1. Home
  2. Tag "Cmo"

ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલઃ સીએમ બિપ્લવ દેવએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યમાં ભાજપની જીત થઈ હતી. તેમજ ચાલુ વર્ષે પણ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ત્રિપુરામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી બિપ્લવ દેવએ રાજીનામું આપ્યું છે. ત્રિપુરામાં ભાજપની સરકાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રિપુરામાં ભાજપ સરકારના મુખ્યમંત્રી બિપ્લવ દેવ ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને […]

સરકાર નિષ્ઠાપૂર્વક સંકલ્પ સાથે લાભાર્થી સુધી પહોંચે તો અર્થપૂર્ણ પરિણામો પ્રાપ્ત થાયઃ PM મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ભરૂચમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘ઉત્કર્ષ સમારોહ’ને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમ જિલ્લામાં રાજ્ય સરકારની ચાર મુખ્ય યોજનાઓની 100% સંતૃપ્તિની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે જરૂરિયાતમંદોને સમયસર નાણાકીય સહાય પૂરી પાડવામાં મદદ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની મહિલાઓએ PM  મોદીને એક વિશાળ રાખડી અર્પણ […]

દ.ગુજરાતઃ ધરમપુર અને કપરાળાના અંતરિયાળ ગામોમાં પીવાનું પહોંચાડવાની કામગીરી પૂર્ણતાના આરે

અમદાવાદઃ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ વલસાડ જિલ્‍લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લામાં આગામી ચોમાસા પહેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કપરાડા તાલુકાની અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં સંબધિત વિભાગ દ્વારા કરાયેલા આયોજન […]

ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં 24 ટકા હિસ્સો રાસાયણિક કૃષિનોઃ રાજ્યપાલ

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી […]

લાઉડસ્પીકર હટાવવાએ ધાર્મિક નહીં પરંતુ સામાજીક મુદ્દોઃ રાજ ઠાકરે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે રાજકારણ વધારે ગરમાયું છે. અનેક સ્થળો ઉપર મનસેના કાર્યકરો હનુમાન ચાલીસાનું પઠન કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. પોલીસે 250 કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર મામલે અઘાડી સરકારની મહત્વની બેઠક મળી હતી. દરમિયાન મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદમાં લાઉડસ્પીકર હટાવવાની માંગણી સાથે આંદોલન ચાલુ રાખવાની […]

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યોઃ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના કાર્યકરોની અટકાયત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ વકર્યો છે. તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવા માટે ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન આજે મનસેના કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર હનુમાન ચાલીસા કરી હતી. બીજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક સ્થળો ઉપર મહારાષ્ટ્ર […]

જહાંગીરપુરી હિંસા કેસઃ પોલીસે તોફાનીઓને હથિયાર આપનારા બે શખ્સોને ઝડપી લીધા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં ધાર્મિક યાત્રા દરમિયાન તાફાની ટોળાએ કરેલા હુમલા કેસમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. બંને આરોપીઓ ઉપર તોફાનીઓને તલવાર પુરી પાડવાનો આરોપ છે. બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં કટ્ટરપંથીઓને તલવાર આપતા કેદ થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરપુરી હિંસા કેસમાં યુનુસ અને સલીમ શેખ નામના બે શખ્સોની સંડોવણી ખુલી […]

ગુજરાતઃ પ્રદુષણ અટકાવવા માટે એસટી નિગમ ઇ-બસની સાથે LNG બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન (એસટી નિગમ)એક પાયલોટ પ્રોજેકટ હેઠળ ડિઝલ બસોને  એલએનજીમાં ટ્રાન્સફર કરવાની વિચારી રહી છે. તેમજ ત્રણેય બસ પણ એલએનજીમાં ફેરવવા માટે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)ને આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદુષણને અટકાવવા માટે એસટી નિગમ […]

પંજાબઃ પૂર્વ મંત્રીઓ અને તેમના પરિવારજનોને અપાયેલી પોલીસ સુરક્ષા પરત ખેંચાઈ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસ દ્વારા એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં 184 પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો અને અન્ય નેતાઓની સુરક્ષા હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. અધિક પોલીસ મહાનિર્દેશક (સુરક્ષા) દ્વારા જાહેર કરાયેલા પત્રમાં માહિતી આપવામાં આવી છે. જો કે, આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટના વિશેષ આદેશ પર આપવામાં આવેલી સુરક્ષા પાછી […]

પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક હત્યા, લૂંટના ઈદારે હત્યા થયાની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સામુહિક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓએ હત્યા કર્યા બાદ મકાનને આગ પણ લગાવી હતી. હત્યારાઓએ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code