થાનગઢમાં રેલવે ફાટક સતત બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી, ટ્રાફિકજામના સર્જાતા દ્રશ્યો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ શહેરમાં ફાટકની સમસ્યા માથાના દુઃખાવા રૂપ બની છે. કારણે કે સતત ટ્રેન વ્યવહારના કારણે ફાટક મોટાભાગના સમયમાં બંધ જ રહેતું હોય છે. એટલે ફાટકની બન્ને બાજુ ફાટક ખૂલ્યા બાદ પણ કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા હોય છે. થાનગઢએ સિરેમીક ઉદ્યોગનું હબ ગણાય છે. થાનગઢના બે મુખ્ય રસ્તામાં બે રેલવે ફાટક આવેલા છે. […]