1. Home
  2. Tag "Contract"

ગુજરાતઃ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે કરાર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના સાયન્સ અને ટેકનોલૉજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડિનેસ અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર થયા હતા. ઇન્ટેલ કોર્પોરેશન સાથેની આ ભાગીદારીથી ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે હબ બનાવવાની દિશાના વિઝનને વેગ મળશે.  નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્‍ટેલના પ્લેટફોર્મ પર આ ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને […]

ભાવનગરમાં મ્યુનિ.એ રખડતા ઢોર પકડવાનો કાન્ટ્રાક્ટ આપવા 6ઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડ્યું

ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર અંગે નવી પોલીસી અમલમાં મુકવામાં આવી છે.  મ્યુનિ. દ્વારા રખડતા ઢોર પકડવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા માટે 6ઠ્ઠીવાર ટેન્ડર બહાર પાડવું પડ્યુ છે, પણ કોઈ એજન્સી રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે તૈયાર નથી હાલ મ્યુનિ.ના કર્મચારીઓ અને કેટલાક બેલદારો દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોજના […]

ICC વર્લ્ડકપ બાદ ભારતીય ટીમના કોચ તરીકેની જવાબદારીથી રાહુલ દ્રવીડ મુક્ત થશે

ભારતીય ટીમમાં દ્રવીડની જગ્યા લક્ષ્મણ લે તેવી શકયતા હાલ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા છે નવી દિલ્હીઃ હાલ ભારતમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. જેમાં ભારત જોરદાર પ્રદર્શન કરી રહ્યું છે અને આ વખતે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બને તેવી આશા વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો બીસીસીઆઈ […]

ભારત અને ગુયાના વચ્ચે હવાઈ સેવા કરારને મંજૂરી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકાર અને કો-ઓપરેટિવ રિપબ્લિક ઓફ  સરકાર ગુયાના વચ્ચે હવાઈ સેવા કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી. હવાઈ સેવા કરાર પક્ષકારો વચ્ચે રાજદ્વારી નોંધોના વિનિમય પછી અમલમાં આવશે જે પુષ્ટિ કરશે કે દરેક પક્ષે આ કરારના અમલમાં પ્રવેશ માટે જરૂરી આંતરિક પ્રક્રિયા પૂર્ણ કરી છે. ગુયાનામાં […]

સુરતમાં ઓવરબ્રીજને પાણીથી ધોવા માટે ખાનગી એજન્સીને 23.31 લાખનો કોન્ટ્રાક્ટ અપાશે

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કેટલીકવાર મંનઘડત નિર્ણય લઈને વિવાદમાં આવતા હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક હાલત એટલી બધી સારી નથી. છતાં ઉડાઉ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. બીજીબાજુ જે ફરજો બજાવવાની છે. એમાં હાથ ઊચા કરી રહ્યા છે. તાજેતરમાં શહેરના ગાર્ડન પીપીપી ધોરણે પધરાવવાની હિલચાલ શરૂ કરી છે. એટલે ગાર્ડનમાં જવા માટે પણ શહેરીજનોએ […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને અપાયેલા કોન્ટ્રાક્ટ સામે શિક્ષણ વિભાગ તપાસ કરશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં  એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને  સિક્યુરિટી સેવા કેટલાય વર્ષોથી  લેવામાં આવી રહી છે. ખાનગી  સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ મુકીને  પુરા ગાર્ડનો  પગાર લેવામાં આવતો હોવી ફરિયાદ ઊઠી છે. ઉપરાંત કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સિટીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે […]

આલિયા ભટ્ટએ હોલીવુડમાં પ્રવેશવાની કરી તૈયારીઓઃ ઈન્ટરનેશનલ એજન્સી સાથે કર્યાં કરાર

મુંબઈઃ આલિયા ભટ્ટે હવે બોલીવુડમાંથી હોલીવુડમાં છલાંગ લગાવવાની તૈયારી કરી છે. આલિયા ભટ્ટે કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ ઈયરની ફિલ્મ જગતમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાર તેમે હાઈવે, ગલી બોય જેથી ફિલ્મોમાં પોતાના અભિનેયનો જાદુ પાથર્યો હતો. હવે આલિયા ભટ્ટ હવે હોલીવુડમાં પગ મુકવાની તૈયારીઓ કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર હોલીવુડની લીડિંગ ઈન્ટરનેશનલ ટેલેન્ટ મેનેજમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code