1. Home
  2. Tag "COngress"

મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

મુંબઈ: પોતાના ભત્રીજા અજીત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અચાનક રાજકીય રીતે નબળા થઈ ગયેલા શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ખેલ કરવા જઈ રહ્યા છે. ઝી ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં સામેલ એવા શરદ પવાર પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના […]

લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને કર્યું બાય-બાય, સપ્તાહમાં 3 નેતાઓએ કોંગ્રેસ છોડી

નવી દિલ્હી: દર વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દોડધામ છે. એક પછી એક નેતાઓ પાર્ટીને આવજો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બાદ હવે પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. વિભાકર શાસ્ત્રીએ […]

લોકસભામાં 5 વર્ષમાં સોનિયા ગાંધી-અખિલેશ યાદવે એકપણ સવાલ કર્યો નથી, માત્ર 2 સાંસદોની 100% હતી હાજરી

નવી દિલ્હી: બિન-લાભકારી પીઆરએસ લેજિસ્લેટિવ રિસસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ઉજાગર થાય છે કે ભારતીય જતના પાર્ટીના મોહન મંડાવી અને ભગીરથ ચૌધરી માત્ર બે સાંસદો હતા કે જેમણે ગત પાંચ વર્ષોમાં 17મી લોકસભાના તમામ સત્રોમાં ભાગ લીધો હતો. એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, બીજેડીના સાંસદ પિનાકી મિશ્રા, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ભાજપના સાંસદ નિશિકાંત […]

કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા-આવતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનેલા ઈન્ડિયા ગઠબંધનના વિખંડનની હવે શરૂઆત થઈ ચુકી છે. જનતાદળ યૂનાઈટેડ વિપક્ષી ગઠબંધનથી હટીને એનડીએમાં ભાજપ સાથે જોડાય ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ પણ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરીને એક રીતે કોંગ્રેસને તેની ઓકાત દેખાડીને એકલાહાથે ચૂંટણી લડવાના સંકેત આપી […]

સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય બનેશે, કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રાજકારણની દ્રષ્ટીએ વર્ષ 2024ને ચૂંટણીના વર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી મહિનાઓમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. જો કે, તે પૂર્વે રાજ્યસભાની ખાલી પડનારી 56 જેટલી બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. […]

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં AAPએ કોંગ્રેસને એક બેઠકની ઓફર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી ગઢબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. ઈન્ડી સંગઠનમાં બેઠકો મામલે પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરએલડી પછી આમ આદમી પાર્ટીએ પણ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને સીટ વહેંચણીને લઈને ઓફર આપી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને એક લોકસભા સીટ […]

મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા અશોક ચવ્હાણ આજે ભાજપામાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ મુંબઈમાં ભાજપા કાર્યાલય પહોંચ્યાં હતા જ્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુલેએ તેમનું સ્વાગત કર્યું હતું. અશોક ચવ્હાણની સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમર રજુરકર પણ ભાજપમાં સામેલ થયાં હતા. અશોક ચવ્હાણ […]

ગાંધી પરિવારના નિકટવર્તી કૉંગ્રેસી નેતાનો લાહોરમાં દાવો, કહ્યુ 2/3 ભારતીયો પાકિસ્તાનીઓ સાથે!

લાહોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેની કોંગ્રેસ અને તેના નેતા મણિશંકર અય્યરની ઘૃણા જગજાહેર છે. હવે અય્યરે આ ઘૃણા પાકિસ્તાનની જમીન પર પણ દેખાડી છે. પાકિસ્તાનીઓને ભારતની સૌથી મોટી સંપત્તિ ગણાવતા અય્યરે કહ્યુ છે કે મોદી સરકારમાં મેજ પર બેસીને વાત કરવાની હિંમત નથી. તેમણે પાકિસ્તાન સાથે 10 વર્ષથી વાતચીત નહીં થવાને સૌથી મોટી ભૂલ પણ […]

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણે કૉંગ્રેસ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં થશે સામેલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તો રાજીનામું આપી દીધું છે. એવી ચર્ચા છે કે અશોક ચવ્હાણ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના નગરસેવક પણ છે, કે જેઓ ભાજપમાં સામેલ થશે. અશોક ચવ્હાણના આ પગલાથી મહારાષ્ટ્ર […]

INDI ગઠબંધનને મોટો આંચકો આપવાની તૈયારીમાં AAP! કેજરીવાલ કૉંગ્રેસથી નારાજ

નવી દિલ્હી: જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી ઈન્ડી ગઠબંધનને બાય-બાય કરી દીધું. હવે ઈન્ડી ગઠબંધનના ઘટકદળો કોંગ્રેસને આંખો દેખાડી રહ્યા છે. ટીએમસી અધ્યક્ષ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખાસા નારાજ દેખાય રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code