1. Home
  2. Tag "Cmo"

‘વિકાસનો વિચાર’ મહત્વપૂર્ણ, તેને સાકાર કરવો એથી પણ વઘુ મહત્વપૂર્ણઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે માણસા ખાતે રૂ. ૫૬ કરોડના વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ- ખાતમુહૂર્ત સમારોહમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તળે ગુજરાતને દેશમાં વિકાસમાં પ્રથમ નંબરના રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના નિર્ઘાર સાથે સરકારે વિકાસને સૌથી વઘુ પ્રઘાન્ય આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, […]

ઝડપથી બદલાતી ટેકનોલોજીને પગલે આજની શોધ આવતીકાલે જૂન થઈ જશેઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેકનોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે […]

રાજ્યની જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરનાશે, 5જી ટેકનોલોજી આધારિત જામર લગાવાશે

અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલોમાં કરવામાં આવેલા મેગા સર્ચમાં કેટલીક જગ્યાએ મોબાઈલ ફોન સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં વિવિધ જેલમાં તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું […]

મહેસાણામાં 2 વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના હેઠળ 8.15 લાખ લોકોએ લાભ લીધો

અમદાવાદઃ ગુજરાતમાં લોકોએ યોગ્ય આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મા-અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. દરમિયાન દેશવાસીઓના યોગ્ય આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. ગુજરાતમાં આ યોજનાને પગલે મા-અમૃતમ યોજના બંધ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પગલા […]

બારડોલીમાં સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

અમદાવાદઃ બારડોલીમાં 11 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. અદાલતે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી. કેસની હકીકત અનુસાર 20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા […]

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે,દરમિયાન આજે સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયાં હતા. અમદાવાદમાં સૌથી વધારે 109 જેટલા કેસ નોંધાયાં હતા. બીજી તરફ એક્ટિવ દર્દીઓનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં 186 […]

ડાંગમાં ગ્રામ સમુદાયની જરુરિયાતો પુરી પાડવા માટે આયોજન કરાયુઃ મુળુભાઈ બેરા

અમદાવાદઃ વનવિસ્તારની જમીનોમાં વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર કરી અને નાનું ઇમારતી લાકડું અને અન્ય વન પેદાશોનું ઉત્પાદન કરી જંગલ વિસ્તારની નજીક રહેતા ગ્રામ સમુદાયની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. રાજ્યના સહભાગી વન વ્યવસ્થા મંડળની કુલ સંખ્યા હાલ 3408 જેટલી છે. તેમજ તેમને ફાળવવામાં આવેલ વિસ્તાર લગભગ 547418.70 હેકટર જેટલી છે. વન અને પર્યાવરણ મંત્રી […]

માત્ર 17 વર્ષની ઉંમરમાં ગુનાખોરીની દુનિયામાં પગ મુકનાર અતિક અહેમદ સામે 100થી વધારે ગુના

લખનૌઃ ગેંગસ્ટરમાંથી રાજનેતા બનેલા કુખ્યાત અતિક અહેમદની સામે વર્ષ 1985થી અત્યાર સુધીમાં 100થી વધારે ફરિયાદ નોંધાઈ છે. જેમાં હત્યા, ખંડણી સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. 12 કેસમાં તેને કોર્ટે છોડી મુક્યો હતો. જ્યારે 50 કેસ પેન્ડીંગ છે, જ્યારે બે કેસ તત્કાલિક સમાજવાદી પાર્ટી સરકારે વર્ષ 2004માં પરત ખેંચ્યાં હતા. અતિકના ભાઈ અશરફ સામે પણ […]

રાજકોટઃ 41 ગામમાં RO ફિલ્ટર પ્લાન્ટ અને 12 ગામમાં CCTV કેમેરા ગોઠવાયાં

અમદાવાદઃ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની ગ્રાન્ટમાંથી 15માં નાણાંપંચ હેઠળ રૂ. 169 લાખના ખર્ચે રાજકોટની શાપર પ્રાથમિક શાળા ખાતેથી મંત્રી રાઘવજી પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતુ. મંત્રી રાઘવજી પટેલ અને મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઈ-તકતી દ્વારા વિવિધ કામોના ઈ – લોકાર્પણ કરવામાં આવ્યા હતા. રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, મિશન જળ શક્તિ અંતર્ગત ગામડાઓમાં પાણીની […]

ગુજરાતમાં વર્ષ 2011-12માં માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટની સરખામણીએ દસ વર્ષમાં આંકડો બમણો થયો

અમદાવાદઃ સામાજિક અને આર્થિક વિકાસ માટેનો એક અગત્યનો માપદંડ વીજળી છે. વર્ષ 2011-12માં રાજ્યનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટ હતો, જે આજે વર્ષ 2021-22માં વધીને 2283 યુનિટ થયેલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1255ની સરખામણીમાં લગભગ બમણો હોવા છતાં પણ અમારી સરકાર સતત વીજ પુરવઠો પૂરી પાડી રહી છે. રાજ્યની વીજ કંપનીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code