1. Home
  2. Tag "Collector"

ડીસા તાલુકામાં રેતીભરીને બેફામ દોડતા ડમ્પરો, તાલેપુરાના ગ્રામજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર

ડીસાઃ બનાસકાંઠામાં અને ખાસ કરીને ડીસા તાલુકામાં ખનીજ ચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળી રહ્યું છે. જેમાં રેતી ભરીને જતાં ડમ્પરો પૂરફાટ ઝડપે ચાલતા હોય છે. ડમ્પરોમાં ભરેલી રેતીને ઢાંકવામાં પણ આવતી નથી તેના લીધે ચાલુ ડમ્પરે રેતી ઉડતી હોવાથી પાછળ આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડીસા તાલુકાના તાલેપુરાના ગ્રામજનોએ રેતી ભરીને ચાલતા […]

રંગીલા રાજકોટમાં જન્માષ્ટ્રમીનો લોકમેળો 17મી ઓગસ્ટથી યોજાશે, કલેક્ટરે યોજી બેઠક

રાજકોટઃ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રભરમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. એમાં રંગાલા રાજકોટનો લોકમેળો પાંચ દિવસ યોજાતો હોય છે, અને લોકમેળાને માણવા માટે રોજ લાખોની મેદની ઉમટી પડતી હોય છે. આમ તો કોરોનાને લીધે રાજકોટના લોકમેળાને બે વર્ષથી મંજુરી આપવામાં આવી નહતી. હવે બે વર્ષ બાદ લોકમેળાને મંજુરી આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ […]

આણંદમાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની કલેક્ટરની અધ્યક્ષામાં સમીક્ષા કરાઈ

અમદાવાદઃ આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું. જિલ્લા કલેકટરાલય ખાતે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા […]

રાજકોટ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, જિલ્લા કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

રાજકોટ : ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ વીરપુર, ખોડલધામ સહિતના મંદિરો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના બાદ કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું આગામી 30 જૂન સુધી રહેશે અમલમાં રાજકોટ જિલ્લામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લાના 104 સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિંબધ લગાવી દેવાયો છે.રાજકોટ જિલ્લાના વીરપુર, ખોડલધામ સહિતના […]

અમદાવાદમાં વધારે 24 પાકિસ્તાની હિન્દુ નાગરિકોને અપાઈ ભારતીય નાગરિકતા

કલેક્ટરના હસ્તે નાગરિકતા પત્ર એનાયત કરાયાં 7 વર્ષથી આ હિન્દુઓ અમદાવાદમાં રહેતા હતા અત્યાર સુધીમાં 900થી વધારે લોકોને અપાઈ નાગરિકતા અમદાવાદઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિતના પડોશી દેશમાંથી ધાર્મિક કારણોસર ભારતમાં આશરો લેનારા નાગરિકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 24 જેટલા હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. આ પાકિસ્તાની […]

અમદાવાદના કલેક્ટરની ચેર પર 11 વર્ષની દીકરીએ બેસીને પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું

અમદાવાદઃ જીન્દગીની સફર એવી છે, કે, ક્યારેય બધી જ ઈચ્છાઓ પુરી થતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ મરણ પથારીએ હોય ત્યારે તેની ઈચ્છા પુરી કરવા માટે તેના પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે. એક 11 વર્ષની દીકરીને ભણીગણીને કલેક્ટર બનવાની ઈચ્છા હતી. પણ નસીબે તેને સાથ ન આપ્યો અને 11 વર્ષની દીકરી બ્રેઈન ટ્યુમરની બિમારીનો […]

સાવરકુંડલાના બાઢડા નજીક રોડની સાઈડમાં સૂતા પરિવાર ઉપર ટ્રક ફરી વળીઃ 8ના મોત, 4 ગંભીર

અમદાવાદઃ અમરેલીના બાઠડા ગામ પાસે પૂરઝડપે પસાર થતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક રોડની સાઈડમાં સૂઈ રહેલા પરિવાર ઉપરથી ફરી વળી હતી. જેથી શ્રમજીવીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં આઠ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે 12 લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે […]

પૂણેની ફેકટરીમાં આગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 18 ઉપર પહોંચ્યો છે. મૃતકોમાં 15 મહિલાઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન પીએમ મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રના પુણેમાં એક […]

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ રખાશેઃ વેપારીઓનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના અનેક ગામ અને નગરોમાં પોતાની રીતે સ્વંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખીને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વલસાડના વેપારીઓએ રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરીને કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ જરૂર પડશે તો શની-રવિ બે દિવસ […]

કોરોનાનું ગ્રહણઃ જૂનાગઢમાં પરંપરાગત મહાશિવરાત્રી મેળાને કરાયો રદ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રી મેળાને આ વર્ષે કોરોના મહામારીને નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 7મી માર્ચથી મેળો યોજાવાનો હતો અને તેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રિનો મેળો યોજાય છે. જેમાં દેશ વિદેશથી લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code