લોકસભાની ચૂંટણી પહેલા NHMના કરાર આધારિત કર્મીઓના પગારમાં 25 ટકાનો કરાયો વધારો
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્યકર્મીઓના પગારમાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓ ઘણા વખતથી પગાર વધારાની માગણી કરી રહ્યા હતા. આખરે મુખ્યમંત્રીએ પગાર વધારવાનો નિર્ણય કર્યો છે. […]