1. Home
  2. Tag "Cmo"

વીજ કંપનીનું મેગા ડ્રાઇવઃ રાજ્યમાં 3730 વીજ જોડાણનું ચેકીંગ, 166 લાખની આકારણી વસુલાઈ

અમદાવાદઃ ગેરકાયદેસર વીજ જોડાણ કરીને વીજ ચોરી કરવી એ ખૂબ ગંભીર બાબત છે. આ પ્રકારની ચોરી કરીને સરકારની તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડતા વીજ ચોરોના આ કૃત્યને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ. વીજ ચોરોની સામે કડક કાર્યવાહી કરવા અને તેમને પકડવા માટે ગુજરાત પોલીસ અને વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજ્યભરમાં મેગા […]

અંબાજીમાં 12મીથી 16 ફેબ્રુઆરી દરમિયાન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

પાલનપુરઃ રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 ફેબ્રુઆરીથી 16મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે ચર્ચા વિચારણા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન […]

રાજ્યની દરેક શાળામાં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત થઇ : શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર

અમદાવાદઃ દાહોદની એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો આદિજાતિ વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરે પ્રારંભ કરાવ્યો હતો અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં તાલુકા કક્ષાએ વિજેતા 90 બાળ વૈજ્ઞાનિકોએ 45 કૃતિની રજુઆત કરી હતી. તેમની સાથે તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યાં […]

કર્ણાટકઃ ક્ષીરભાગ્ય યોજના હેઠળ સ્કૂલ-આંગણવાડીના એક કરોડથી વધારે બાળકોને દૂધનું વિતરણ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કર્ણાટકના માંડ્યામાં મેગા ડેરીનું ઉદ્‌ઘાટન કર્યું હતું. શ્રી આદિચુનચુનાગિરી મહાસંસ્થાન મઠ, માંડ્યાના 72મા સ્વામી શ્રી શ્રી શ્રી નિર્મલાનંદનાથ મહાસ્વામીજી, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, ભૂતપૂર્વ પીએમ એચ. ડી. દેવગૌડા અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, […]

ઈ-સરકાર વેબ એપ્લિકેશન થકી રાજ્યની સરકારી કચેરીઓ બનશે પેપરલેસ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” વેબ એપ્લિકેશન શરૂ કરવા કરવામાં આવી છે. હવે સરકારી કચેરીઓ પણ આ વેબ એપ્લિકેશન થકી પેપરલેસ બનશે. રાજ્યના તમામ જિલ્લામાં ત્વરીતપણે ઈ-સરકાર વેબ એપ્લિકેશનના અમલીકરણ પર કામ શરૂ કરી […]

અમદાવાદ શ્રેષ્ઠત્તમ સુવિધાઓના કારણે મેડિકલ ટુરીઝમ હબ તરીકે ઉભરી આવ્યુંઃ મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદઃ મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાનું પીએમ મોદીએ  જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓને કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમ રાજ્યના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં વિવિધ વિભાગોમાં સમગ્ર રાજ્યભરમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર કરાવવા આવે છે. અહીં સારવાર કરાવવા આવતા દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી […]

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને અભ્યાસ કરી શકે તેવી સ્કૂલો ખોલવાની મંજૂરી મંગાઈ

નવી દિલ્હીઃ કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. હવે એક અલગ શાળા ખોલવાને લઈને એક નવો મામલો સામે આવ્યો છે જેમાં હિજાબ પહેરીને વર્ગો ચલાવવાની છૂટ માંગવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકારે કર્ણાટક વક્ફ બોર્ડના જુદા જુદા જિલ્લાઓમાં મુસ્લિમ છોકરીઓ માટે 10 શાળાઓ ખોલવાના પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો છે. રાજ્યના વક્ફ અને […]

રાજસ્થાનઃ અમદાવાદ-ઉદેપુર રેલવે ટ્રેક બ્લાસ્ટ બાદ હવે વિસ્ફોટક સામગ્રી મળી આવી

નવી દિલ્હીઃ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં અમદાવાદ-ઉદેપુર રેલવે ટ્રેકને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાના બનાવમાં પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન સોમ નદીના કિનારેથી લગભગ બે ક્વિન્ટલ વિસ્ફોટક સામગ્રી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આસપુર ​​પોલીસ સ્ટેશન […]

ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર શરૂઃ ઘઉં, ચણા અને જુવાર સહિતના પાકનું વાવેતર

અમદાવાદઃ ગુજરાતમાં ખરીફ પાકની સંતોષકારક વાવણી અને ઉપજ થયા બાદ હવે ખેડૂતોએ શિયાળાના આરંભ સાથે જ રવિ (શિયાળુ) પાક તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. ગયા વર્ષે હાલની સ્‍થિતિએ રાજ્‍યમાં શિયાળુ પાકનું જેટલુ વાવેતર થયેલ તેના કરતા આ વર્ષે અઢી ગણુ વધુ વાવેતર થયું છે. ઘઉં, ચણા, જુવાર, રાઇ, શેરડી, બટાટા, શાકભાજી, ઘાસચારો સહિત કુલ 8.41 […]

ઉત્તરપ્રદેશઃ યુવાનને ભીખારી બનાવવા માટે કરાયાં હ્રદય કંપાવી નાખે તેવા અત્યાચાર ગુજારાયાં

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં યુવાનને ભીખ મંગાવવાના ઈરાદે તેના પરિચીતે હાથ-પગ તોડી નાખ્યાં બાદ આંખોમાં કેમિકલ નાખીને અંધ બનાવ્યો હતો, એટલું જ નહીં યુવાનને દિલ્હીની એક ગેંગને વેચી માર્યો હતો. પરંતુ યુવાનની તબિયત વધારે લથડતા ગેંગના લીડરે તેને પરત કાનપુર મોકલી આવ્યો હતો. તે સમયે યુવાનને પરિચીતે જ રસ્તા ઉપર બેસાડીને ભીખ મંગાવી હતી. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code