાદઃ લેહ-લદ્દાખ ખાતે જૂન મહિનામાં યોજાતી સિંધુ દર્શન યાત્રામાં રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લેહ-લદ્દાખ જાય છે. હવે રાજ્ય સરકારે આ શ્રદ્ધાળુઓને વ્યક્તિ દીટ રૂ. 15 હજારની આર્થિક સહાય કરશે. સિંધુ દર્શન યોજના અંગે સરકારે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં […]

પાલનપુર-મહેસાણામાં નવી સૈનિક સ્કૂલને મંજૂરી, સંતરામપુરમાં વિજ્ઞાનપ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુરમાં નવી સૈનિક સ્કૂલને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલમાં બાળકોને શિક્ષણની સાથે સૈનિક તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી વિસ્તાર સંતરામપુર ખાતે વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે. સરકારના […]

ગુજરાતમાં બે દાયકામાં MSMEની સંખ્યા 2.74 લાખથી વધીને 8 લાખ થઈઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ-૨૦૨૨નાં બીજા સંસ્કરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય કોન્કલેવને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે ઔદ્યોગિક વિકાસનું મુખ્યકેન્દ્ર બન્યું છે. આ પ્રયાસોનાં પરિણામે જ આજે દેશમાં બિઝનેસ કરવા માટે સૌથી વધુ પસંદગીનાં રાજ્યોમાં ગુજરાત અગ્રક્રમે છે. ગુજરાત સરકાર વેપાર-ઉદ્યોગોનાં […]

શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયોઃ સી.આર.પાટીલ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના આઠ વર્ષ પુર્ણ થયા છે. શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોની આશા-અપેક્ષાને પુર્ણ કરવા અનેક યોજના દરેક વર્ગના લોકો માટે જાહેર કરી તેનો લાભ લાભાર્થીને મળે તેની પણ ચિંતા કરી છે. તેમ ગુજરાત ભાજપ પ્રદેશ […]

ગુજરાતઃ નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત અપાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના  જૂન અને જૂલાઇ એમ  વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી […]

બનાસકાંઠાઃ કરમાવત તળાવ ભરવા અંગે મુખ્યમંત્રી અધિકારીઓને આપ્યો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યાં હતા. આમ આગામી દિવસોમાં કરમાવત તળાવ પાણીથી ભરવામાં આવે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા […]

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે, વિકાસલક્ષી કાર્યનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવશે. તા. 28 અને 29મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમિત શાહ આઈપીએલની ફાઈનલ જોવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. […]

ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીનો વપરાશ પણ વધ્યો છે. જેના પગલે અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો છે જેથી પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આવેલા જળાશયોમાં પાણીનો જથ્થો 20 ટકાથી ઓછો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે […]

મહેસાણાના 41 ગામમાં પાણીની વિકટ સમસ્યા, ‘પાણી નહીં તો વોટ નહીં’ની ચીમકી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના અનેક ગામમાં પાણીની વિક્ટ સમસ્યા સર્જાઈ છે. સતલાસણા તાલુકાના 41 ગામમાં પાણીની છેલ્લા એકાદ મહિનાથી પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેથી ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે અને વિશાળ બાઈક રેલી યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સતલાસણા તાલુકાના 41 ગામમાં […]

મધ્યપ્રદેશઃ નર્મદા નદીમાં પ્રવાસીઓ માટે ક્રુઝ સેવાનો આરંભ કરાશે

મુંબઈઃ ગુજરાતમાં નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર ડેમની આસપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણો વિકાસ થયો છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં અહીં મુલાકાતે આવે છે. દરમિયાન મધ્યપ્રદેશમાં પણ નર્મદા નદીના કિનારાના આસપાસના વિસ્તારના વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં ક્રુઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code