1. Home
  2. Tag "COngress"

અમદાવાદઃ 10 વર્ષમાં એએમટીએસ બસના 7283 અકસ્માત, 116 વ્યક્તિઓના મૃત્યુ

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી ઓપરેટરોની બસો દ્વારા કુલ 7283 અકસ્માતોમાં 116 વ્યકિતઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદ શહેરમાં ભાજપાના શાસનમાં એએમટીએસ રાહદારીઓ માટે યમદુત સમાન બની હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાંકરીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ના અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર ચુકવવાની માંગણી […]

AMC કચેરીમાં સામાન્ય સભાના પ્રારંભ પહેલા કોંગ્રેસે દૂષિત પાણી, રોગચાળોના મુદ્દે કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો વધી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં તો ઘણા સમયથી પ્રદૂષિત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. જમીનમાં ધરબાયેલી વર્ષો જુની પાણીની લાઈનો તૂટી ગઈ છે. જેથી ગટરનું પાણી પણ મિશ્રિત થતું હોવાની દહેશત છે. શહેરમાં વધતા જતા રોગચાળા અને પ્રદૂષિત પાણીને લઈ સોમવારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા […]

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

દેશના મંદિરો અને મઠો ઉપર કોંગ્રેસની નજરઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના મતદાન બાદ બીજા તબક્કા માટે જોરદાર પ્રચાર અને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. છત્તીસગઢના કાંકેરમાં એક જાહેર સભાને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “હમણાં જ કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં છે કારણ કે પીએમ મોદીએ તેમના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવાયું છે કે, દરેકની સંપત્તિનો સર્વે કરવામાં આવશે. અમિત શાહે […]

કોંગ્રેસ પાસે નથી કોઈ નીતિ, નિયત અને નેતાઃ અમિત શાહ

ભીલવાડાઃ શારપુર જિલ્લાના શકરગઢ ગામમાં શનિવારે ભીલવાડા સંસદીય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં ભાજપની ચૂંટણી મહાસંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનની તમામ બેઠકો ઉપર ભાજપ જીતી રહ્યું છે જેમાં કોઈ શંકા નથી. ભીલવાડા મતદાન વિસ્તારમાં જંગી લીડ સાથે ભાજપા […]

લોકસભા ચૂંટણીમાં NDA 150 બેઠકોની અંદર સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

લખનૌઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને ઈન્ડિ ગઠબંધન જ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આ વખતે એનડીએ સરકાર 150 સીટો સુધી મર્યાદિત રહેશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભયાઁ

ખેડબ્રહ્માઃ લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા. જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ તેમના ટેકેદારો […]

૧૩૯ વર્ષની કોંગ્રેસ હવે વેરવિખેર થઈ રહી છે, શા માટે? કેવી રીતે?

(સુરેશભાઈ ગાંધી) સાવ નિરાશ થઈને બેઠેલા મારા એક કોંગ્રેસી મિત્રને મેં પૂછ્યું, `આજે તમે આટલા નિરાશ અને ઢીલા કેમ દેખાઓ છો?’ તો મારા મિત્ર બોલ્યા, `જુઓને, એક સમયની ધરખમ ગણાતી અમારી કોંગ્રેસ હવે ખાલીખમ થવા બેઠી છે રોજેરોજ મિત્રો કોંગ્રેસ છોડતા જાય છે. એક સમયે આખા દેશમાં મૂળિયાં જમાવીને બેઠેલી આ કોંગ્રેસ વેરવિખેર કેમ થતી […]

કોંગ્રેસે લોકસભાના ત્રણ અને વિધાનસભા પેટા ચૂંટણીના એકેય ઉમેદવારો હજુ જાહેર કર્યા નથી

રાજકોટ:  ગુજરાતમાં લોકસભાની ચુંટણીમાં 12મી એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ભાજપે લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા હજુ ત્રણ લોકસભા બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચેય બેઠકોના ઉમેદવારોના નામો જાહેર […]

કોંગ્રેસની સરકાર આવશે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને 30 લાખ સરકારી નોકરી આપશેઃ રાહુલ ગાંધી

જયપુરઃ લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પૂરોજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા. રાહુલ ગાંધીએ કહ્યું અમારી સરકાર આવે તો જાતિ આધારિત વસતી ગણતરી, આર્થિક અસમાનતાનો કરાવીશું સરવે, મહિલાઓને નોકરીમાં 50 ટકા અનામત મળશે. સાથે જ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો  30 લાખ સરકારી નોકરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code