1. Home
  2. Tag "Cmo"

ભારતમાં HIVના નવા કેસ મામલે બિહાર ત્રીજા ક્રમે, કુલ 1.34 લાખ લોકો સંક્રમિત

નવી દિલ્હીઃ બિહારમાં દર વર્ષે એચઆઈવી સંક્રમણના લગભગ આઠ હજાર જેટલા કેસ સામે આવે છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ બાદ એચઆઈવી સંક્રમણ મામલે બિહાર ત્રીજા ક્રમે છે. યુનિસેફ (બિહાર)ના હેલ્થ સ્પેશિયાલિસ્ટ ડો. એસ સિદ્ધાર્થ શંકર રેડ્ડીએ એચઆઈવી/એઈડ્સ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં કહ્યું હતું કે, 2010 બાદ એચઆઈવી સંક્રમણ રેટમાં 27 ટકા ઘટાડા સાથે બિહારની આ સ્થિતિ છે. […]

જહાંગીરપુરી હિંસા કેસ: પોલીસની 14 ટીમો બનાવીને શરૂ કરાઈ તપાસ

નવી દિલ્હીઃ દિલ્હીના જહાંગીરપુરીમાં ફાટી નીકળેલી હિંસાના પ્રકરણમાં પોલીસે 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ દિલ્હી ક્રાઈમબ્રાન્ચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસની વિવિધ ટીમો બનાવીને હાલ અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.  દરમિયાન આજે પોલીસની ટીમ ઘટના સ્થળની મુલાકાત લઈન  […]

ખરગોન હિંસા પ્રકરણમાં અસરગ્રસ્તોને થયેલી નુકસાનીની ભરપાઈ આરોપીઓ પાસેથી કરાશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ખરગોનમાં થયેલી હિંસાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. બીજી તરફ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરી છે. દરમિયાન તોફાનોમાં થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ખરગોન હિંસા મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શુવરાજ સિંહ ચૌહાણએ જણાવ્યું હતું […]

ગુજરાતી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિની કારોબારીના સભ્યોએ CM ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી

અમદાવાદઃ ગાંધીનગરસ્થિત મુખ્યમંત્રીના કાર્યાલયમાં ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિની કારોબારીના સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી. સભ્યોએ તેમને ગુજરાતી અખબારી પત્રકારત્વના ચાલી રહેલા 200મા વર્ષની માહિતી આપીને ઉજવણીના મુખ્ય સમારંભમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. અમદાવાદમાં એક ભવ્ય સમારંભ કરીને મુખ્યમંત્રીના હસ્તે મુંબઈ સમાચાર અખબારનું અભિવાદન કરવાનો નિર્ણય કરાયો છે. સમિતિએ આ માટે […]

આંધ્રપ્રદેશઃ ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત, અનેક લોકો ઘાયલ

મુંબઈઃ આંધ્રપ્રદેશમાં ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હતા. ગુવાહાટી જતી ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બટુવા ગામ પાસે અટકાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા અને બાજુની ટ્રેક પાસે ઉભા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. […]

બિહારમાં તસ્કરોનો તરખાટઃ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી લોખંડનો આખો પુલ તોડી ચોરી ગયા

પટનાઃ બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાં ધોળા દિવસે લોખંડના પુલની ચોરીનો મામલો સામે આવ્યો છે. સિંચાઈ વિભાગના કર્મચારીની ઓખળ આપીને ચોરો ગામમાં આવ્યા હતા અને જેસીબી વડે પુલ તોડ્યો હતો. ત્યારબાદ ગેસ કટર વડે કટિંગ કર્યા પછી ટ્રક પર લોખંડ લોડ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસ સમગ્ર ઘટના અંગે અજાણ હતી અંતે 3 દિવસ બાદ […]

અમદાવાદઃ અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપની ફરી સત્તા સંભાળી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેથી ભાજપ દ્વારા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

ગુજરાતઃ પેટ્રોલ-ડીઝલ ઉપર વસુલવામાં ટેક્સની આવકમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભાવ વધારાના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. બીજી તરફ આ જ પેટ્રોલ-ડીઝલના વેટથી ગુજરાત સરકારની કમાણી વધી રહી છે. વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલ કરાતા વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માં 46 %નો વધારો થયો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર સરકારનો પેટ્રોલ પર […]

ગુજરાત બોર્ડની પરીક્ષાઃ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થતા શિક્ષણ જગતમાં ખળભળાટ, વાલીઓ ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વર્ગ ખંડમાં ધો-12ના વિદ્યાર્થીને એટેક આવ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસના ભારણને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનો આટલો ભાર ના આપવા અને બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ઉભો ન કરવો […]

દિલ્હીમાં આતંકવાદી હુમલાની ઘમકી, પોલીસ તંત્ર એલર્ટ થયું

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ધમકીને ગંભીરતાથી લઈને ચેકીંગ વધારે તેજ કર્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code