1. Home
  2. Tag "CORONA"

કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે વધુ એક ખરાબ સમાચાર, ઈમ્યુનિટીને કમજોર બનાવી રહી છે. શરીરમાં ઉત્પન્ન થતી આ વસ્તુ

ઓટોએન્ટીબોડી મેડિકલ ભાષામાં કોઈ વસ્તુ નવી નથી. આ શરીરમાં એવા તત્વો છે જે શરીરને જ નુકસાન પહોંચાડવા લાગે છે. કોરોનામાંથી સાજા થયા પછી પણ દર્દીઓમાં ઓટોએન્ટિબોડી મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે. ઓટોએન્ટીબોડીઝ ગંભીર સ્નાયુઓમાં દુખાવો, સાંધામાં દુખાવો અને મગજને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, જો તમે કોરોના સામે રસી લીધા પછી પણ નબળાઇ […]

કોરોનાથી 100 ગણો વધારે ઘાતક છે બર્ડફ્લૂ H5N1, 50 ટકાથી વધુ દર્દીઓના થઈ ચુક્યા છે મોત

નવી દિલ્હી: ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સે બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત ખતરાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ નવી બીમારી કોરોના મહામારીથી 100 ગણો વધારો ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાતની પણ પ્રબળ સંભાવના છે કે આ ફ્લૂ સાથે સંબંધિત અડધાથી વધુ લોકોના […]

એક વ્યક્તિએ 200 વખત કોરોનાની રસી લીધી, રોગપ્રતિકારક શક્તિ પર કોઈ અસર થઈ નહીં

નવી દિલ્હીઃ કોરોનાની ગંભીર બીમારીથી બચવા માટે કોવિડ વેક્સિન ખૂબ જ જરૂરી છે. વિશ્વભરના લોકોએ કોવિડથી પોતાને બચાવવા માટે રસી લીધી. પરંતુ હવે આ સાથે જોડાયેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જર્મનીમાં રહેતા વ્યક્તિએ કોરોનાના માત્ર 1-2 કે 3 નહીં પરંતુ 200થી વધુ ડોઝ લીધા છે. આ વ્યક્તિની ઉંમર 63 વર્ષ હોવાનું કહેવાય છે. આ […]

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં જ્ઞાનાત્મક ક્ષમતામાં ઘટાડો થયાનું અભ્યાસમાં ખૂલ્યું

નવી દિલ્હીઃ COVID-19 ના વૈશ્વિક કેસો મોટાભાગે નિયંત્રણમાં હોવાનું મનાઈ રહ્યું છે, તેમ છતાં ચેપગ્રસ્ત લોકોમાં લોંગ કોવિડનું જોખમ હજુ પણ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનું કારણ છે. કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, SARS-CoV-2 વાયરસે લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય પર તેની […]

દેશમાં કોરોનાએ ફરી ચિંતા વધારીઃ નવા 761 પોઝિટિવ કેસ નોંધાયાં અને 12 દર્દીના મોત થયાં

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસ ફરી એકવાર ડરાવી રહ્યાં છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોનાના આંકડા મુજબ, 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 761 દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 12 લોકોના મોત થયા હતા. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4334 છે. કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ 5 લોકોના મોત થયા […]

ભારતમાં કોરોનાના નવા 636 પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દીના મોત

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજે પણ 600થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગઈકાલે 841 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આજે નવા 636 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 4394 ઉપર પહોંચ્યો છે. જ્યારે 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયાં હતા. કેરલમાં બે અને […]

અમદાવાદમાં કોરોનાના વધુ 21 કેસ નોંધાયા, કુલ 60 કેસમાં 59 દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે

અમદાવાદઃ શહેરમાં ઠંડી મિશ્રિત ઋતુને કારણે ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું છે. અને વધુ 21 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસનો આંકડો 60 ઉપર પહોંચ્યો છે. મ્યુનિ.ના હેલ્થ કેન્દ્રોમાં ટેસ્ટીંગ સેવા શરૂ કરી દેવામાં આવી છે. ઘણા લોકો શરદી, તાવની બિમારીમાં દવા લેવા માટે આવે છે. પણ સ્ટેટીંગ કરાવતા નથી. શહેરમાં કોરોનાના જે કેસ નોંધાયા છે. જેમાં […]

ઠંડી અને કોરોનાના વધતા જતા કેસ વચ્ચે દિલ્હીનું પ્રદૂષણ ચરમસીમાએ, હવા બની ગઈ અત્યંત ઝેરી, AQI 430ને પાર

દિલ્હી: વધતી જતી શિયાળાની વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ પ્રદૂષણ ચરમસીમાએ છે. GRAP-3 ના અમલીકરણ અને અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ છતાં, દિલ્હીની આબોહવા ગંભીર શ્રેણીના થ્રેશોલ્ડ પર પહોંચી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, રવિવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘ગંભીર’ કેટેગરીમાં પહોંચી ગયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 700 થી વધુ નવા કેસ નોંધાયા,7 લોકોના મોત

દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. વર્ષ 2023ના અંતમાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે, પરંતુ દેશમાં કોરોના ધીમો પડી રહ્યો નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 743 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 743 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,997 […]

ભારતમાં ઝડપીથી ફેલાતો નવો કોવિડ વેરિઅંન્ટ, JN.1 ના કુલ 145 કેસ નૌંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાક કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી રોજના સરેરાશ 650થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાના એમિક્રોનના સબ રેવિએન્ટ જેએન.1એ ના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થતા કેન્દ્રીય આરોગ્ય વિભાગ તથા દેશના વિવિધ રાજ્યો પણ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code