કોરોનાના મૃતકોના પરિવારોને સહાયના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, અંતે ચાર સભ્યોનું સસ્પેન્શન રદ કરાયું
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે ગૃહમાં વિપક્ષ કોંગ્રેસે કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાયની માંગ સાથે આરોગ્ય મંત્રી સહિત સરકારને ઘેરવાની કોશિષ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ વેક્સિન અંગે પણ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ગૃહમાં વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં […]