1. Home
  2. Tag "COngress"

ઈન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસના નેતાની ભવિષ્યવાણી, કેટલાક અન્ય પક્ષ પણ છોડશે દલદલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલાહાથે ચૂંટણી લડવાની ઘોષણા કર્યા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. ટીએમસીની ગેરહાજરી વિપક્ષી ગઠબંધનમાં મોટું ગાબડું છે. પરંતુ ટીએમસીએ કોંગ્રેસ સાથે સીટ શેયરિંગમાં સંમતિ નહીં સધાવાને કારણે આ પગલું ભર્યું છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિકટવર્તી ગણાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણે કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર […]

પીએમ મોદીના ઉપવાસ કોંગ્રેસને શંકા! ભાજપનો પલટવાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ તતા પહેલા 11 દિવસના ઉપવાસ કર્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતા વીરપ્પાઈ મોઈલીએ આની સામે શંકા વ્યક્ત કરી અને કહ્યુ છે કે હું જ્યારે મારા ડોક્ટર સાથે મોર્નિંગ વોક પર હતો. ત્યારે તેમણે મને જણાવ્યુ કે એક વ્યક્તિ 11 દિવસના ઉપવાસ કરીને જીવિત રહી શકે નહીં. […]

કર્પૂરી ઠાકુરની જન્મશતાબ્દીએ ઓબીસી પંચના મામલે પીએમ મોદીએ કૉંગ્રેસને લીધી નિશાને

નવી દિલ્હી : સામાજિક ન્યાયની રાજનીતિના એક ધ્રુવ રહેલા સમાજવાદી નેતા અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ જનનાયક કર્પૂરી ઠાકુરને યાદ કરતા એક આર્ટિકલ લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે હું ખુદ એક પછાત વર્ગનો વ્યક્તિ છું અને તેમના યોગદાનને સમજી શકું છું. કર્પૂરી ઠાકુરની […]

મમતા બેનર્જી કોંગ્રેસ સામે ઝુકવા નથી તૈયાર, “વિપક્ષી ઈન્ડિયા” ગઠબંધનમાં ડખ્ખાના એંધાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ કોંગ્રેસને મોટો રાજકીય આંચકો આપવાની તૈયારી કરી લધી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આને લઈને સત્તાવાર રીતે ટીએમસીએ કંઈ કહ્યું નથી. પરંતુ ટીએમસી બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબથી નારાજ અને આક્રોશિત છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, […]

સાબરકાંઠાના સહકારી આગેવાન વિપુલ પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સી.જે.ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતના વધુ એક રાજકીય આગેવાન પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાય તેવી શકયતા છે. સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, જો કે, તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

રાહુલ ગાંધી પણ રંગાયા ભગવાન શ્રી રામના રંગમાં….. હનુમાનજીના અવતારમાં જોવા મળ્યાં

નવી દિલ્હીઃ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે ભગવાન હનુમાનજીના ચહેરાનો મુખોટો અને હાથમાં ગદા પકડેલા જોવા મળ્યાં હતા. કોંગ્રેસના નેતાઓની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. કોંગ્રેસના […]

રાહુલ ગાંધીનું સાંસદ પદ બહાલ થવા મામલે SC પહોંચેલા વકીલ પર જજ ભડક્યા, લગાવ્યો 1 લાખ રૂપિયાનો દંડ

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતાને બહાલ કરવાની સામે લખનૌના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જજોએ વકીલને ઠપકો આપતા આ મામલે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. લખનૌના વકીલે પોતાની જાહેરહિતની અરજીમાં ગત વર્ષ ઓગસ્ટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા બહાલ કરનારું […]

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કૉંગ્રેસને મોટો આંચકો, ધારાસભ્ય સી. જે. ચાવડાએ “પંજો” છોડયો!

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ માટે એક સાંધેને તેર તૂટે આવી સ્થિતિ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને વીજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. સી. જે. ચાવડા ભાજપમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે. ચાવડા ગુજરાત કોંગ્રેસના મોટા નેતા હતા. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લહેર છતાં […]

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અસમના સીએમ હિમંતાએ ગણાવ્યા હિન્દુ વિરોધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ રામ મંદિરના ઉદ્દઘાટનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય કાર્યક્રમ જણાવ્યો હતો. આ મામલે રાજકારણ ગરમાયું  છે અને ભાજપા દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા શર્માએ રાહુલ ગાંધીને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા. અયોધ્યામાં તા. […]

મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી, હું ઈન્ટ્રેસ્ટેડ નથી, રામમંદિર જવાના વિવાદ પર બોલ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યુ છે કે તે રામમંદિરના ઉદ્ઘાટન સમારંભમાં જઈ રહ્યા નથી. તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે 22 જાન્યુઆરીની ઈવેન્ટ રાજકીય કાર્યક્રમ છે. અમે તમામ ધર્મોની સાથે છીએ. મારે ધર્મનો ફાયદો ઉઠાવવો નથી. હું તેમાં ઈન્ટ્રેસ્ટેડ નથી. મારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code