1. Home
  2. Tag "cyber crime"

સાઈબર ક્રાઈમ, ફ્રિઝ થયેલા બેન્ક ખાતા અનફ્રિઝ કરવાનું કૌભાંડ

ગઠિયાઓએ સાઈબર ક્રાઈમનું ભળતુ ઈમેઈલ બનાવ્યુ, પોલીસે ફ્રીઝ કરેલાં બેન્ક એકાઉન્ટ છૂટાં કરવા બેન્કોને નોટિસો મોકલી, સાયબર ગઠિયા છેતરપિંડી કરે તે પહેલાં જ તામિલનાડુથી એકની ધરપકડ અમદાવાદઃ દેશભરમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે જેમાં ગુજરાત પણ બાકી નથી. સાયબર ગઠિયાઓ અવનવી કરકીબો અપનાવીને લોકોને ઠગીને ઓનલાઈન તેમના બેન્ક ખાતા ખાલી કરી નાંખતા હોય છે. […]

જાહેર સ્થળો ઉપર સ્થાપિત ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવાનું ટાળો, સાયબર ગુનાનો બની શકો છો ભોગ

જો તમે પણ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અથવા અન્ય કોઈ સાર્વજનિક સ્થળો પર સ્થાપિત ચાર્જિંગ પોઈન્ટ પર તમારો ફોન અથવા લેપટોપ ચાર્જ કરો છો, તો તમારે સાવધ રહેવું જોઈએ. FBIએ લોકોને સાર્વજનિક ફોન ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી છે. એફબીઆઈએ એક પોસ્ટમાં કહ્યું છે કે મોલ્સ અને એરપોર્ટ જેવા સાર્વજનિક સ્થળોએ મળેલા યુએસબી ચાર્જિંગ […]

ભારતમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા માટે ખાસ કમાન્ડો તૈયાર કરાશે

I4Cના સ્થાપના દિવસની ઉજવણીમાં અમિત શાહ રહ્યાં ઉપસ્થિત સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથીઃ અમિત શાહ નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે દેશની સાયબર સુરક્ષા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કર્યા વિના દેશનો વિકાસ શક્ય નથી. તેમણે સાયબર સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન ભાગ પણ ગણાવ્યો […]

ગુજરાતઃ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના 2.14 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા

અમદાવાદઃ ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ […]

ગુજરાતઃ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ કરાયા અનફ્રીઝ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યનો ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં, ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ […]

કેન્દ્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને શંકાસ્પદ ઈમેલ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ અને કર્મચારીઓને એક શંકાસ્પદ ઈમેલ મળ્યા હતા, જે બાદ તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાએ આ મામલે તપાસની માંગ કરી હતી. વિવિધ મંત્રાલયોમાં કામ કરતા સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ (CSS) અધિકારીઓને મોકલવામાં આવેલા ઈમેલમાં, તેઓને તેમના સત્તાવાર મેઈલ એકાઉન્ટ્સ રદ કરવામાં આવ્યા નથી તેની ખાતરી કરવા માટે એક લિંક પર ક્લિક કરવાનું […]

સાયબર-ક્રાઈમ અટકાવવા DoTએ 28,200 મોબાઈલ હેન્ડસેટને બ્લોક કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગૃહ મંત્રાલય (MHA) અને રાજ્ય પોલીસે સાયબર-ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીઓમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે હાથ મિલાવ્યા છે. આ સહયોગાત્મક પ્રયાસનો હેતુ છેતરપિંડી  કરનારાઓના નેટવર્કને ખતમ કરવાનો અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવાનો છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, 28,200 મોબાઈલ હેન્ડસેટનો સાયબર […]

સાબયર ક્રાઈમ મામલે સમગ્ર દુનિયામાં ટોપ ઉપર રશિયા, જાણો ભારતની સ્થિતિ

નવી દિલ્હીઃ દુનિયાભરના લોકો ઉપરાંત સરકાર પણ સાયબર ક્રાઈમને લઈને ચિંતિત છે. જ્યાં સાયબર ફ્રોડનો ભોગ બનવા ઉપરાંત લોકોને સાયબર ગુલામ બનાવવા જેવી બાબતો પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં હાલમાં જ વિશ્વભરમાં સાયબર ક્રાઈમનો એક સર્વે બહાર આવ્યો છે. જેમાં વિશ્વના ટોચના 10 દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જ્યાં સૌથી વધુ સાયબર ગુનાઓ […]

લો બોલો, જોબ માટે આવેલી ક્લિક ઉપર યુવાને ક્લિક કરતા બેંક ખાતુ થયું ખાલી

નવી દિલ્હીઃ દેશમાં ઈન્ટરનેટના વપરાશ વધવાની સાથે ઓનલાઈન ઠગાઈ કરનારા સાઈબર ઠગો પણ વધારે સક્રિય બન્યાં છે અને લોકો સાથે ઠગાઈ આચરવા માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન એક સોશિયલ મીડિયા યુઝર્સએ દાવો કર્યો છે કે, તેને એચઆરના નામે ઈન્ટરવ્યુ માટે એક વેબ લિંક મળી હતી. જેની ઉપર ક્લિક કર્યાં બાદ બેંક ખાતામાંથી […]

દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં કેસ વધ્યાં, એક વર્ષમાં 32 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હીઃ દેશમાં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના ગુના ઝડપથી વધી રહ્યા છે. 2022માં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના 1,823 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા વધુ છે. 2021માં આવા કેસોની કુલ સંખ્યા 1,376 હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના અહેવાલ મુજબ, સાયબર પોર્નોગ્રાફી, અશ્લીલ જાતીય સામગ્રી હોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવાના 1171 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code