1. Home
  2. Tag "Covid-19"

કોવિડ સામે લડવા માટેની દવા Molnupiravir માર્કેટમાં થઇ ઉપલબ્ધ, આટલી છે કિંમત

બજારમાં કોવિડની દવા Molnupiravir આવી ગઇ મેડિકલ સ્ટોરમાં આ દવા 63 રૂપિયાની કિંમતે મળે છે જો કે માત્ર મેડિક પ્રીસ્ક્રિપ્શન પર જ આ દવા વેચી શકાશે નવી દિલ્હી: કોરોના સામે લડવા માટેનું શસ્ત્ર એવી કોવિડ વાયરસની દવા Molnupiravir આજથી ભારતીય રીટેલ દવા બજારોમાં લોંચ થઇ ગઇ છે. સરકારે થોડાક સમય પહેલા જ આ દવાના મંજૂરી […]

ઓમિક્રોનના પડકાર વચ્ચે પણ ભારતનો રિયલ GDP ગ્રોથ 9% રહેવાનો ઇક્રાનો અંદાજ

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરના મારથી માંડ માંડ બેઠા થયેલા ભારતીય અર્થતંત્ર પર હવે ફરીથી નવા વેરિએન્ટ એવા ઓમિક્રોનનો ખતરો તોળાઇ રહ્યો છે. જો કે આ સંકટને મ્હાત આપવા અને દરેક પડકારોનો સામનો કરવા માટે ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાનો દાવો રેટિંગ એજન્સી ઇક્રાએ કર્યો છે. ઇક્રાના અનુમાન અનુસાર ભારતીય અર્થતંત્રનો વાસ્તવિક જીડીપી વૃદ્વિ નાણાકીય વર્ષ […]

વિશ્વમાં ઓમિક્રોનનો વધતો ખતરો, 11 ટકા કેસ વધતા WHOએ આપી આ ચેતવણી

નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોનના કેસનું પ્રસરણ ઝડપી રીતે થઇ રહ્યું છે. ગત એક સપ્તાહમાં સંક્રમણમાં 11 ટકાનો વધારો થયો છે. આ બધા વચ્ચે WHOએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોન વેરિએન્ટથી ઉભો થયેલો ખતરો હવે વધી રહ્યો છે. ઓમિક્રોનના કારણે વિશ્વના ઘણાં દેશોમાં કોવિડના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ખતરો હજુ […]

દેશ કોરોનાને આપશે મ્હાત, કોર્બેવેક્સ અને કોવોવેક્સ રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મંજૂરી મળી

દેશમાં હારશે કોરોના કોવોવેક્સ અને કોર્બેવેક્સને મંજૂરી એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરને પણ મંજૂરી મળી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન ફૂંફાડા મારી રહ્યો છે અને કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ ઓમિક્રોનને મ્હાત આપવા માટે દરેક હથિયાર સાથે તૈયાર છે. દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ […]

દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી, 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા

ઓમિક્રોનની રફતાર બની ઝડપી દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા દિલ્હી: દેશમાં ઓમિક્રોનના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે.જેના કારણે ઘણા રાજ્યોએ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના દૈનિક કેસ પણ સાત હજારની નજીક છે. ભારતમાં ઓમિક્રોનના કુલ 422 કેસ મળી આવ્યા છે.શનિવારે જાહેર […]

ઓમિક્રોનના કહેર વચ્ચે ડેલ્મીક્રોનનો ફફડાટ, વિશ્વ ફરીથી થયું ચિંતાતુર

ઓમિક્રોનના કહેર વચ્ચે હવે ડેલ્મીક્રોનનો ફફડાટ જો કે ભારતમાં હજુ એકપણ કેસ નોંધાયો નથી વિશ્વ ફરીથી ચિંતાતુર નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશત સતત વધી રહી છે. તેને કારણે સમગ્ર વિશ્વ ફરીથી ચિંતિત બન્યું છે ત્યાં હવે વધુ એક નવા વેરિએન્ટને દસ્તક દીધી છે. ઓમિક્રોન વેરિએન્ટ સમગ્ર વિશ્વમાં ફરીથી લોકોને ચિંતામાં મૂકી રહ્યો છે ત્યારે […]

કોવિડના ફરી વધતા પ્રકોપ વચ્ચે USનો મહત્વપૂર્ણ નિર્ણય, H-1B તેમજ L-1 વિઝા માટે અરજદારોને આ કામમાંથી મળી મુક્તિ

કોવિડ-19ના વધતા કેસો વચ્ચે યુએસનો મહત્વપૂર્ણ નિર્ણય H-1B, L-1, O-1 વિઝા માટે અરજદારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂમાંથી અપાઇ મુક્તિ અત્યારે કામચલાઉ ધોરણે આ નિર્ણય લેવાયો છે નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટના કેસમાં વધારો થવાને કારણે યુએસએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે H-1B, L-1 અને O-1 વિઝા માટે અરજદારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટએ […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા

કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિન લાખોની સંખ્યામાં આપવામાં આવી રહી છે રસી દેશમાં 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા દિલ્હી:કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.અને લાખોની સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે દર વખતની જેમ ફરીવાર દૈનિક રસીકરણનો આંકડો જાહેર કરવામાં આવ્યો […]

નવા વર્ષની ઉજવણી બીચ પર કરવાની યોજના છે,તો કરી લો આ તૈયારીઓ

બીચ પર કરો નવા વર્ષની ઉજવણી બીચ પર પાર્ટી કરવાની અલગ જ મજા આ તૈયારીઓ કરી લો ગયા વર્ષે, કોરોનાએ તમામ તહેવારોની ઉજવણીને ફીકી પાડી હતી. જો કે, આ મહામારી વચ્ચે લોકોએ તમામ તહેવારોને યાદગાર બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. કોરોનાવાયરસને કારણે પણ લોકોને નવું વર્ષ ઘરે ઉજવવાની ફરજ પડી હતી.પરંતુ આ વર્ષે એવું […]

આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન આવશે, અદાર પૂનાવાલાએ કરી જાહેરાત

SIIના CEO અદાર પૂનાવાલાની મોટી જાહેરાત આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન આવશે 3 વર્ષ સુધીના બાળકોને કોવિડથી બચાવશે નવી દિલ્હી: બાળકો હવે કોવિડ સામે સુરક્ષિત રહેશે. આગામી છ મહિનામાં બજારમાં બાળકો માટે કોરોના વેક્સિન ઉપલબ્ધ થશે. સીરમ ઇન્સ્ટિટ્યુટે આ જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, કોવોવેક્સ હજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code