1. Home
  2. Tag "Cmo"

ગુજરાતમાં એક વર્ષમાં 1900 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સનું નેટવર્ક તોડી પાડવા પોલીસનો એક્શન પ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં યુવા પેઢીને નશાખોરીને રવાડે ચડતા અટકાવવા અને ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે વિવિધ વિસ્તારોમાંથી લગભગ 1900 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે તેમજ નશાનો કાળો કારોબાર કરતા અનેક આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન […]

ગુજરાતમાં ખરીફ ડુંગળીની આજથી ખરીદી શરૂ કરાશે

નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી […]

મહાત્મા ગાંધીના આદર્શો અને જીવનમૂલ્યો આજે પણ વિશ્વને પ્રેરણા આપે : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન

ગુજરાતના પ્રવાસે આવેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ભારતના આઝાદી આંદોલનના કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા ગાંધી આશ્રમના પરિસરમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમણે ધન્યતા અનુભવી હતી. ગાંધી આશ્રમની ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીની આ મુલાકાત વેળાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્યસચિવ રાજકુમાર પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં […]

ફલેમ ઓફ ફોરેસ્ટ – સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યું છે. જેના થકી નર્મદા જિલ્લાનું નામ વિશ્વના નકશા પર અંકિત થયું છે. અત્યાર સુધી દેશ-વિદેશના મળીને ૧ કરોડ કરતાં વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. વિંદ્યાચળ અને સાતપુડાની પર્વતમાળાઓમાંથી પસાર થતી નર્મદા નદીના તટે વસેલું એકતાનગર અને તેની આસપાસનો વિસ્તાર કેસુડાના અંદાજીત […]

ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. 330 કરોડનું પેકેજ જાહેર

કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત નિયમ-૪૪ અંતર્ગત નિવેદન રજૂ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૩ […]

હવે ગુજરાતમાં જાહેર પરીક્ષાના પેપર ફોડનારની ખેર નથી, ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકને રાજ્યપાલની મંજુરી

અમદાવાદઃ ગુજરાતમાં જાહેર પરીક્ષા વિધેયકને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજુરીની મહોર મારી છે. જેથી હવે જાહેર પરીક્ષાના પેપર ફુટવાના બનાવમાં આરોપીને દસ વર્ષની સજા થશે અને એક કરોડ સુધીનો દંડ થશે. હવે પેપર લીકના કેસમાં નવા કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી તલાટી અને એલઆરડી સહિતની પરીક્ષાના પેપર ફુટવાની ઘટના સામે આવતા ખળભળાટ […]

પરીક્ષામાં ગેરરિતી અટકાવવા બોર્ડનો એક્શન પ્લાન, વર્ગખંડમાં લગાવેલા CCTV કેમેરા 3 વાર ચેકીંગ થશે

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની તા. 14મી એપ્રિલના રોજ પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરીક્ષામાં પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા વડે વિદ્યાર્થીઓ ઉપર નજર રાખવામાં આવશે. આ ઉપરાંત મોનિટરિંગ ટીમ સતત નજર રાખશે. બોર્ડની પરીક્ષામાં ક્લાસરૂમના સીસીટીવી વીડિયોને ત્રણ વખત ચેક કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા […]

ગુજરાતમાં 800થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો: આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પથરાયેલા 800 થી વધું 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે. આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં […]

ગુજરાતમાં કોકલીયર ઇમ્પ્લાન્ટના વિનામૂલ્યે ઓપરેશનથી 2800 બાળકોએ શ્રવણશક્તિ મેળવી : મુખ્યમંત્રી

ગાંધીનગર સિવીલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હિયરીંગ ડે, તા. ૩ માર્ચે, ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કરીને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા ૧૦ જેટલા ભુલકાંઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો હતો.  WHO દ્વારા 2007 થી ૩ માર્ચે આ વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ઉજવવામાં આવે છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન ડૉ. નીરજ […]

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિયુક્તિ લઈને કરાઈ ભલામણ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની નિયુક્તિને લઈને રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમકોર્ટ કોલેજિયમે નિયુક્તિ માટે ભલામણ પણ કરી છે. જેથી ગુજરાત હાઈકોર્ટને નવા ન્યાયમૂર્તિ મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા વકીલ દેવાન દેસાઈ અને મોક્ષા ઠક્કરના નામની ભલામણ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિની નિયુક્તિ માટે ભલામણ કરી છે. આ ઉપરાંત પાંચ જ્યુડિશિયલ અધિકારીઓની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તિ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code