1. Home
  2. Tag "Corporation"

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા CM રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને લખ્યો પત્ર

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કરી અપીલ અગાઉ કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ હતી રજૂઆત ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે.  20 જેટલા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે. ઘણા શહેરોમાં તો વેપારી મંડળોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યો છે આવી સ્થિતિમાં તા.18મી એપ્રિલનો રોજ  યોજાનારી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવા કોંગ્રેસ અને […]

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44માંથી ભાજપના 22 ઉમેદવારો કરોડપતિ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા. 18મી એપ્રિલનો રોજ યોજાશે આ ચૂંટણી માટે હાલ ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. જેમાં    ભાજપના 44માંથી 22 ઉમેદવારના પરિવાર પાસે 1 કરોડથી 45 કરોડ સુધીની સંપત્તિ છે. આ સંપત્તિમાં રોકડ, બૅન્ક, શૅર, ડિબેન્ચર, સોના-ચાંદીના દાગીના, જમીન, મકાન, પ્લોટ સહિતની સ્થાવર-જંગમ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીના પ્રચારમાં કોરોનાનું ગ્રહણઃ ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર

અમદાવાદઃ કોરોનાના વધતા કેસો વચ્ચે યોજાઈ રહેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે 12 દિવસ જ બાકી રહ્યાં છે. ભાજપ દ્વારા શક્ય હોય ત્યાં સુધી મોટી જાહેર સભા નહીં કરવાનો નિર્ણય લીધો છે. તો કોંગ્રેસમાં હજુ સુધી આવી કોઈ હલચલ જોવા મળી હતી. ત્યારે હાલ તો ભાજપ-કોંગ્રેસ અને આપ તમામ પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગઃ આપ ભાજપ-કોંગ્રેસ માટે હારજીતનું કારણ બનશે

ગાંધીનગરઃ શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે પણ આમ આદમી પાર્ટી કોના કેટલા મત બગાડે છે, તેના પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો હાર-જીતનો મદાર રહેલો છે. કોંગ્રેસના 5 રિપિટ સભ્યોને બાદ કરતાં ભાજપ, કોંગ્રેસ અને […]

રાજકોટ મનપાનું કરબોજા વગરનું રૂ. 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ, 100 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટ શહેરમાં કોર્પોરેશનનું રૂ. 2275 કરોડનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કરબોજા વગરના આ ડ્રાફ્ટ બજેટમાં આગામી દિવસોમાં શહેરમાં 100 ઈલેક્ટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત મિલકત વેરાનો લક્ષ્યાંક વધારીને રૂ. 340 કરોડ રાખવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં બે નવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ […]

રાજકોટમાં કોર્પોરેશનનું બાકી મિલ્કત વેરાની વસુલાત માટે અભિયાનઃ 20 મિલ્કત કરાઈ સીલ

અમદાવાદઃ રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ મનપા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ નોટિસ આપવા છતા વેરો નહીં ભરનાર મિલ્કત ધારકોની મિલ્કતને સીલ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે 20 મિલ્કત સીલ કરીને રૂ. 44.70 લાખની રિકવરી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ ઝોનમાં […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પરાજયનું કોંગ્રેસ કરશે મનોમંથન, પ્રભારી રાજીવ સાતવ આવશે ગુજરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. જેથી પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. દરમિયાન આગામી દિવસોમાં જ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય અંગે મનોમંથન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં […]

સુરત મ્યુનિસિપલ કમિશનરે રૂ. 6534 કરોડનું બજેટ કર્યું રજૂઃ 300થી વધુ ઈલેક્ટ્રિક બસો દોડશે

અમદાવાદઃ સુરત મહાનગરપાલિગકાનું વર્ષ 2020- 21નું રિવાઈઝડ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા 6534 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરતમાં શહેરીજનોને તમામ સુવિધાઓ મળી રહે તેની ઉપર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તાર માટે રૂ.140.21 કરોડની જોગવાઈ કરાઈ […]

રાજકોટમાં બાકી મિલ્કતવેરા ધારકો સામે મનપાની કાર્યવાહીઃ 30 મિલ્કત કરાઈ સીલ

અમદાવાદઃ રાજકોટમાં મિલ્કતવેરાની રિકવરી માટે કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમજ 30 જેટલી મિલ્કતને સીલ કરવામાં આવી હતી અને રૂ. 43 લાખથી વધુની રિકવરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બાકી મિલ્કત વેરા મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવતા મિલ્કત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરા મુદ્દે સીલીંગ અને […]

ભાવનગરમાં વેપારીઓએ માસ્કના દંડથી બચવા રાખ્યો બાતમીદારઃ મનપાની ટીમ ઉપર રખાતી હતી નજર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક અને સામાજીક અંતર જીવનનો એક ભાગ બની ચુક્યું છે. બીજી તરફ માસ્ક નહીં પહેરનારને ઝડપી લેઈને તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે. દરમિયાન ભાવનગરના વેપારીઓએ માસ્કના દંડથી વચવા માટે નવી તરકીબ અજમાવી હતી. વેપારીઓએ એક બાતમીદાર રાખ્યો હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બાતમીદાર મનપાની ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code