1. Home
  2. Tag "Corona Epidemic"

તણાવ અને ચિંતાને દુર કરવા આયુર્વેદિક જડીબુટ્ટીઓનો કરો ઉપયોગ

આયુર્વેદિક પદ્ધતિથી તણાવને કરો દુર ચિંતાને દુર કરવા અપનાવો આયુર્વેદિક પદ્ધતિ ટૂંક સમયમાં જોવા મળશે સકારાત્મક અસર તણાવ અને ચિંતા આજકાલના જીવનમાં લોકો માટે સામાન્ય વાત બની ગઈ છે. કેટલીક સમસ્યાઓ જેવી કે આર્થિક સમસ્યાના કારણે લોકોમાં આજકાલ સતત તણાવ અને ચિંતાનો માહોલ બની રહ્યો છે. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે પણ નોકરી […]

સૌરાષ્ટ્રમાં ગામેગામ યોજાતા જન્માષ્ટમીના લોકમેળા રદ કરવામાં આવે તેવી શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. આમયે સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. એટલે શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જો કે રાજકોટના મેળા યોજવાનો હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો […]

ટોકિયો ઓલિમ્પિકઃ કોરોના મહામારીને પગલે જાહેરમાં ટાર્ચ રિલેનો કાર્યક્રમ નહીં યોજાય

દિલ્હીઃ જાપાનાના ટોકિયોમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે ભારતીય બોક્સર, હોકી ટીમ સહિતના ખેલાડીઓ પ્રેકટીસ કરીને પરસેવો પાડી રહ્યાં છે. બીજી તરફ ટોકિયોમાં કોરોના મહામારીને લઈને જાપાની સરકાર અને ગેમ્સના આયોજકો ચિંતિત બન્યાં છે. તેમજ વિવિધ ગેમ્સને જોવા માટે દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ઓલિમ્પિક ટોર્ચ રિલેના જાહેર […]

કોરોના મહામારીઃ શહેરી વિસ્તારોમાં બેરોજગાર બનેલા લોકોની રોજગાર ગેરેન્ટીની માંગણી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો લગભગ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. લોકડાઉન સહિતના અનેક નિયંત્રણોને કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. ભારતમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે. ગ્રામીણ વિસ્તારમાં સરકાર દ્વારા રોજગારીની ગેરેન્ટી આપવામાં આવે છે પરંતુ શહેરીવિસ્તારમાં નોકરિયાત વ્યક્તિઓની મુશ્કેલીમાં વધારો થયો છે. […]

અમદાવાદના એમ્બ્રોઇડરી ઉદ્યોગની કફોડી સ્થિતિ, ભાડુ અને મશીનનો મેન્ટેનન્સ ખર્ચ પણ નિકળતો નથી

અમદાવાદ : કોરોના કાળ દરમિયાન રાજ્યના ઉદ્યોગ ધંધા પર માઠી અસર પડી છે. જેમાં એમ્બ્રોઇડરી અને યાર્ન બિઝનેસને પણ કરોડોનો ફટકો પડયો છે. હજારો વેપારીઓ અને લાખો કારીગરો આ બિઝનેસ સાથે સંકળાયેલા હોવાથી વેપારીઓ અને ઉદ્યોગની ગાડી પાટેથી ઉતરી ગઈ હોય તેવી સ્થિતિ છે. એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરીના નામે ચાલતા આ બિઝનેસને કોરોનાને લીધે અંદાજે […]

કોરોના મહામારીમાં એક વર્ષના સમયગાળામાં 107 પોલીસ અધિકારી-કર્મચારીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકારે દ્વારા લોકડાઉન અને કરફ્યુ નાખ્યો હતો. કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સરકારના આ પગલાને પરિણામે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સતત કોવીડમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા અનેક પોલીસ કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો […]

કોરોના મહામારી વચ્ચે સુરતથી ડાયમન્ડની નિકાસ વધી

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરને કારણે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમજ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. જેનો ફાયદો ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતને થયો છે. સુરતમાંથી હિરાની નિકાસમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારીને […]

લો બોલો, જૂનાગઢ સિવિલમાં કોરોના મહામારી વચ્ચે કામ વિના આંટાફેરા કરતા 30 લોકો પકડાયાં

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાનો ચેપ વધારે ન ફેલાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢ સિવિલમાં કામ વિના આંટાફેરા કરતા લોકોને ઝડપી લેવા માટે સિવિલ હોસ્પિટલ અને પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં […]

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે પ્લાઝમા ડોનેટ કરનારા લોકોમાં 4200 ટકાનો વધારો

3 મહિનામાં 8597 લોકોએ કર્યુ પ્લાઝમા દાન કોવિડના દર્દીઓની સારવાર ઉપયોગમાં લેવાય છે પ્લાઝમા અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. કોરોના પીડિત દર્દીને પ્લાઝમા આશિર્વાદ સમાન હોવાનું તબીબો માની રહ્યાં છે. બીજી તરફ લોકોમાં કોરોના મહામારીને લઈને આવેલી જાગૃતિના કારણે પ્લાઝમા ડોનેટ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code