1. Home
  2. Tag "Coal"

દિલ્હી-NCRમાં આવતા વર્ષથી કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ,CAQM એ સૂચનાઓ જારી કરી

દિલ્હી-NCRમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ   આવતા વર્ષથી નિયમો અમલમાં CAQM એ સૂચનાઓ જારી કરી દિલ્હી:એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ 1 જાન્યુઆરી 2023 થી સમગ્ર દિલ્હી-NCR પ્રદેશમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય પરચુરણ એપ્લિકેશનો માટે કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા નિર્દેશો જારી કર્યા છે.જોકે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ઓછા સલ્ફર કોલસાના ઉપયોગને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. […]

કોલસાની જરૂરિયાતોને પહોંચી વળવા કેપ્ટિવ ખાણોમાં ઉત્પાદન વધારવા રાજ્યોને કેન્દ્રની સલાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઊર્જા અને NRE મંત્રી આર.કે. સિંહએ રાજ્યો સાથે થર્મલ પાવર પ્લાન્ટમાં બ્લેન્ડિંગ માટે કોલસાની આયાતની સ્થિતિની સમીક્ષા કરી હતી. વર્ચ્યુઅલ રીતે મળેલી બેઠકમાં સચિવ (પાવર) આલોક કુમાર, રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ વધેલી માગને પહોંચી વળવા સ્થાનિક કોલસાના પુરવઠામાં અવરોધોને ધ્યાનમાં રાખીને, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં મિશ્રણ માટે કોલસાની આયાતના […]

દિલ્હીમાં માત્ર એક દિવસનો કોલસો બચ્યો,ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે…

ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજકાપ દિલ્હીમાં બચ્યો માત્ર એક દિવસનો કોલસો દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહી આ વાત   દિલ્હી:દેશના ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજ કાપ મુકવામાં આવ્યો છે.આ અંગે દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે,આખા દેશમાં કોલસાની ભારે અછત છે,કોઈ બેકઅપ નથી, વીજળીનો સંગ્રહ કરી શકાતો નથી. આજે ઘણી જગ્યાએ […]

દેશમાં કોલસાને અછતને પગલે 10 રાજ્યમાં વીજ સંકટના વાદળો ઘેરાયાં

નવી દિલ્હીઃ દેશમાં હાલ ઉનાળાના દિવસોમાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં લોકોને ઉનાળાના દિવસોમાં વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શકયતા છે. દેશના હાલ કોલસાની અછતને કારણે વીજ સંકટના વાદળો છવાયાં છે. પાવર કટના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ અસર થવાની ધારણા છે. દેશની અર્થવ્યવસ્થા કોરોના અને લોકડાઉનથી થયેલા નુકસાનમાંથી […]

જામનગરના બ્રાસ ઉદ્યોગને કોલસા, ફર્નેસ ઓઈલ અને ગેસના ભાવ વધારાનું ગ્રહણ લાગ્યું

જામનગરઃ શહેરના ધોરીનસ સમાન અને વિશ્વ વિખ્યાત બ્રાસ ઉધોગમાં ઉપયોગી કોલસો, ફર્નેસ ઓઇલ, ગેસના ભાવમાં છેલ્લાં છ મહિનામાં બમણો વધારો થતાં ઉધોગને મરણતોલ ફટકો પડયો છે. રો-મટીરીયલના ભાવમાં પણ 50 ટકા વધારાથી બ્રાસ ઉધોગનું અસતિત્વ ટકાવવું પડકારરૂપ બન્યું છે. ઉત્પાદન ખર્ચ ડબલ થયો છે પરંતુ બજારમાં મંદીના કારણે ભાવ વધારો ન મળતાં ઔધોગિક એકમોની હાલત […]

સફેદ ડુંગળીની સિઝન શરૂ થઇ છતાં ડિહાઇડ્રેશન કારખાનામાં કોલસાના વધુ ભાવને લીધે ઉત્પાદન ઠપ

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સફેદ ડુંગળીની આવક પણ સારા પ્રમાણમાં થઈ રહી છે. પરંતુ ખેડુતોને પુરતા ભાવ મળતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. સફેદ ડુંગળીનો ડિહાઈડ્રેશનના ઉદ્યોગમાં સારીએવી માગ રહેતી હોય છે. પરંતુ ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં ઉત્પાદન ચાલુ થઇ શક્યું નથી. કોલસાના ખૂબ ઉંચા ભાવ અને મજૂરોની તંગીને […]

હવે કોલસાની ગુણવત્તા પર વસૂલાઇ શકે છે ગ્રીન સેસ, સરકારની છે આ યોજના

હવે કોલસાની ગુણવત્તાના આધાર પર સરકાર વસૂલી શકે છે ગ્રીન સેસ ગ્રીન સેસની વસૂલાત પર કોલસા મંત્રાલયની ભલામણ અત્યારે તમામ પ્રકારના કોલસા પર સમાન ટેક્સ વસૂલાય છે નવી દિલ્હી: ભારતમાં હવે ટૂંક સમયમાં કોલસાની ગુણવત્તાના આધાર પર તેના પર ગ્રીન સેસ લાગે તો નવાઇ નહીં. કેન્દ્ર સરકાર અત્યારે ખરાબ ગુણવત્તાના કોલસા પર કંપનીઓ પાસેથી ગ્રીન […]

ઝારખંડમાં કોલસાની એક ખાણમાં બ્લાસ્ટીંગનું કામ પુરુષો નહીં મહિલાઓ સંભાળે છે

દિલ્હીઃ માઈનીંગ એક એવુ કામ છે જ્યાં મહિલા કર્મચારીઓની સંખ્યા ખુબ ઓછી હોય છે. સામાન્ય રીતે ખનનની કામગીરીમાં પુરુષનું પ્રભુત્વ છે. જો કે, હવે દરેક વ્યવસાયમાં મહિલાઓ આગળ વધી રહી છે. એક ખાણ એવી છે જ્યાં બ્લાસ્ટિંગ જેવા સંવેદનશીલ જેવી કામગીરીની જવાબદારીઓ મહિલા સંભાળી રહી છે. બ્લાસ્ટીકની ટીમ પુરી મહિલાઓની છે. આ મહત્વપૂર્ણ ફેરફાર છે. […]

દેશમાં આ કારણોસર સર્જાઇ કોલસાની અછત, કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોષીએ આપ્યું નિવેદન

દેશમાં વીજ સંકટના ભણકારા વચ્ચે કોલસા મંત્રીનું નિવેદન ભારે વરસાદને કારણે કોલસાની વચ્ચે અછત આવી હતી જો કે આગામી દિવસોમાં કોલસાનો સ્ટોક વધુ વધી રહ્યો છે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં કોલસાની સર્જાયેલી અછતને કારણ અનેક પાવર પ્લાન્ટ ઠપ થયા બાદ દેશભરમાં અંધારપટના ભણકારા છે ત્યારે આ વચ્ચે કોલસા મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યું છે કે, […]

દેશમાં મોટા વીજ સંકટના ભણકારા, માત્ર 4 દિવસ બાદ છવાઇ શકે છે અંધારપટ

દેશમાં વીજ સંકટના ભણકારા દેશમાં અંધારપટ છવાઇ શકે છે માત્ર 4 દિવસ ચાલે એટલો જ કોલસાનો સ્ટોક નવી દિલ્હી: આગામી થોડા દિવસમાં દેશમાં વીજ સંકટ ઉપસ્થિત થવાના ભણાકારા છે. તમારું ઘર પણ પાવર કટની ઝપેટમાં આવી શકે છે. તેનું કારણ એ છે કે દેશમાં કોલસાનું સંકટ તોળાઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં ફક્ત 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code