1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસમાં પાંચ પાવર સેન્ટર, લેફ્ટ ગેંગથી ઘેરાયેલા છે રાહુલ ગાંધી: સંજય નિરુપમ

મુંબઈ: કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા નેતા સંજય નિરુપમે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના કોંગ્રેસના ઘણાં નેતાઓ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યુ છે કે સસ્પેન્શન પહેલા  જ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ સંરચનાત્મક અને વૈચારીકપણે વિખેરાય ગઈ છે. કોંગ્રેસ પાર્ટીમાં પાંચ પાવર સેન્ટર છે. પાંચેય પાવર સેન્ટરની લોબી છે […]

સાચો સનાતની કોંગ્રેસમાં ન રહી શકેઃ આચાર્ય પ્રમોદ કુષ્ણમ

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા ગૌરવ વલ્લભએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. રામના નામે કોંગ્રેસના આ નેતાએ રાજીનામુ આપતા રાજકારણ ગરમાયું છે. દરમિયાન કોંગ્રેસના પૂર્વ સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કુષ્ણમએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં સાચો સનાતની રહી શકે તેવિ સ્થિતિ નથી. અયોધ્યામાં […]

રાહુલ ગાંધીના પ્રેમિકા સાથે લગ્ન થઈ શક્યા નહીં, રાજનીતિમાં બળજબરીથી ધકેલાયા!, કંગના રનૌતનો કોંગ્રેસના નેતા પર વાકપ્રહાર

મંડી: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહાર કર્યો છે. તેની સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીને લઈને પણ ટીપ્પણી કરી છે. કંગના રનૌતે ગાંધી પરિવારના બંને નેતાઓને પરિસ્થિતિના માર્યા ગણાવ્યા છે. તેમમે આ બધાં માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મતા અને કોંગ્રેસના […]

કોંગ્રેસના નેતા સૂરજેવાલાએ હેમામાલિની પર કરી અભદ્ર ટીપ્પણી, ભાજપના સાંસદે કહ્યુ- નારી સમ્માન વિપક્ષ પીએમ મોદી પાસેથી શીખે

નવી દિલ્હી : મથુરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને હાલના સાંસદ હેમામાલિનીએ આગામી ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન તેમની સાથે યુપીના મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવસિંહ પણ હાજર હતા. તે દરમિયાન હેમામાલિનીએ રાધે-રાધેના જયકારા પણ લગાવ્યા હતા. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સૂરજેવાલાએ ભાજપના નેતા અને મથુરાના સાંસદ […]

જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહી શકું નહીં, બોલીને પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને એક લાંબી ચિઠ્ઠી પણ લખી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે મેં પાર્ટી જોઈન કરી હતી, ત્યારની કોંગ્રેસ અને હાલની કોંગ્રસમાં આસમાન-જમીનનું અંતર આવી ગયું […]

બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા, હરિયાણાથી દિલ્હી સુધી ભગવા દળને થશે ફાયદો

નવી દિલ્હી: બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સદસ્ય હતા અને ચૂંટણી પણ લડી ચુક્યા છે. વિજેન્દરસિંહનાભાજપમાં સામેલ થવાથી પાર્ટીને દિલ્હીથી લઈને હરિયાણા સુધી ફાયદાની આશા છે. તે હરિયાણાના ભિવાનીના જ વતની છે અને જાટ સમુદાયમાંથી આવે છે. તેવામાં ભાજપની વિરુદ્ધ જાટોની નારાજગીની જે ચર્ચાઓ ચાલી રહી છે, તેના સમાધાનમાં પાર્ટીને મદદ […]

કૉંગ્રેસના નેતાએ પીએમ મોદીના માથાને લઈને આપ્યું વિવાદીત નિવેદન, અમિત માલવીયે શેયર કર્યો વીડિયો

નવી દિલ્હી: છત્તીસગઢના વરિષ્ઠ કૉંગ્રેસના નેતા ડૉક્ટર ચરણદાસ મહંતે પીએમ મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. તેમણે પીએમ મોદીના માથાને લઈને એક જાહેરસભામાં એવી વાત કરી દીધી, કે તેના પછી ભાજપે તેમના પર આક્રમક વલણ અખત્યાર કર્યું છે. કોંગ્રેસના નેતા એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ કહેવા લાગ્યા કે પીએમ મોદીના મુકાબલામાં […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે વધુ 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય માહોલ જામ્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 17 બેઠકો માટેના ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે. યાદીમાં આંધ્રમાં 5, બિહારમાં 3, ઓડિશામાં […]

કેજરીવાલની પાછળ ઈડી લગાવવામાં કોંગ્રેસની મોટી ભૂમિકા, જાણો ઈન્ડિયા ગઠબંધનના ક્યાં નેતાએ લગાવ્યો છે આરોપ?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને વિપક્ષી ઈન્ડિયા એલાયન્સમાં તકરાર વધતી દેખાય રહી છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને અયોગ્ય ગણાવ્યું છે. ડાબેરી નેતાએ તેની સાથે આરોપ પણ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીની તપાસમાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે. પી. વિજયને કહ્યુ છે કે […]

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સામે રિકવરી મામલે કોઈ કાર્યવાહી નહીં કરાયઃ આવકવેરા વિભાગ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1700 કરોડ રૂપિયાની વસૂલાતના મામલે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code