1. Home
  2. Tag "COngress"

લોકસભા ચૂંટણીઃ સુપ્રિયા શ્રીનેટ અને દિલીપ ઘોષને વાંધાજનક ટીપ્પણીઓ બાબતે ચૂંટણીપંચનો ઠપકો

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ ઘોષ અને કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને મહિલાઓના ગૌરવ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઠપકો આપ્યો હતો. ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને શ્રીનેતે અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું કે, બંને નેતાઓએ નિમ્ન સ્તરનો વ્યક્તિગત […]

રાહુલ ગાંધીએ ભાજપ પર લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની કોશિશનો લગાવ્યો આરોપ, ECને બીજેપીએ કરી ફરિયાદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણા બાદથી વિપક્ષી દળો અને ભાજપ વચ્ચે વાદવિવાદની રાજનીતિ તીવ્ર બની છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા વિપક્ષી ઈન્ડી ગઠબંધને ભાજપ અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દિલ્હીમાં લોકશાહી બચાવો રેલી આયોજીત કરીને નિશાન સાધ્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની તમામ કોશિશો કરી રહ્યું છે. […]

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

કચ્ચાથીવૂ પર રાજકીય ગરમાવા વચ્ચે કૉંગ્રેસ-ડીએમકે પર ગર્જ્યા એસ. જયશંકર, કહ્યુ- જનતાને જાણવાનો હક

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીથી કેટલાક સપ્તાહ પહેલા કચ્ચાથીવુ મુદ્દા પર દેશમાં રાજકારણ ગરમાયું છે. રવિવારે પીએમ મોદીએ કોંગ્રેસ પલર ખૂબ નિશાન સાધ્યું છે. જવાબમાં કોંગ્રેસે પણ તમિલનાડુમાં મટોી હારથી બચવા માટે આને ભાજપનો હથકંડો ગણાવ્યો છે. હવે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુદ્દા પર કોંગ્રેસ અને ડીએમકેને લપેટામાં લીધા છે. જયશંકરે ભારપૂર્વક કહ્યુ […]

50 વર્ષ જૂના કચ્ચાથીવુના મામલાએ આપ્યો પાક્કો મુદ્દો, પીએમ મોદીએ કોંગ્રેસની સાથે ડીએમકેને પણ લપેટયું

નવી દિલ્હી: કૉંગ્રેસની ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી સરકારે 1974માં શ્રીલંકા સાથે એક સમજૂતી કરી હતી. તેના હેઠળ કચ્ચાથીવુ ટાપુ પર ભારતે પોતાનો દાવો કર્યો હતો અને તેને શ્રીલંકાનો હિસ્સો માની લીધો હતો. આ મામલા પર રવિવારે જ્યારે એક રિપોર્ટ પ્રકાશિત થયો, તો પીએમ મોદીએ આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં, તેમણે […]

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ […]

કોંગ્રેસના પ્રતિભા સિંહે મંડીથી ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, કંગના રનૌત પર શું બોલ્યા પૂર્વ સીએમના પત્ની?

શિમલા: હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ પ્રતિભા સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ વખતે મંડીથી મશહૂર અભિનેત્રી કંગના રનૌતને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. મંડી બેઠક હિમાચલ પ્રદેશની હાઈપ્રોફાઈલ બેઠક છે. આ બેઠક પરથી પ્રતિભા સિંહ ત્રણ વખત સાંસદ […]

AAPને પંજાબમાં ભાજપે આપ્યો ડબલ આંચકો, સાંસદ સુશીલ કુમાર રિંકૂ અને એક ધારાસભ્યે કર્યા કેસરિયાં

ચંદીગઢ: ભાજપે પંજાબમાં આમ આદમી પાર્ટીને આકરો ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના જાલંધરના સાંસદ સુશીલ રિંકૂ ભાજપમાં સામેલ થયા છે. તેમના સિવાય એક ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓએ દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. બંનેને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબના પાર્ટી અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીની સદસ્યતા […]

મમતા બેનર્જી-કંગના રનૌત સામેની ટીપ્પણી ભારે પડી, દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત પર કરવામાં આવેલી ટીપ્પણીઓને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મમતા બેનર્જી પર નિવેદન આપનારા ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કંગના રનૌત પર વિવાદીત પોસ્ટને લઈને ઘેરાયાલે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ આપી છે. ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને […]

અમારા નેતાઓ પર પણ એક્શન, શા માટે આપીએ સાથ: કેજરીવાલ વિરુદ્ધ ઉતરી ઉત્તર પંજાબ કૉંગ્રેસ

ચંદીગઢ: આમ આદમી પાર્ટી સાથે પંજાબમાં ગઠબંધનનો ઈન્કાર કરનારી કોંગ્રેસનું પ્રદેશ યુનિટ હવે અરવિંદ કેજરીવાલના સમર્થનના પણ પક્ષમાં નથી. પંજાબ કોંગ્રેસનું કહેવું છે કે ઈડીની કસ્ટડીમાં ગયેલા અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરવો જોઈએ નહીં. બંને પક્ષો પંજાબમાં તમામ 13 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે અને દિલ્હી 4-3ની સમજૂતી થઈ છે. આ પ્રકારે આમ આદમી પાર્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code