1. Home
  2. Tag "controversy"

પાકિસ્તાની ટીકટોક સ્ટાર મિનાહિલ મલિક ફરી વિવાદમાં સપડાઈ

પાકિસ્તાની TikTok સ્ટાર મિનાહિલ મલિક વિવાદમાં રહે છે. ઓગસ્ટ મહિનામાં તેણે એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું તેના કારણ કે તે ટ્રેન્ડમાં છે. તેણે તેની સાથે હાર્ટ ઇમોજી બનાવ્યું હતું. વીડિયોને અત્યાર સુધીમાં 4.1 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ડાન્સ વીડિયોમાં તે બ્લેક કલરના […]

રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખર અને સાંસદ જયાં બચ્ચન વચ્ચે તણખા ઝર્યાં

નવી દિલ્હીઃ રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખર વચ્ચે જોરદાર ચકમક ઝરી હતી. અધ્યક્ષ ધનખર દ્વારા જયા અમિતાભ બચ્ચન કહેવામાં આવતા જયા બચ્ચન ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું કે, તેઓ એક કલાકાર છે અને બોડી લેંગ્વેજ સારી રીતે સમજે છે. જયાએ તો ત્યાં સુધી કહ્યું કે, મને માફ કરજો, પણ તમારો સ્વર મને […]

કાવડ યાત્રા મામલે યોગી સરકારના નિર્ણયથી નારાજ થયા NDAના સહયોગી દળો, કહ્યું આ નિર્ણય બિલકુલ અયોગ્ય

સમગ્ર ઉત્તરપ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતા તમામ હોટલ, ઢાબા અને ભોજનાલયોને તેમના માલિકો અથવા આ દુકાનો પર કામ કરતા લોકોના નામ દર્શાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે નિર્ણયથી ખુદ NDAના સહયોગી દળો પણ નારાજ છે.. ભાજપના સહયોગી પક્ષોએ તેના પર પ્રહારો કર્યા છે. કે.સી.ત્યાગી જેડીયુએ કહ્યું કે યુપી સરકારનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા […]

અખિલેશે ભાજપના નેતાઓને આપી મોનસૂન ઓફર, જાણો સોશિયલ મીડિયા પર શું કહ્યું

યૂપી ભાજપમાં હાલ અંદરો-અંદર મોટા ડખા ચાલી રહ્યા છે ત્યારે.. સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપમાંથી 100 ધારાસભ્યો લાવો અને રાજ્યમાં સપાની સરકાર બનાવો. જ્યારે અખિલેશ યાદવનું આ નિવેદન આવ્યું છે તે સમય ઘણો ખાસ છે. જોકે સરકાર પડે તેવી શક્યતા […]

વડોદરાની M S યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની, અધ્યાપકોને માથે વહિવટી જવાબદારી

વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતી એસ એસ યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બનતી જાય છે. રોજબરોજ નવા વિવાદો ઊબા થઈ રહ્યા છે. પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસનો પ્રશ્ને વિવાદ ઊભો થયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત બનાવાતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જ્યારે અધ્યાપકોને ભણાવવા ઉપરાંત વહિવટી કામ સોંપાતા વિવાદ સાથે વિરોધ […]

NEET પરિણામ વિવાદ પછી NTAની સ્પષ્ટતા, ઉચ્ચ પ્રદર્શન ધોરણોને કારણે કટઓફમાં વધારો

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે NEET (UG) ના કટઓફમાં વધારો પરીક્ષાની સ્પર્ધાત્મક પ્રકૃતિ અને ઉમેદવારો દ્વારા આ વર્ષે પ્રાપ્ત કરેલા ઉચ્ચ પ્રદર્શન ધોરણોને પ્રતિબિંબિત કરે છે. NTA એ NEET (UG) પરિણામો અંગે ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા તાજેતરના પ્રશ્નોના પ્રકાશમાં બહાર પાડવામાં આવેલી સ્પષ્ટતામાં આ જણાવ્યું હતું. તે વધુમાં ઉમેર્યું હતું કે NCERT […]

IPL 2024: RRના કેપ્ટન સંજુ સેમસનને એમ્પાયર સામે દલીલ કરવી ભારે પડી

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. જો કે, મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના કેચ આઉટને લઈને વિવાદ થયો હતો. દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને અમ્પાયરો સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર ભારે દંડ ફટકાર્યો છે. સેમસનને […]

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા બાદ માફી પણ માગી છતાંયે હજુ વિવાદ શમતો નથી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે કંઈક ઉચ્ચરણો કર્યા બાદ વિરોધ ઊભો થયો હતો. જો કે વિરોધને પગલે તેમણે માફી માગીને દિલગીરી પણ વ્યક્ત કરી હતી. છતાંયે હજુ પણ વિવાદ શમવાનું નામ […]

અંકલેશ્વરઃ પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનો નકાબ હટાવતા વિવાદ, CCTVમાં ચહેરા અસ્પષ્ટ દેખાતા કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન ગેરરીતી અટકાવવા માટે સરકાર દ્વારા પરીક્ષા ખંડોમાં સીસીટીવી કમેરા લગાવવાની સાથે વીડિયો રેકોડીંગ પરમાં આવી રહ્યું છે. દરમિયાન અંકેશ્વરમાં આવેલા એક પરીક્ષા કેન્દ્રમાં ગણિતની પરીક્ષા આપવા આવેલી મુસ્લિમ સમાજની કેટલીક વિદ્યાર્થીનીઓ નકાબ પહેરીને આવી હતી. જેથી સ્કૂલ સંચાલકો દ્વારા આ નકાબ હટાવવામાં આવ્યો […]

એશિયા કપના આયોજનના નાણાને લઈને શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ

નવી દિલ્હીઃ ગત વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ ભારતના વાંધા બાદ શ્રીલંકાએ ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે પૈસાને લઈને વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં, બંને બોર્ડ ગયા વર્ષે એશિયા કપને શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાને કારણે થયેલા ત્રણ-ચાર મિલિયન ડોલરના વધારાના ખર્ચને કોણ ઉઠાવશે તેના પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code