1. Home
  2. Tag "COngress"

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસએ હજુ સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી

અમદાવાદઃ ભાજપએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ 26 બેઠકોના તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના 5 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની 7 બેઠકોના અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો હજુ જાહેર કરાયા નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોને ટિકિટ મળશે તેની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની […]

RSSએ કોંગ્રેસને સમર્થન આપ્યાના ‘ફેક પોલિટિકલ અભિયાન’નું સત્ય, જાણો કોણ ફેલાવી રહ્યું છે ખોટી માહિતી

નવી દિલ્હી:  જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોંગ્રેસ અને વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા ખોબલેને ખોબલે વખોડે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે. તો આ વાત ગધેડાને તાવ આવવાથી વિશેષ કંઈ નથી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવું પોલિટિકલ અભિયાન આરએસએસના નામના દુરુપયોગ સાથે ચલાવવું કોઈ રાજકીય બદઈરાદાથી સાથે લોકોમાં ગુંચવાડો […]

રાહુલ ગાંધીના નિકટવર્તી રવનીત બિટ્ટૂ ભાજપમાં સામેલ, ચૂંટણી પહેલા કોંગ્રેસને પંજાબમાં મોટો આંચકો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પંજાબમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટૂ મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા. તેમણે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની પ્રાથમિક સદસ્યતા લીધી. ચૂંટણીથી પહેલા રવનીત બિટ્ટૂના ભાજપમાં જવાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે. રવનીત બિટ્ટૂ પંજાબ કોંગ્રેસના મોટા નેતા ગણાય […]

ભાજપના વરુણ ગાંધીને કૉંગ્રેસમાં આવવાની ઓફર, અધીર રંજને કહ્યુ- ગાંધી પરિવારમાંથી હોવાને કારણે મળી નહીં ટિકિટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાંથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાય છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસા ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે […]

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, કૂલ 184 ઉમેદવારો જાહેર

નવીદિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરતા અત્યાર સુધીમાં કૂલ 148 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા આમ, કોંગ્રેસે અત્યાર સુધીમાં 185 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ચોથી યાદીમાં મધ્યપ્રદેશમાં […]

PM મોદીના વખાણ, રાહુલ ગાંધીને અપખોડયા, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવેદનના શું છે રાજકીય અર્થ?

કોલકત્તા: લોકસભા ચૂંટણીના દંગલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટીએમસીના નંબર-ટુની હેસિયત ધરાવતા અભિષેક બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વગર તેમને નિશાને લીધા અને ઈન્ડિયા ગઠબંધનના નિષ્ફળ હોવાના કારણો પણ ગણાવ્યા છે. અભિષેક બેનર્જીએ ન્યૂઝ-18ને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો […]

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં સામેલ

શિમલા: કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. હિમાચલ પ્રદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઘણાં પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. તેવામાં હવે કોંગ્રેસના […]

લોકસભા ચૂંટણી નહીં લડવાની ઈચ્છા દર્શાવનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો હાલ પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયાં હતા. હવે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા નેતાઓમાં હવે વધુ એક નેતાનો ઉમેરો થયો છે. લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવારી પાછી લીધા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ […]

દિલ્હીના CMની ધરપકડથી AAP પરેશાન, વિપક્ષી ગઠબંધન હેરાન, કેજરીવાલના એરેસ્ટ થવાનો ભાજપ માટે શું છે અર્થ?

નવી દિલ્હી:  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી સહીત ઘણાં વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. જો કે કહેવામાં આવે છે કે આ આખા ઘટનાક્રમની ભાજપર ખાસ અસર પડવાની સંભાવનાઓ ઓછી છે. તેની સાથે લોકસભા ચૂંટણી 2024થી કેટલાક સમય પહેલા જ તસવીરમાંથી કેજરીવાલનું ગાયબ થવાનું નુકશાન પણ વિપક્ષી ગઠબંધન […]

પરિવારવાદની પરાકાષ્ઠા, કોંગ્રેસની બીજી યાદીના 17 પૈકી 11 ઉમેદવારો મંત્રીઓના સગા!

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા કર્ણાટકના ઉમેદવારોની પસંદગી સાથે બીજી યાદી જાહેર કરી હતી. બીજી યાદીમાં કર્ણાટક સરકારની કેબિનેટના પાંચ મંત્રીઓના બાળકોનો સમાવેશ કરાયો છે. જ્યારે 17 પૈકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code