1. Home
  2. Tag "cost"

RBI ગવર્નર દાસે રેમિટન્સનો ખર્ચ અને સમય ઘટાડવાની હિમાયત કરી

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિદેશી રેમિટન્સનો સમય અને ખર્ચ ઘટાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે વિકાસશીલ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી અને પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ ક્રોસ બોર્ડર પેમેન્ટ્સને વેગ આપવા અને વિસ્તરણ કરવા માટે થઈ શકે છે. “સેન્ટ્રલ બેંકિગ એટ ક્રોસરોડ્સ” વિષય ઉપર આયોજીત સંમેલનને […]

ડાયાબિટિશ, બ્લડ પ્રેશર અને લિવર ઇન્ફેક્શન સહિતની અનેક બીમારીઓમાં રાહત આપનારી દવાઓ થઇ સસ્તી

સરકાર દ્વારા કેટલીક દવાઓની કિંમત ઘટાડવામાં આવી છે. ડાયાબિટીસ, હૃદય, લીવર, ઈન્ફેક્શન અને એલર્જીની દવાઓ સસ્તી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તેમની નવી કિંમતો નક્કી કરી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ તેની 123મી બેઠકમાં 41 દવાઓ અને સાત ફોર્મ્યુલેશનની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત વિવિધ કંપનીઓની દવાઓની છૂટક કિંમતો નક્કી કરવામાં […]

અમદાવાદમાં કરોડોને ખર્ચે બનાવાયેલી મ્યુનિ.ની SVP હોસ્પિટલનો ખર્ચ હવે AMCને પોસાતો નથી

અમદાવાદઃ શહેરમાં વી.એસ હોસ્પિટલના કેમ્પસમાં નદી કિનારા પર સરદાર વલ્લભભાઈ પટેલ ( SVP)  હોસ્પિટલ કરોડોના ખર્ચે મ્યુનિએ બનાવી છે. આ હોસ્પિટલમાં મ્યુનિની અન્ય હોસ્પિટલો કરતા સારવારના વધુ ભાવ નિયત કરાયા છતાં હોસ્પિટલ દર મહિને લાખો રૂપિયાની ખોટ કરી રહી છે. મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ પાછળ દર મહિને 17 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે. […]

ગુજરાત સરકારે કોવિડ ટેસ્ટિંગ કિટ ખરીદવા પાછળ રુપિયા 320 કરોડનો ખર્ચ કર્યો

અમદાવાદ:  ગુજરાતમાં કોરોનાનો કાળ એકંદરે કપરો રહ્યો હતો. સરકારી તંત્રએ દર્દીઓને સારવાર અને દવાઓ તેમજ ટેસ્ટિંગ કિટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષથી જ્યારથી કોવિડ મહામારી શરુ થઈ છે ત્યારથી રાજ્ય સરકારે કુલ રૂ. 320.19 કરોડના ખર્ચે 72 લાખ RT-PCR ટેસ્ટિંગ કીટ અને 1.60 કરોડ રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ ખરીદી છે. […]

કોરોનાને લીધે વાઈબ્રન્ટ સમિટ રદ કરાતા સરકારે ખર્ચેલા 50 કરોડ માથે પડ્યા

ગાંધીનગરઃ રાજ્ય સરકારે 10મી જાન્યઆરીથી ગાંધીનગરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો. લકઝરી હોટલોમાં મહેમાનો માટે રૂમના બુકિંગ કરાવી દીધા હતા. મહેમાનો માટે લકઝરી કારનો કાફલો મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો. ગાંધીનગરમાં રાત્રે ડ્રોન લેસર શો માટે પણ ખર્ચ કરીને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પબ્લિસિટીથી લઈને […]

અમદાવાદમાં ચોમાસા દરમિયાન પડેલા ભૂવા પાછળ મ્યુનિ.કોર્પોરેશને 3 કરોડનો ખર્ચ કર્યો

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાના બનાવો બનતા હોય છે. ચાલુ વર્ષના ચોમાસામાં 73 ભૂવાઓની મરામત પાછળ 3 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે નવા વાડજમાં પડેલા ભૂવાના રીપેરિંગ પાછળ જ 38 લાખનો તોતિંગ ખર્ચ કરાયો હતો.  ઉપરાંત શહેરમાં ઈન્દ્રપુરી વોર્ડમાં કડિયાનાકાથી તુષારભાઈ દેશમુખ ગાર્ડન રોડ પર પડેલા ભૂવા પાછળ 20 લાખ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code