1. Home
  2. Tag "cold"

રાજકોટના લોકો ઠંડીમાં ઠૂઠવાયા, તાપમાન 10 ડિગ્રી જેટલું નોંધવામાં આવ્યું

શહેરમાં આકરી ઠંડીનો દોર થયો શરૂ લોકોએ લીધો ગરમ વસ્ત્રોનો સહારો 9.7 ડિગ્રીમાં લોકો ઠૂઠવાયા રાજકોટ: પહાડી પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને વરસાદના કારણે દેશના મોટાભાગના રાજયોમાં કાતિલ ઠંડીનો દોર ચાલુ છે. તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. તે દરમિયાન વેધર એકસપર્ટ અને હવામાન ખાતાના પૂર્વ અધિકારી એન.ડી. ઉકાણીના જણાવ્યા અનુસાર આગામી ત્રણેક […]

ગાંધીનગરઃ દવાની દુકાનોમાંથી શરદી, કફ અને તાવની દવા લેનારની માહિતી સરકારને અપાશે

દર્દીના ઘરની આસપાસ તપાસ કરાશે દર્દીની પણ ડેટાના આધારે યોગ્ય સારવાર કરી શકાશે અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન ગાંધીનગરમાં શરદી-કફ અને તાવની દવા મેડિકલ સ્ટોરમાંથી લેનારા દર્દીઓની માહિતી મેડિકલ સ્ટોર સંચાલકોએ સરકારને આપવાની રહેશે. જેથી આવા દર્દીઓના જરૂરી […]

અમદાવાદમાં ડેન્ગ્યુ, ચીકનગુનિયા, શરદી, ઉધરસ વગેરે સીઝનલ બીમારીના કેસમાં વધારો

અમદાવાદ : રાજ્ય અને દેશમાં પર્યાવરણ અસમતુલાને લીધે હવે ઋતુચક્રમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કારતક મહિનો પૂર્ણ થયા બાદ માગશર મહિનામાં હવે ઠંડીમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ચોમાસાની જેમ શિયાળામાં પણ  અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય બિમારીઓ વકરી છે. શહેરમાં ડેંન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.  આ ઉપરાંત શરદી, […]

ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની સંભાવના,અત્યારે પણ ઠંડીનો ચમકારો

રાજ્યમાં ઠંડીનું જોર આગામી દિવસોમાં પારો ગગડવાની સંભાવના અત્યારે પણ ઠંડીનો ચમકારો અમદાવાદ:રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે કારણ કે અત્યારે પણ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જાણકારી અનુસાર આગામી દિવસોમાં વધારે ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગના કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. […]

પાટણ પંથકમાં આકાશમાં વાદળો ઘેરાયા, ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

પાટણ: શિયાળાનો કારતક પૂર્ણ થઈને માગશર મહિનો બેસી ગયો છે. વારેઘડીએ હવામાનમાં ફેરફાર થતો હોવાથી હજુ જોઈએ તેટલી ઠંડી પડતી નથી. જોકે છેલ્લા બે દિવસથી ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં વાતાવરણે આજે કંઈક અસલી મિજાજ જ દેખાડ્યો હતો. પાટણ જિલ્લામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ […]

ગુજરાતમાં મંગળવારથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે, માઉન્ટ આબુમાં રોડ પર બરફના પડ જામ્યાં

અમદાવાદઃ રાજ્યમાં માગશર મહિનાના પ્રારંભ થયો હોવા છતાં હજુ અમદાવાદ સહિત મહાનગરમાં તિવ્ર ઠંડી અનુભવાતી નથી. જોકે ગામડાંમાં શહેરોના પ્રમાણમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. હાલ ઠંડીનું પ્રમાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ધીમી ગતિએ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે મંગળવારથી અમદાવાદમાં ઠંડીનો પારો વધવાની આગાહી કરી છે. […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે હવે શિયાળ જામી રહ્યો છે અને કડકડતી ઠંડી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. દરમિયાન કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. નલિયામાં 8.8 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 17.4 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાનનો પારો 4.1 ડીગ્રી જેટલો […]

માગસર મહિનાનો પ્રારંભ થઈ ગયો છતાં હજું બે ઋતુનો અનુભવ, શનિવારથી ઠંડીનું જોર વધશે

અમદાવાદઃ શિયાળાની ઋતુનો કારતક મહિનો પૂર્ણ થઈને માગસર મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ હજુ કડકડતી ઠંડી અનુભવાતી નથી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. પણ અમદાવાદ સહિત મહાનગરોમાં બપોરે સામાન્ય ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી અમ બે ઋતુ અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે. કે, શનિવારથી રાજ્યભરમાં ઠંડીમાં ક્રમશઃ […]

શિયાળાના આગમન ટાણે જ વાઈરલ ફિવર, શરદી, ખાંસીના દર્દીઓમાં વધારો

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં વાયરલ ફિવર, શરદી, ખાંસી સહિતના રોગચાળો વકર્યો છે. શહેરમાં એક મહિનામાં ડેન્ગ્યુના 775  અને ચીકનગુનીયાના 399  કેસ નોંધાવા પામ્યા છે.શરદી ઉપરાંત ખાંસી અને શ્વાસની બીમારીના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.દિવાળીના તહેવાર અગાઉ […]

ગુજરાતમાં શુક્રવારથી ઠંડીનું જોર વધશે, ગાંધીનગર,નલીયા અને દમણમાં રાત્રી તાપમાનમાં ઘટાડો થયો

અમદાવાદઃ શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે ઠંડીનું પણ ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધશે. આજે પંચમહાલ અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં હાલમાં ઠંડીનો  ચમકારો ઓછો છે પરંતુ ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code