1. Home
  2. Tag "COngress"

સોનિયા ગાંધી હિમાચલથી સાંસદ તરીકે ચૂંટાય તેવી શક્યતા, કૉંગ્રેસને મળશે રાજ્યસભાની 10 બેઠકો

નવી દિલ્હી: કોંગ્રેસને ખાતામાં રાજ્યસભાની દશ બેઠકો જવાની છે. તેમાંથી એક-એક બેઠક રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશથી છે. તો તેલંગાણામાં બે અને કર્ણાટકમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓ રાજ્યસભામાં જશે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસે લગભગ નક્કી કરી લીધું છે કે આગામી દિવસોમાં કોને રાજ્યસભામાં તેઓ મોકલશે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાંથી સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધીમાંથી કોઈ એકને […]

કોંગ્રેસે સત્તા માટે લોકશાહીને ઢાંકીને ભૂતકાળમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતીઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે સખત અને મોટા નીતિગત નિર્ણયો લીધા છે જેના પરિણામે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રી  બુધવારે રાજ્યસભામાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પર જવાબ આપી રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા, પ્રધાનમંત્રી […]

જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરીઃ શર્મિષ્ઠા મુખર્જી

જયપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી રહ્યાં ઉપસ્થિત કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો ચહેરો કોણ હોવો જોઈએઃ શર્મિષ્ઠા મુખર્જી જયપુરઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી અને લેખિકા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરી છે. તેથી કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો […]

ઝારખંડના દેવધરમાં રાહુલ ગાંધી સામે જય શ્રીરામનો સૂત્રોચ્ચાર, મોદી-મોદીની પણ થઈ નારેબાજી

નવી દિલ્હી: વાયનાડથી કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝારખંડમાં પ્રવેશ કરી ચુકી છે. રાહુલ ગાંધી શનિવારે દેવધર પહોંચ્યા છે. તેમણે બાબા બૈદ્યનાથ ધામમાં જઈને પૂજા અર્ચના કરી અને રુદ્રાભિષેક પણ કર્યો. જો કે મંદિર પરિરની બહાર નીકળતા સમયે હંગામો થયો હતો. તે વખતે રાહુલ ગાંધીની સામે જય શ્રીરામ […]

કૉંગ્રેસ અધ્યક્ષ ખડગેએ શ્વાન સાથે કરી બૂથ એજન્ટની તુલના, ભાજપે કહ્યુ- આમની અધોગતિ નિશ્ચિત થઈ

નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ શનિવારે નવી દિલ્હીમાં ન્યાય સંકલ્પ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. તે દરમિયાન તેમણે પોતાની પાર્ટીના બૂથ એજન્ટની તુલના કૂતરા સાથે કરી દીધી. ખડગેએ કહ્યુ છે કે અમેરા ત્યાં એક કહેવત છે. જ્યારે તમે બજારમાં જાવ છો અને તમારે કૂતરાં અથવા કોઈ જાનવર લાવવાનું હોય છે, તો તમે તેના સંદર્ભે પૂછપરછ […]

સંસદમાં પોતાના જ સાંસદ પર બગડયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કહ્યુ-દેશ તોડવાની વાત બર્દાશ્ત નથી

નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે […]

ગુજરાત વિધાનસભામાં વડોદરાના હરણી બોટકાંડ, મોંઘવારી સહિતના પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થયો હતો. 29 દિવસના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ લોક પ્રશ્નો ઉઠાવવામાં આવશે. તેમજ ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં આવશે. તાજેતરમાં વડોદરાના હરણી તળાવમાં બોટ જવાની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા ત્યારે આ વિધાનસભા સત્રમાં કોંગ્રેસ […]

ઈન્ડિ ગઠબંધનમાં તમામ નાના પક્ષોને સાથે લાવવાની જવાબદારી કોંગ્રેસનીઃ અખિલેશ યાદવ

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિપક્ષી દળોએ કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડિ ગઠબંધન બનાવ્યું છે. જો કે, આ ગઠબંધન તુટે તેવી પરિસ્થિતિનું હાલના સમયમાં નિર્માણ થયું છે. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળ અને આમ આદમી પાર્ટીએ પંજાબમાં એકલા હાથે ચૂંટણી પડવાની તૈયારી દર્શાવી છે. જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વિપક્ષી ગઠબંધન સાથે […]

નીતિશ કુમાર વિશ્વાસનીયતા ગુમાવી ચુક્યાં છેઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં ઉતાર-ચડાવ વચ્ચે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું હતું કે, નીતીશ કુમારે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. આ માટે તેમના નિર્ણયો અને તે પોતે જવાબદાર છે. જેડીયુ અને તેના નેતાઓના કરતુતોને કારણે વિપક્ષ માટે નવી આશા બની ગયેલું I.N.D.I.A. જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે આખા દેશમાં એકલા હાથે ચૂંટણી […]

I.N.D.I.Aમાં ભંગાણના એંધાણઃ મમતા બાદ ‘આપ’એ કોંગ્રેસ સામે બાંયો ચડાવી

નવી દિલ્હીઃ દેશમાં ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી પક્ષો દ્વારા I.N.D.I.A ગઠબંધન બનાવાયું છે. જો કે, આ ગઠબંધનમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યાં છે, મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code