1. Home
  2. Tag "COngress"

વિપક્ષના ઈડી, સીબીઆઈના દુરુપયોગના દાવાને જનતાનું પણ સમર્થન, 2024ના પરિણામોમાં ભાજપને આંચકો!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીમાં અત્યાર સુધીમાં આશ્ચર્યચકિત કરનારા પરિણામો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં 400ના આંકડાને સ્પર્શી રહેલું ભાજપ હાલ ઘણું પાછળ દેખાય રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન જેવા ઘમાં રાજ્યોમાં ભાજપને આંચકો લાગ્યો છે. પ્રારંભિક મતગણતરીમાં અહીં ભાજપના ઉમેદવાર પાછળ રહ્યા છે. 80 લોકસભા બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં ભાજપને […]

લોકસભા ચૂંટણી 2024: 5 રાજ્યોએ મતગણતરી વચ્ચે ભાજપનું વધાર્યું ટેન્શન!

નવી દિલ્હી: લોકસબા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને અત્યાર સુધી આવી રહેલા ટ્રેન્ડ્સમાં ઘણી બેઠકો પર એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ દેખાય રહ્યો છે. કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ માટે ટેન્શન વધી રહર્યું છે. દેશના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું ટેન્શન વધ્યું છે. વલણોમાં ભલે એનડીએને બહુમતી […]

વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ […]

બેંકિંગ સેક્ટરે રૂ. 3 લાખ કરોડ થી વધુનો ચોખ્ખો નફો નોંધાવીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી: નાણાં મંત્રી

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાનના એક દિવસ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે અગાઉની યુપીએ સરકાર પર બેંકિંગ ક્ષેત્રને “ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કળણમાં ફેરવવાનો” આરોપ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે, 2014 થી મોદી સરકાર હેઠળ બેંકિંગ ક્ષેત્ર વિસ્તારમાં સુધારો થયો છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં, નાણામંત્રીએ પહેલા યુપીએ સરકાર દરમિયાન બેંકિંગ ક્ષેત્રની ખામીઓની ગણતરી […]

ઈન્ડી ગઠબંધનમાં મમતા અને કેસીઆરને મનાવવાની જવાબદારી અખિલેશ યાદવને સોંપાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન તા. 1લી જૂનના રોજ યોજાનારી છે. આ ચૂંટણીમાં એનડીએ અને ઈન્ડી ગઠબંધન જીતના દાવા કરી રહ્યાં છે. ઈન્ડી ગઠબંધને પરિમાણને લઈને તૈયારીઓ પણ કરી લીધી છે. દરમિયાન ઈન્ડી ગઠબંધનની આગામી 1લી જૂને મહત્વની બેઠક યોજાશે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ 1 જૂને દિલ્હીમાં યોજાનારી […]

કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં બેવડી પીએચડી કરી હોય તેવું લાગે છે: PM મોદી

નવી દિલ્હીઃ  ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટોચના નેતા, સૌથી મોટા સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબમાં એક વિશાળ ફતેહ રેલીને સંબોધી હતી. હોશિયારપુરમાં એક જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ‘આ સમય છે, આ જ યોગ્ય સમય છે’ . આજે ફરી કહું છું કે 21મી સદી […]

સાપ્તાહિક રજા મામલે ટીકા કરનાર પીએમ મોદીને કોંગ્રેસનો જવાબ, ભાજપની માનસિકતા અંગ્રેજો કરતા વધુ ખતરનાક

PM નરેન્દ્ર મોદીએ દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન ‘શુક્રવારે સાપ્તાહિક રજા’નો મુદ્દો ઉઠાવતા ઝારખંડની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા. આના પર ઝારખંડની ગઠબંધન સરકારના ઘટકપક્ષ કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા ઈરફાન અંસારીએ દાવો કર્યો છે કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે પણ આ સિસ્ટમ હતી, પરંતુ તે સમયે પીએમ મોદીએ તેમના સીએમ અને મંત્રીઓને […]

લોકસભા ચૂંટણીઃ ઝારખંડમાં PM મોદીના કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા ઉપર આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ લોકોને લૂંટી રહ્યા છે. રાજ્યમાં ઘણા સુંદર પહાડો છે, પરંતુ ઝારખંડની ચર્ચાઓ ચલણી નોટોના પહાડો મામલે થઈ રહી છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ અને જેએમએમને માત્ર તેમની વોટ બેંકની ચિંતા છે. ઝારખંડના દુમકામાં […]

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ […]

મુસ્લિમોને OBCમાં સામેલ કરવા માટે PM મોદીએ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી અનામતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં તેમણે ઓબીસી પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું, પરંતુ કલકત્તા હાઈકોર્ટે તેને રોકી દીધું હતું. શિમલામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પીએમ જણાવ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના ષડયંત્રનું નવીનતમ ઉદાહરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code