1. Home
  2. Tag "Course"

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 22મી જાન્યુઆરીથી ગીતા,વેદ એસ્ટ્રોલોજી સહિત 8 કોર્ષ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આગામી તા,22મી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિનથી  ભારતીય જ્ઞાન પરંપરા વિષયોના ટૂંકાગાળાના અભ્યાસક્રમો શરૂ કરશે. જેમાં ગીતા, વેદ, જ્યોતિષશાસ્ત્ર, સહિત વિવિધ 8 જેટલા કોર્ષ શરૂ કરાશે. AICTE તરફથી ભાષા કેન્દ્ર તરીકે માન્યતા મળી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નાં સંદર્ભે 2021માં અસ્તિત્વમાં આવેલા ધરોહર કેન્દ્ર દ્વારા […]

જીટીયુના કેમ્પસમાં નવા સત્રથી BE કમ્પ્યુટર ઇજનેરીનો અંગ્રેજી માધ્યમનો કોર્ષ શરૂ કરાશે

અમદાવાદઃ દેશભરમાં આગામી નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નિતીનો અમલ શરી થઈ જશે. નવી સિક્ષણ નિતી મુજબ માત્ર યુનિ. સંલગ્ન કોલેજોમાં જ નહીં પણ યુનિ.કેમ્પસમાં પણ કેટલાક કોર્ષ ભણાવવા પડશે. તેના લીધે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) કેમ્પસમાં નવા શૈક્ષણિક સત્ર જૂન 2023-24થી અંગ્રેજી માધ્યમમાં ડિગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં આવેલી […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરીથી કોમર્સ અને આર્ટ્સના કોર્સ ઓનલાઇન પણ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હવે આર્ટ્સ અને કોમર્સના ઓનલાઈન અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. તેના લીધે દેશ-વિદેશના કોઈપણ સ્થલોએ રહેતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકશે. યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર ઓનલાઇન એજ્યુકેશનનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આગામી જાન્યુઆરી 2023થી બીએ, એમએ, બીકોમ, એમકોમના કોર્સ ઓનલાઇન પણ ભણાવવામાં આવશે. આ કોર્સનો વિધિવત્ પ્રારંભ જાન્યુઆરી 2023થી થશે. આ કોર્સમાં પ્રવેશ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPS દ્વારા તૈયાર કરાયેલો કોર્ષ આગામી વર્ષથી ભણાવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી ફરજિયાત કરાયો છે, જે બે સેમેસ્ટરનો હશે અને વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવા પડશે તેવો પરિપત્ર રજિસ્ટ્રાર એ.એસ. પારેખે 9 સપ્ટેમ્બરે બહાર પાડ્યો છે. આમ હવે યુનિવર્સિટીમાં બીએપીએસ દ્વારા તૈયાર કરાયેલો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે, સૂત્રોના […]

GTU સંલગ્ન કોલેજોમાં હવે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ગુજરાતીમાં પણ ભણાવાશે

અમદાવાદઃ રાજ્યમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં  એન્જિનિયરિંગની કોલેજોમાં હવે ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. દેશમાં ઇજનેરી અભ્યાસક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં શરુ કરવાનો નિર્ણય બાદ નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં ગુજરાતી ભાષામાં એન્જીનીયરીંગ અભ્યાસક્રમ શરુ કરી દેવાની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ તૈયારીઓ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજ્યુકેશન દ્વારા માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં જ […]

ગુજરાત યુનિવર્સિટીમાં ન્યૂ એજ મીડિયાનો સર્ટિફિકેટ ડિપ્લોમા અને માસ્ટર ડિગ્રીનો કોર્ષ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વખત  વિન્ટર એડમિશનની પહેલ થઈ રહી છે. આ વિન્ટર એડમિશનમાં ખાસ ન્યુ એજ મીડિયાના અલગ અલગ કોર્સ શરૂ કરવામાં આવશે.એડમિશનના કોઈ પણ ધોરણ વિના પ્રવેશ આપવામાં આવશે. ન્યુ એજ મીડિયાના કોર્સ શરુ થઇ રહ્યા છે તેમાં અત્યારે ટેકનોલોજીમાં તથા ડીજીટલ પ્લેટફોર્મ અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં વીડિઓ એડિટીંગ, ઓડીઓ એડિટીંગ,સમાચાર પ્રચાર […]

GTU દ્વારા ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સ 15મી નવેમ્બરથી શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ભરત નાટ્યમનો ટુંકાગાળાનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક શાખાના વિદ્યાર્થીઓને અન્ય શાખાનું પણ જ્ઞાન મળી રહે તે બાબતની યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવેલી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓ આપણી […]

રાજ્ય સરકારના અધિકારીઓ માટેના સ્પીપાના તાલીમ અભ્યાસક્રમમાં CM ડેસ્ક બોર્ડનો સમાવેશ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત સી.એમ.થી સીટીઝનને જોડતાં સીએમ ડેશબોર્ડની સુશાસનમાં ભૂમિકા અને કામગીરીનો ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)ના તાલીમ કોર્ષમાં સમાવેશ કરવાનો નિર્ણય સરકારે કર્યેા છે. અમદાવાદમાં આવેલા  સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)માં અધિકારીઓને વહિવટી તાલીમ આપવામાં આવતી હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code