અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું છતાં સિંઘુભવન રોડ પર રાતભર ફટાકડા ફુટ્યા
અમદાવાદઃ શહેરમાં દિવાળીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ માત્ર બે કલાક ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. તેમજ જાહેર રોડ પર રાહદારીઓ અને વાહનચાલકોને અડચણરૂપ થાય તે માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આમ છતાં કેટલાક બેફામ બનેલા નબીરાઓના કારણે સિંધુભવન […]