1. Home
  2. Tag "Covid-19"

કોરોનાથી 100 ગણો વધારે ઘાતક છે બર્ડફ્લૂ H5N1, 50 ટકાથી વધુ દર્દીઓના થઈ ચુક્યા છે મોત

નવી દિલ્હી: ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સે બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત ખતરાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ નવી બીમારી કોરોના મહામારીથી 100 ગણો વધારો ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાતની પણ પ્રબળ સંભાવના છે કે આ ફ્લૂ સાથે સંબંધિત અડધાથી વધુ લોકોના […]

કોવિડ – 19 થી પણ વધુ ખતરનાક છે આ બીમારી,5 કરોડથી વધુ લોકોના લઈ શકે છે જીવ

દિલ્હી: બે વેક્સિન નિષ્ણાતો દ્વારા લખાયેલ એક નવું પુસ્તક ચેતવણી આપે છે કે,વિશ્વ આ સમયે આગામી રોગચાળા માટે તૈયાર નથી. પુસ્તક અનુસાર, પૃથ્વી પર કરોડો વાયરસ ફરતા હોય છે, જેના વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. પુસ્તકના લેખકોએ દાવો કર્યો છે કે જેમ એક દાયકા પહેલા સ્પેનિશ ફ્લૂએ ઘણા લોકોને માર્યા હતા તે જ […]

વડાપ્રધાનના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ કોવિડ-19 સામે જાહેર આરોગ્ય પ્રતિસાદની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

દિલ્હી : તાજેતરમાં સમગ્ર ભારતમાં નોંધાયેલા કોવિડ-19 કેસોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ડૉ. પી.કે. વડાપ્રધાનના અગ્ર સચિવ મિશ્રાએ દેશમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી,જેમાં દેશમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ અને લોજિસ્ટિક્સ, દવાઓ, રસીકરણ અભિયાનની તૈયારીની સ્થિતિ અને તેના પ્રતિભાવ તરીકે કોવિડ -19 કેસોમાં તાજેતરનો વધારો થવા અંગે મુખ્ય જરૂરી […]

ગાંધીનગર સિવિલ હોસ્પિટલઃ ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાઓનું ઋષિકેશ પટેલે નિરીક્ષણ કર્યું

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે 10 અને 11 મી એપ્રિલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોરોના સામેની સજ્જતાની ચકાસણી અર્થેની મોકડ્રીલમાં સહભાગી બન્યા હતા. એટલું જ નહીં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ નિયંત્રણ માટેની તમામ […]

કોવિડ-19: રાજ્યોને ઈમરજન્સી હોટસ્પોટની ઓળખવાની આરોગ્ય વિભાગની સૂચના

નવી દિલ્હીઃ “કેન્દ્ર અને રાજ્યોએ કોવિડ-19 નિવારણ અને વ્યવસ્થાપન માટે અગાઉના વધારા દરમિયાન કરવામાં આવ્યું હતું તે રીતે સહયોગી ભાવનાથી કામ કરવાનું ચાલુ રાખવાની જરૂર છે”. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં રાજ્યના આરોગ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો/અધિક મુખ્ય સચિવો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરતાં આ વાત કહી હતી. તાજેતરના […]

મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે કોવિડ-19 સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોવિડ-19 સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના  કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં  વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તદ્દ અનુસાર, ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન 268 […]

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 […]

કોરોના: ચીનમાં 5 સપ્તાહમાં 9 લાખ વ્યક્તિઓના મોતની આશંકા, સરકારના આંકડા છુપાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ હજુ સામે આવી રહ્યાં છે. ચીનમાંથી કોરોના સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. હાલ ફરીથી કોરોનાએ ચીનમાં માથુ ઉચક્યું છે. અત્યાર સુધી ચીનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, કોરોના મહામારીમાં 60 હજાર લોકોના મોત થયાનું ચીને સ્વિકાર્યું હતું. જોકે વિશ્વના નિષ્ણાતોનો દાવો છે કે, ચીન […]

આંતરાષ્ટ્રીય એરપોર્ટસ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના RTPCR રેન્ડમ સેમ્પલિંગ કરાશે

નવી દિલ્હીઃ કોવિડ-19 વૈશ્વિક મહામારીથી આજ સુધી વિશ્વમાં લોકોના આરોગ્ય અને જીવન નિર્વાહ પ્રભાવિત થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાયરસે વિવિધ સ્વરૂપ (વેરિએન્ટ) ધારણ કરીને વૈશ્વિક આરોગ્યની સામે સતત જોખમ સર્જ્યુ છે અને દુનિયાના તમામ દેશ તેની ખરાબ અસરોથી પ્રભાવિત થયા છે. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું. […]

કોરોના મહામારી બાદ બેંકમાંથી પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં વધારો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના બાદ અર્થવ્યવસ્થા ફરીથી પાટા ઉપર ચડી છે. બીજી તરફ લોકોની આર્થિક મુશ્કેલીઓ વધતા બેંકમાંથી પર્સનલ લોન લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. બેંકોની રૂ. 123 લાખ કરોડની લોનમાં પર્સનલ લોનનો હિસ્સો 31.4 ટકા છે એટલું જ નહીં એફડી ઉપર લોન લેનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ક્રેડિટ કાર્ડથી લોન લેવામાં 28.4 ટકાનો વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code